Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeહેલ્થસોશિયલ મીડિયા પર દાદીની અદા જોઇને યૂઝર્સ ચોંકી ગયા, જાણો પડદા પાછળનું આ રાજ!

સોશિયલ મીડિયા પર દાદીની અદા જોઇને યૂઝર્સ ચોંકી ગયા, જાણો પડદા પાછળનું આ રાજ!

Lesley Maxwell
Share Now

આજના સમયમાં નાના-મોટા તમામ પોતાની ફિટનેસને લઈને ખૂબ જ ઉત્સુક છે. ત્યારે આ તમામ વચ્ચે એક કિસ્સો જાણીને તમને નવાઇ લાગશે. ઓસ્ટ્રેલિયાની 60 વર્ષથી વધુ ઉંમરની એક મહિલાની તસ્વીર અને વીડિયો સામે આવ્યા છે જે જોઈને તમને આશ્ચર્ય થશે. આ મહિલાનું નામ લેસ્લી મેક્સવેલ (Lesley Maxwell)છે, જે તેની ઉંમર કરતા પણ વધુ ફિટ છે. તે તેની પૌત્રી ટિયા સાથે દરરોજ જીમમાં જાય છે. પૌત્રી અને દાદી વચ્ચે તફાવત કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. કારણ કે દાદીમાએ પોતાને એ રીતે ફિટ રાખ્યા છે.

Lesley Maxwell એ ઈન્સ્ટાગ્રામ પર વર્કઆઉટના ફોટા અને વીડિયો શેર કર્યા

જ્યારે પણ દાદી તેની પૌત્રી સાથે ફોટા શેર કરે, ત્યારે દરેક તેને ટિયાની મોટી બહેન માને છે, મેક્સવેલની પૌત્રી 20 વર્ષની છે, પરંતુ તેનું સુપર ફિટ શરીર જોઈને કોઈને આશ્ચર્ય થશે. લેસ્લી મેક્સવેલ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટો અને વર્કઆઉટ (Workout)વીડિયો સતત શેર કરે છે.

દાદી-પૌત્રીની જોડીએ ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી

લેસ્લી જિમ, વર્ક આઉટ અને ફિટનેસ (Fitness)ને લઈને ખૂબ જ એક્ટિવ છે, તેના પેશનને જોઈને ફોલોઅર્સને મોટિવેશન મળે છે. આ દાદી-પૌત્રીની જોડીએ ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે, લોકો ચારે બાજુ તેમની ફિટનેસની ચર્ચા કરી રહ્યા છે.

આ પણ વાંચો: અજાણ્યા યુવક સાથે રોમેન્ટિક ટ્રિપ પર ગઇ યુવતી, ખૂબ જલ્સા કર્યા અને પછી?

લેસ્લી મેક્સવેલનું કહેવુ છે કે, બાયોલોજીકલ વય અને ક્રોનોલોજિકલ વય વચ્ચે તફાવત છે. જ્યારે કસરત દ્વારા તમારા શરીરને ફિટ (Fit)રાખી શકાય છે. લેસ્લી માને છે કે, આપણું શરીર અને ઉંમર એવી જ દેખાશે જેવો આપણો ખોરાક અને વર્કઆઉટ હોય. લેસ્લી મેક્સવેલ તેના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો દ્વારા લોકો સાથે ફિટનેસને લગતા વીડિયો શેર કરતી રહે છે.

જણાવી દઈએ કે, લેસ્લી આ ઉંમરે પણ કામ કરે છે, તે એક પર્સનલ ફિટનેસ ટ્રેનર (Fitness trainer)તરીકે ફિટ રહેવાની તાલીમ આપે છે. અત્યાર સુધી લેસ્લી 30 ઇવેન્ટ્સમાં ભાગ લઇ ચુકી છે. અઠવાડિયામાં 5 દિવસ વર્કઆઉટ કરે છે અને શહેરમાં યોજાનારી સ્પર્ધાઓમાં ભાગ લે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment