કર્ણાટકમાં એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો છે. કન્નુર બેંગ્લુરુ એક્સપ્રેસ (Bengaluru Express )ના પાંચ ડબ્બા પટરી પરથી ખડી પડ્યા છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત ટોપપુરુ-સિવડી વચ્ચે થયો હતો. કહેવાય છે કે ભેખડો ધસી પડવાના કારણે ટ્રેન (Train)ના પાંચ ડબ્બા ખડી પડ્યા છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાાચાર સામે આવ્યા નથી.
Five coaches of Kannur-#Bengaluru Express derailed between Toppuru-Sivadi of #Bengaluru Division, as the running train was hit by falling boulders at around 3.50 am today. According to the @SWRRLY, no injuries were reported following the derailment. @IndianExpress pic.twitter.com/auI5p8vtlo
— Darshan Devaiah B P (@DarshanDevaiahB) November 12, 2021
Bengaluru Express ટ્રેનના 5 ડબ્બા પટરી પરથી ઉતરી પડ્યા
સાઉથ વેસ્ટર્ન રેલવેના જણાવ્યાં મુજબ, અકસ્માત આજે શુક્રવારે સવારે લગભગ 3.50 કલાકે થયો હતો. ટોપપુરુ-સિવડી વચ્ચે પહાડ પરથી ભેખડો ધસી પડી હતી. ભેખડો ધસી પડવાના કારણે કન્નુર બેંગ્લુરુ એક્સપ્રેસના 5 ડબ્બા ખડી પડ્યા છે. રેલવે પાસેથી મળતી માહિતી મુજબ આ ટ્રેનમાં કુલ 2348 મુસાફરો સવાર હતા. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય રહ્યુ છે.
આ પણ વાંચો: Assam: ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત, 9 લોકોના મોત
ટ્રેન સાથે સેલ્ફી લેવી મોંઘી પડી જુઓ વીડિયો
Android: http://bit.ly/3ajxBk4