Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝપાંચ વર્ષ આપણી સરકારના, શિક્ષણ ક્ષેત્રે આધુનિકતા

પાંચ વર્ષ આપણી સરકારના, શિક્ષણ ક્ષેત્રે આધુનિકતા

shakti day
Share Now

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સફળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અંગે સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષની વિકાસયાત્રાને આવરી લેતી અને સરકારના મહત્વના જુદા-જુદા વિભાગો દ્વારા ચાલતી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓને પ્રજા સમક્ષ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયેલ છે.

gyan shakti day

જામનગર જિલ્લામાં જ્ઞાન શક્તિ દિવસની વિવિધ ૫૧ સ્થળોએ ઉજવણી કરવામાં આવી

કાર્યક્રમના પ્રથમ દિવસે જામનગર જિલ્લામાં જ્ઞાન શક્તિ દિવસની વિવિધ ૫૧ સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગર મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી ધનવંતરી હોલ ખાતે ગુજરાત સંગીત નાટક અકાદમીના ચેરમેન શ્રી પંકજભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લાકક્ષાની ઉજવણી શ્રી જે.ડી.વી. કન્યા શાળા જોડીયા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશી ચનીયારાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.

ગમે તેવી વિકટ સ્થિતિમાં પણ વિદ્યાર્થીઓને પૂરતી શૈક્ષણિક સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત

આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત સંગીત નાટય અકાદમીના ચેરમેન શ્રી પંકજ ભટ્ટે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે અનેક લોકાર્પણો તથા લાભ સહાયના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજે જ્ઞાનશક્તિ દિવસ નિમિત્તે શિક્ષણને કેન્દ્રમાં રાખી આ દિવસની ઉજવણી કરાઇ રહી છે. ગમે તેવી વિકટ સ્થિતિમાં પણ વિદ્યાર્થીઓને પૂરતી શૈક્ષણિક સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે તેમ જણાવી શ્રી પંકજ ભટ્ટે મિશન વિદ્યા, તાસ પદ્ધતિથી શિક્ષણ, ઓનલાઇન હાજરી, એકમ કસોટી, શાળા પ્રવેશોત્સવ, શાળા ગુણોત્સવ, હોમ લર્નિંગ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બ્રીજ કોર્સ વગેરે જેવી અનેક શૈક્ષણિક બાબતો પર સરકાર હાલ નિર્ણય પૂર્વક કામગીરી કરી રહી છે અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ નોંધપાત્ર સિદ્ધિઓ પણ મેળવી રહી છે.

આ પણ વાંચો : કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને શક્તિ દીનની કરાઇ ઉજવણી

યુવાઓને શૈક્ષણિક ક્ષેત્રે સ્વાવલંબન બનવા રાજ્ય સરકાર મદદરૂપ થઇ રહી

jamnagar celebration આ પ્રસંગે મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, યુવાઓ સ્વાવલંબન બને, તેઓને ઉચ્ચ અભ્યાસમાં કોઈ અડચણ ન આવે તેમજ શિક્ષણ વિદ્યાર્થીઓ માટે આર્થિક બોજારૂપ ન બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઈ-નમો ટેબલેટ, SHODH યોજના તેમજ MYSY યોજના હેઠળ સ્કોલરશિપ આપવામાં આવી છે યુવાઓને શૈક્ષણિક ક્ષેત્રે સ્વાવલંબન બનવા રાજ્ય સરકાર મદદરૂપ થઇ રહી છે.
કાર્યક્રમના સ્થળે વિદ્યાર્થીઓને મહાનુભવોના હસ્તે ઈ-નમો ટેબલેટ, શોધ યોજના તેમજ MYSY યોજના અંતર્ગત સ્કોલરશીપના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમગ્ર જામનગર જિલ્લામાં વિવિધ ૩૩ શાળાઓમાં રૂ.૧ કરોડ ૧૯ લાખથી વધુના ખર્ચે ૧૦૭ વર્ગખંડોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ૧૬ શાળાઓમાં નવી ૪૩ વર્ગખંડોનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું તેમજ જામજોધપુર તાલુકાની સણોસરી માધ્યમિક શાળા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ICT લેબનુ પણ ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારિયા, ડે.મેયર શ્રી તપનભાઈ પરમાર, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલ કગથરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીહીર પટેલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ શ્રી અનુપ ઠાકર, ડે.કમિશનર શ્રી વસ્તાણી, શિક્ષણવિદો, શહેરીજનો તેમજ બહોળી સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment