કોરોનાકાળ અને લોકડાઉન સમયે આપણે બધા અવનવી વાનગીઓ ઘરે બનાવતા શીખ્યા. ઘણીવાર વડીલો પાસેથી શીખ્યા તો ઘણીવાર યુટ્યૂબની મદદ લઈને. કહેવાય છે કે, જેને ખાવાનો વધારે શોખ હોય છે તેમને જમવાનું બનાવતા પણ ઘણુ સારુ આવડતુ હોય છે. કારણકે શેમાં શું ઓછું છે અને શું વધારે છે તેની સાચી માહિતી એક ફૂડી (foody) જ આપી શકે. શું તમે પણ ફૂડી છો અને તમને પણ અવનવી પારંપરિક વાનગીઓ બનાવવાનો શોખ છે? તો તમે Assamese Cuisine (આસામીસ ક્યુસિન) શીખી શકો છો “ફ્લેવર ઓફ આસામ” જેનું આયોજન અમદાવાદમાં થશે.
આસામની પારંપારિક વાનગીઓ
આસામમાં શાકાહારી અને માંસાહારી બંને લોકો માટે વિવિધ વાનગીઓ ઘણી પ્રખ્યાત છે. માંસાહારી લોકો માટે, ડક મીટ, ખાર, માસોર ટેન્ગા, ફીશ જ્યારે શાકાહારી લોકો માટે આલુ પિટિકા, રીંગણ અને બટાટા પિટિકા અને મિઠાઈમાં પીઠા અને ગોરુર પાયસનો સમાવેશ થયેલો છે. આવી જ અવનવી આસામની વાનગીઓ Flavor of Assam (ફ્લેવર ઓફ આસામ)માં શીખવવામાં આવશે જેમાં ફક્ત શાકાહારી વાનગીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.
Image credit: The Endless meal
શું તમને અલગ અલગ પ્રાંતની વાનગીઓ શીખવાનો શોખ છે?
જો હા, તો તમારા માટે આયના કુકરી ક્લબ અને ફૂડ આંત્રપ્રિન્યોર અસોશિએશન લઈને આવ્યુ છે Flavor of Assam (ફ્લેવર ઓફ આસામ) જે અમદાવાદના એસ.જી. હાઈવે ખાતે આવેલા હોમટાઉનમાં 17મી ઓગસ્ટના રોજ બપોરે 2 વાગે યોજાશે. જેમાં આસામની પ્રખ્યાત વાનગીઓમાંથી કેટલીક વાનગીઓ બનાવાતા શીખવાડવામાં આવશે. આ Assamese Cuisine (આસામીસ ક્યુસિન)માં સ્ટાર્ટસ, મેઈન કોર્સ, અને ડેઝર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં શેફ અંતરા બોરૂઆ અવનવી Assamese Cuisine (આસામીસ ક્યુસિન) શીખવાડશે.
Rasgulla Recipe: जानिए घर पर कैसे बनाएं एक दम बाजार स्टाइल स्पंजी रसगुल्ले
કઈ કઈ વાનગીઓ બનાવતા શીખવાડવામાં આવશે?
મોટા ભાગે અમદાવાદમાં માંસાહારી લોકો કરતા શાકાહારી લોકોનો વર્ગ મોકળો છે જેને ધ્યાનમાં રાખીને આ ઈવેન્ટમાં ફક્ત શાકાહારી વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેવી કે,
સ્ટાર્ટસ- બ્લેક રાઈસ સલાડ
વેલકમ ડ્રિંક- રોસેલ પંચ
મેઈન કોર્સ- બ્લેક સીસમ આલુ, ભિંડી મસ્ટર્ડ પેસ્ટ
ડેઝર્ટ- બ્લેક રાઈસ પુડિંગ.
Image Credit: Regular Homecooked
શેફ અંતરા બોરૂઆ
IIT મુંબઈમાં ભૂસ્તરશાસ્ત્રીનો અભ્યાસ કરીને આવેલી અંતરા બોરૂઆને પરંપરાગત વાનગીઓ બનાવવાનો તથા તેના વિશે લખવાનો શોખ છે. તેઓ પરંપરાગત આસામી વાનગીઓ વિશેની માહિતી ભેગી કરે છે પરિક્ષણ કરે છે અને તેમના બ્લોગ પર લખે છે. અત્યાર સુધીમાં તેમણે હોરુ માસ પટોટ દિયા, રોહુ, ફિશ ટેંગા, ઓમિત્રાર ખાર, પ્રોખાડ, ફર્મેન્ટેડ મસ્ટર્ડ ઓઈલ જેવી પદ્ધતિઓ વિશે બ્લોગ પર લખ્યુ છે.
Image Credit” Instagram
ખાણીપીણીના ઉદ્યોગમાં તેઓ ફૂડ ફોટોગ્રાફર, ફૂડ સ્ટાઈલિસ્ટ, અને સોશિયલ મીડિયા માર્કેટર તરીકે જોડાયા છે. તેઓ એ અવનવી આસામી વાનગીઓની પ્રાયોગિક રીતો પણ તૈયાર કરી છે જેના લીધે F&B અને HORECA ઉદ્યોગમાં સ્થાન મેળવ્યુ છે.
આ જ પ્રકારની અવનવી Assamese Cuisine (આસામીસ ક્યુસિન) શીખવા માટે તમે અંતરા બોરૂઆના “ફ્લેવર ઓફ આસામ” ઈવેન્ટની મુલાકાત લઈ શકો છો જ્યાં તેઓ આસામની પ્રખ્યાત વાનગીઓ બનાવતા શીખવાડશે અને વાનગીને કેવી રીતે પ્રેઝન્ટ કરવી જેથી તે આકર્ષક દેખાય તેવી ટીપ્સ પણ આવશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt