ખેડાના કઠલાલમાં (kheda) મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં (Accident) પાંચ લોકોના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત બાદ સ્વીફ્ટ કાર પડીકું વળી ગઇ હતી. સ્વીફ્ટ કારનું પડીકું વળી ગયું હતું. કારનો કડુસલો બોલી ગયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામનારમાં બે વ્યક્તિ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના બાબાજીપૂરા ગામના છે. જયારે અન્ય બે મૃતકો અમદાવાદ (Ahmedabad)જિલ્લાના વિરમગામ તાલુકાના ચેજરા અને વસવલિયાના વતની છે.
Kheda પાસે અકસ્માત
કઠલાલ (Kathlal)તાલુકાના પોરડા પાટીયા નજીક ગત્ત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. કાર કપડવંજથી કઠલાલ તરફ આવી રહી હતી તે દરમિયાન પોરડા પાસે અકસ્માત સર્જાયો હતો. સ્વીફ્ટ કાર ટેન્કરને ઓવરટેક કરવા જતા અથડાઈ હતી અને જોતજોતામાં કારનો કડુસલો બોલી ગયો હતો. ટેન્કર સાથે અથડાયા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી.
આ પણ વાંચો: Military chopper crashed: કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 13ના મોત CDS બિપિન રાવત પણ સવાર હતા
Kheda પાસે સર્જાયેલા અકસ્માતમાં પાંચના મોત
જે કારમાં અકસ્માત સર્જાયો તેમાં પાંચ લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં કઠલાલની ખાનગી હોસ્પિટલ (Hospital)માં ખસેડાયો હતો. જ્યાં તેનું પણ મોત નિપજ્યું હતું. આમ, અકસ્માતમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોના મૃતદેહને કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ (Postmortem)માટે લઈ જવાયા હતા.
બ્રમ્હપુત્ર નદીમાં હોળી ડુબી જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4