Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝDemonetisation: નોટબંધીના 5 વર્ષ પૂર્ણ થવા પર પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યા સવાલ

Demonetisation: નોટબંધીના 5 વર્ષ પૂર્ણ થવા પર પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યા સવાલ

Demonetisation
Share Now

આજે 8મી નવેમ્બર છે. પાંચ વર્ષ પહેલા એટલે કે 2016માં આજના જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે 8 વાગે રાષ્ટ્રને સંબોધિત કરીને 500 અને 1000 રૂપિયાની નોટબંધીની જાહેરાત કરી હતી. જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે આ બે નોટો 86 ટકા જેટલી ચલણમાં હતી. તે દરમિયાન દેશમાં બેંકોની બહાર લોકોની લાંબી કતારો આજ સુધી મનમાં જીવંત છે.  વિપક્ષ સરકાર પર સતત આ મુદ્દે હુમોળો કરતું રહે છે. ત્યારે આજે નોટબંધીના પાંચ વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રસ નેતા પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે 

પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યા સવાલ 

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે નોટબંધીના પાંચ વર્ષ પૂરા થવાના અવસરે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે જો આ પગલું સફળ રહ્યું તો ભ્રષ્ટાચાર કેમ ખતમ નથી થયો અને આતંકવાદને નુકસાન કેમ નથી થયું. તેમણે ટ્વીટ કર્યું કે, જો નોટબંધી સફળ રહી તો ભ્રષ્ટાચાર કેમ ખતમ નથી થયો? કાળું નાણું કેમ પાછું ન આવ્યું? અર્થતંત્ર કેશલેસ કેમ નથી થયું? આતંકવાદને નુકસાન કેમ ન થયું? મોંઘવારી કેમ અંકુશમાં નથી આવતી?

આ પણ વાંચો: નોટબંધીના પાંચ વર્ષ, જાણો શું બદલાવ આવ્યો?

 રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ નોટબંધીના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસર પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. NCPના વરિષ્ઠ નેતા નવાબ મલિકે ટ્વીટ કર્યું કે, “આજે નોટબંધીના 5 વર્ષ પૂરા થયા, ન તો કાળા નાણાં પાછા આવ્યા, ન તો ભ્રષ્ટાચાર ઓછો થયો કે ન તો આતંકવાદ બંધ થયો. મોદીજીએ 3 મહિનાનો સમય માંગ્યો હતો, હવે તેઓ જણાવે કે આપણે કયા ચોક પર આવવું છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી. આ અંતર્ગત 1000 અને 500 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ 2000 અને 500 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી.

ડીજીટલ ટ્રાન્ઝેકશન સાથે નોટોમાં વધારો થયો 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નવીનતમ ડેટા અનુસાર, 4 નવેમ્બર, 2016ના રોજ 17.74 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી, જે 29 ઓક્ટોબર, 2021ના રોજ વધીને 29.17 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. RBI અનુસાર, 30 ઓક્ટોબર 2020ના રોજ ચલણમાં રહેલી નોટોનું મૂલ્ય 26.88 લાખ કરોડ રૂપિયા હતું. તે 29 ઓક્ટોબર, 2021 સુધી વધીને રૂ. 2,28,963 કરોડ થઈ ગયું છે. સમાન વાર્ષિક ધોરણે, 30 ઓક્ટોબર, 2020ના રોજ તેમાં રૂ. 4,57,059 કરોડનો વધારો થયો હતો અને એક વર્ષ અગાઉ 1 નવેમ્બર, 2019ના રોજ રૂ. 2,84,451 કરોડનો વધારો થયો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment