એક જ દિવસ માટે અમદાવાદની કલેક્ટર (Ahmadabad Collector)બનેલી 11 વર્ષની ફ્લોરા (Flora)નું નિધન થયું છે. ફ્લોરાને બ્રેઇન ટ્યુમરની બીમારી થઈ હતી. જે બાદ તેની સારવાર ચાલી રહી હતી.
Deeply saddened by the loss of brave little girl Flora Asodia. Heavy hearted tribute to an exceptionally brilliant child and a soul full of faith, courage and strength.
Condolences to the family. Our Fondest memories will be cherished forever.Rest in Peace and in Power 🙏 pic.twitter.com/X07OQwDr99
— Ahmedabad Collector (@CollectorAhd) October 6, 2021
ફ્લોરા (Flora)ના નિધનની માહિતી કલેક્ટરે ટ્વિટ કરી આપી
એક દિવસ માટે અમદાવાદની કલેક્ટર (Ahmadabad Collector)બનેલી ફ્લોરાનું નિધન થયુ છે. ફ્લોરાને મોટા થઈને આઈ.એ.એસ અધિકારી બનવાની ઇચ્છા હતી. જોકે, બીમારીના કારણે તે ઈચ્છા પૂરી થવી શક્ય ન હોવાથી, તેની ઇચ્છાને માન આપવા માટે અમદાવાદ કલેક્ટરે 18 સપ્ટેમ્બરે એક દિવસના કલેક્ટર તરીકે ચાર્જ સોંપ્યો હતો અને તેની ઈચ્છા પૂરી કરી હતી. ફ્લોરાના નિધન અંગે અમદાવાદ જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલે ટ્વિટર પર જાણકારી આપી શ્રદ્ધાંજલિ પાઠવી છે. કલેક્ટરે ટ્વિટર પર બહાદુર દીકરી ફ્લોરા આસોડિયાના નિધનથી ખૂબ જ દુ:ખ વ્યક્ત કર્યું છે. સાથે સાથે તેના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.
આ પણ વાંચો: Ahmadabad: બી.જે.મેડિકલના વિદ્યાર્થીઓ સામાન લઈને હોસ્ટેલ બહાર નીકળી ગયા, જાણો તેનુ કારણ
સામાન્ય વ્યક્તિની જેમ બોલી શકતી ન હતી ફ્લોરા
ફ્લોર આસોડિયાની ઉંમર 11 વર્ષની હતી. કેટલાક મહિના પહેલા તેને બ્રેઈન ટ્યુમરની બીમારી થતાં તેમનુ ઓપરેશન કરાવ્યું હતુ. ઓપરેશન કર્યા બાદ તેની સ્થિતિમાં થોડો સુધારો આવ્યો હતો, પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ હલનચલન કે બોલી શકતી નહતી. ફ્લોરા નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તેને કલેક્ટર (Collector))બનવાની ઈચ્છા હતી, પરંતુ બ્રેઇન ટ્યુમરના કારણે તેની ઈચ્છા પૂરી થવી તે તેની અને પરિજનો માટે મોટો પડકાર હતો. જોકે તેના માતા-પિતાએ એક NGOનો સંપર્ક કર્યો, જેમના મારફતે આ વાત અમદાવાદ કલેક્ટર સુધી પહોંચી અને ફ્લોરાને એક દિવસ માટે કલેક્ટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
Flora નો જન્મ દિવસ પણ કલેક્ટરની ઉપસ્થિતમાં ઉજવાયો હતો
ફ્લોરા જ્યારે કલેક્ટર તરીકે કચેરીએ પહોંચી હતી ત્યારે તેનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ફ્લોરાએ વિધવા બહેનોને સહાય, વ્હાલી દીકરી યોજનાના, વગેરેના પ્રમાણપત્ર લાભાર્થીઓને આપ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની હાજરીમાં જ કેક કાપીને ફ્લોરાના જન્મ દિવસની એડવાન્સમાં ઉજવણી (Celebrate)કરવામાં આવી હતી.
બાળકોની સફળ હાર્ટ સર્જરી જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4