અમદાવાદની 11 વર્ષની દિકરી ફ્લોરા ધોરણ 7માં અભ્યાસ કરી રહી છે. ફ્લોરા ભણી ગણીને કલેક્ટર(collecter) બનવાની ઈચ્છા ધરાવતી હતી, પરંતુ તે છેલ્લા કેટલાય સમયથી તે બિમાર હતી. ફ્લોરાને ડૉક્ટર પાસે લઈ જતા ડૉક્ટરે તેને બ્રેઈન ટ્યુમર છે તેવું કહેતા પરિવારના સભ્યો ચિતિંત થઈ ગયા હતા. ફ્લોરાનું સ્વપ્ન ક્યારે પૂર્ણ થશે તેની પણ ચિંતા પરિવાર કરતો હતો. પરંતુ મેક અ વીશ ફાઉન્ડેશને અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલેને ફ્લોરાની ઈચ્છાની જાણ કરી. અને એક પળનો પણ વિલંબ કર્યા વિના કલેક્ટરે(collecter) ફ્લોરાની ઈચ્છા પુર્ણ કરવા સંવેદનશીલતા દાખવી હતી.
કલેક્ટર સંદિપ સાંગલેની આ પહેલથી પરિવારમાં ખુશીનો માહોલ બની ગયો હતો. અને આજે એ ફ્લોરાને એક દિવસ માટે કલેક્ટરની ખુરશી પર બેસાડવામાં આવી છે.
ગાંધીનગરના સરગાસણમાં રહેતી ફ્લોરાને જિલ્લા કલેક્ટરની ગાડીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લાવવામાં આવી હતી. જ્યાં દરવાજા પાસે ફ્લોરાને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યાંથી ફ્લોરાને સીધી જ જિલ્લા કલેક્ટરની ચેમ્બરમાં લઈ જવાઈ હતી. જિલ્લા કલેક્ટરે સ્વયં ફ્લોરાને કલેક્ટરની ખુરશી પર બેસાડીને ફ્લોરાની ઇચ્છાપૂર્તિ કરી હતી. ફ્લોરાના ચહેરા પર પણ સ્મિત રેલાયુ હતુ.
આ પણ વાંચોઃ- Visarjan Katha: શું કામ ગણપતિનું વિસર્જન જળમાં જ કરવામાં આવે છે?
એક દિવસીય કલેક્ટર ફ્લોરા દ્વારા ‘વ્હાલી દીકરી યોજના’ તથા ‘વિધવા સહાય યોજના’ અંતર્ગત લાભાર્થિઓને લાભ પણ વિતરિત કરાયા હતા. વહીવટી તંત્ર દ્વારા ફ્લોરાના પરિવાર પાસેથી તેની ઈચ્છા જાણીને તેને એક ટેબ્લેટ, બાર્બી ગર્લ સેટ પણ અપાયો હતો. ફ્લોરાના માતા સોનલબેન આસોડીયાએ કહ્યું હતું કે, અમારી દીકરી નાનપણથી ભણવામાં હોંશિયાર હતી. એ કાયમ કહેતી કે, મારે તમને કંઈક કરી બતાવવું છે, સારી જિંદગી આપવી છે. જો કે બ્રેઈન ટ્યુમર બીમારીની જાણ થતા અમે પણ ખુબ નાસીપાસ થઈ ગયા હતા. પરંતુ મેક વીશ ફાઉન્ડેશને જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરીને અમારી દિકરીની ઈચ્છા પુર્ણ કરી છે.
બાળપણથી જ કલેક્ટર બનવાનું સ્વપ્ન લઈને જીવતી ફ્લોરાનું આ સ્વપ્ન પૂર્ણ થતા ફ્લોરાના જીવનમાં નવઉર્જાનું સર્જન થયું છે. તેના પરિવારને પૂર્ણ વિશ્વાસ છે કે તે આ જીવલેણ રોગને હરાવીને કાયમી કલેક્ટર બનીને પ્રજાજનોની સેવા કરવા સક્ષમ બનશે.
આ પણ વાંચો: રસાકસી બાદ છેલ્લી ઓવરમાં CPL ને મળ્યો નવો ચેમ્પિયન
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની એક સેવાભાવી સંસ્થા મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા ગંભીર અને જીવલેણ બિમારીથી પીડાતા અને જીવન અને મરણ વચ્ચે સંધર્ષમય જીવન વ્યતિત કરતા બાળકોની ઇચ્છા પૂર્તિ કરવામાં આવે છે. તેમના દ્વારા બાળકોના સ્વપ્ન પૂર્ણ થાય, બાળક એક દિવસ અથવા કોઇ ચોક્કસ સમયગાળા માટે તે સ્વપ્નપૂર્તિ સાથે જીવી શકે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. મેક અ વિશ ફાઉન્ડેશનના અમદાવાદ યુનિટ દ્વારા કોરોના કાળમાં 470 બાળકોની અને 2021 માં 377 બાળકોની અદમ્ય ઇચ્છાઓ પૂર્ણ કરવામાં આવી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4