Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝભારતીય Covid 19 રસીના પ્રમાણપત્રને વધુ પાંચ દેશોએ આપી મંજૂરી

ભારતીય Covid 19 રસીના પ્રમાણપત્રને વધુ પાંચ દેશોએ આપી મંજૂરી

corona vaccine
Share Now

ભારતના કોવિડ 19 રસીના પ્રમાણપત્રને વધુ પાંચ દેશોમાં માન્યતા આપવામાં આવી છે. જેમાં એસ્ટોનિયા, કિર્ગિસ્તાન, પેલેસ્ટાઈન, મોરેશિયસ અને મોંગોલિયાનો સમાવેશ થાય છે. આ વાતની જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચિએ ટ્વિટર મારફતે આપી છે. આમ વધુ પાંચ દેશોમાં કોવિડ 19ની ભારતીય રસીનપરમાં પત્રને મજૂરી આપવામાં આવી છે.  

ઓસ્ટ્રેલીયાએ covaxinને આપી મંજૂરી 

જે પ્રવાસીઓએ ભારતની સ્વદેશી રસી Covaxin લઈ લીધી છે તેઓ હવે ઓસ્ટ્રેલિયા જઈ શકે છે. ઓસ્ટ્રેલિયન સરકારે ભારત બાયોટેકની કોવેક્સિન રસીને મંજૂરી આપી છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલ એઓએ સોમવારે આ અંગે માહિતી આપી હતી. જોકે, કોવેક્સિનને હજુ સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી લીલી ઝંડી મળી નથી. કંપનીએ એપ્રિલમાં ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ માટે અરજી કરી હતી.

Covaxinને હજુ વૈશ્વિક સ્તરે મંજૂરી મળી નથી

ભારત બાયોટેકની રસી Covaxinને હજુ વૈશ્વિક સ્તરે મંજૂરી મળી નથી, જેના કારણે Covaxin રસીનો ડોઝ લેતા લોકોને ઘણા દેશોમાં મુસાફરી કરવાની મંજૂરી નથી. મોટાભાગના દેશોમાં, ફક્ત તે જ લોકોને દાખલ કરવામાં આવી રહ્યા છે, જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે WHO ની યાદીમાં સામેલ રસીનો ડોઝ મેળવ્યો છે. જો કે, કેટલાક દેશો ભારતની આ સ્વદેશી રસીને મંજૂરી આપી રહ્યા છે.

આ પણ વાંચો:ભારત બાયોટેકની કોવેક્સિનને વધુ એક દેશની મંજૂરી, હવે 14 દિવસ માટે ક્વોરન્ટાઇન નહીં રહેવુ પડે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ટેકનિકલ એડવાઈઝરી કમિટીએ ઈમરજન્સી ઉપયોગ માટે કોવિડ 19 ની ભારતીય કોવેક્સિન રસીને મંજૂરી આપવા માટે એક સમીક્ષા બેઠક યોજી હતી. આ મીટિંગ દરમિયાન, રસીને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી ન હતી, પરંતુ રસી નિર્માતા ભારત બાયોટેકને વધારાના ડેટા શેર કરવા માટે કહેવામાં આવ્યું છે.

પાંચ દેશોએ ભારતીય રસીને મંજૂરી આપી 

તે જ સમયે, ભારતના કોવિડ 19 રસીના પ્રમાણપત્રને વધુ પાંચ દેશોમાં માન્યતા આપવામાં આવી છે. જેમાં એસ્ટોનિયા, કિર્ગિસ્તાન, પેલેસ્ટાઈન, મોરેશિયસ અને મોંગોલિયાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના કોવિડ 19 રસીના પ્રમાણપત્રને વધુ પાંચ દેશોમાં માન્યતા આપવામાં આવી છે. જેમાં એસ્ટોનિયા, કિર્ગિસ્તાન, પેલેસ્ટાઈન, મોરેશિયસ અને મોંગોલિયાનો સમાવેશ થાય છે. આ વાતની જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચિએ ટ્વિટર મારફતે આપી છે. આમ વધુ પાંચ દેશોમાં કોવિડ 19ની ભારતીય રસીનપરમાં પત્રને મજૂરી આપવામાં આવી છે.  

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment