Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝમોદી સરકારનો અર્થવ્યવસ્થાને બૂસ્ટર ડોઝ, 1.1 લાખ કરોડ કોવિડ રાહત પેકેજની જાહેરાત

મોદી સરકારનો અર્થવ્યવસ્થાને બૂસ્ટર ડોઝ, 1.1 લાખ કરોડ કોવિડ રાહત પેકેજની જાહેરાત

relief for covid affected sector
Share Now

કોરોના કાળમાં સૌથી વધુ હેલ્થ અને પ્રવાસન સેક્ટર પ્રભાવિત થયું હતું કારણકે કોરોનાના કહેરને કારણે હવાઇયાત્રા પણ બંધ હતી અને સાથે જ બધી ટુરિઝમ સુવિધાઓ બંધ હતી ત્યારે અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા મોદી સરકારે અપેક્ષા મુજબ મોટી જાહેરાત કરી દીધી છે. નાણામંત્રી સીતારામણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રુપિયા તથા હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રુપિયા ફાળવશે.

નાના ઉદ્યોગોની ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમની રકમ 3 લાખ કરોડથી વધારીને 4.5 લાખ કરોડ કરાઈ

package for covid affected sector

mint

નાણામંત્રીએ નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ માટેના ફંડિગમાં વધારો કરવાની પણ જાહેરાત કરી છે. હાલમાં આ સ્કીમ 3 લાખ કરોડ રુપિયાની છે જેને વધારીને 4.5 લાખ કરોડ કરી દેવાઈ છે. આ સ્કીમ હેઠળ અત્યાર સુધી એમએસએમઆઈ, હોસ્પિટિલિટી સેક્ટરને 2.69 લાખ કરોડ રુપિયા વિતરીત કરી દેવાયા છે.

માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યુશન માટે ક્રેડિટ ગેરેન્ટી સ્કીમની જાહેરાત

તે ઉપરાંત માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યુશના માધ્યમથી અપનારા લોન માટે ક્રેડિટ ગેરેન્ટી સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. આ એક નવી સ્કીમ છે. તેની હેઠળ કર્મશિયલ બેન્કને અપાયેલ એમ એફઆઈ તથા હાલની લોનની ગેરન્ટી આપવામાં આવશે. આ યોજનાથી 25 લાખ લોકોને ફાયદો થવાની આશા છે.

નાણામંત્રીએ કહ્યું કે 8 આર્થિક રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેમાં ચાર બિલકુલ નવા છે અને એક ખાસ કરીને હેલ્થ સેક્ટર માટે છે.

પ્રવાસન સેક્ટર માટે સરકારની મોટી જાહેરાત

પ્રવાસન ક્ષેત્ર માટે પણ સરકારે મોટું પગલું ભર્યું છે. ટુરિસ્ટ ગાઈડ અને બીજા લોકોની પણ મદદ કરવામાં આવશે. આનો લાભ 10700 ટુરિસ્ટ ગાઈડનો લાભ મળશે. એક લાખ રુપિયાની સહાયતા ટુરિસ્ટ ગાઈડને આપવામાં આવશે. ટુરિસ્ટ એજન્સીને 10 લાખ રુપિયા સુધઈની મદદ કરવામાં આવશે. ભારત આવનાર 5 લાખ ટુરિસ્ટને વીઝા શુલ્ક નહીં આપવો પડે. 1.93 લાખ પ્રવાસીઓ 2019 માં ભારત આવ્યાં. આ સ્કીમ 31 માર્ચ સુધી ચાલુ રહેશે. તેની પર કુલ 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

કૃષિ રવિ સીઝન 2021-22 માં 432.48 લાખ ટન ઘઉની ખરીદી કરવામાં આવી. તે ઉપરાંત ન્યુટ્રિઅન્ટ આધારિત સબસિડીને 42,275 કરોડ આપવામાં આવી છે.

બાળકો માટેની હોસ્પિટલ સુવિધા માટે 23220 કરોડ રુપિયાની જોગવાઈ
બાળકો માટેની હોસ્પિટલ સુવિધા વધારવા માટે પણ સરકાર મોટું રોકાણ કરશે. તેને માટે 23220 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ જુઓ : કાશ્મીરમાં 2 શીખ યુવતીઓનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન, લોકો ઉતર્યા રસ્તા પર

હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત

આના સિવાય હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આ રકમ નોન મેટ્રો મેડિકલ ઇન્ફ્રા માટે ખર્ચ કરવામાં આવશે. કોરોના મહામારીની બીજી લહેરના કારણે ઘણા સેક્ટર્સ સંકટમાં છે અને આ અંગે સરકાર પાસેથી સહાયતા પણ માગવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં સરકારે પણ સંકેત આપ્યા હતા કે એ સેક્ટર્સને સહાયતા કરવા માટે સરકાર વિચાર કરી શકે છે, જે સૌથી વધુ સંકટમાં છે.

કોરોના મહામારીને કારણે ગત વર્ષે કેન્દ્ર સરકારે દેશની ઇકોનોમીને સંભાળવા માટે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. સરકારનું આ રાહત પેકેજ કુલ 27.1 લાખ કરોડ રૂપિયાનું છે, જે કુલ GDPના 13 ટકાથી પણ વધુ હતું.સરકાર આ નવા પેકેજ દ્વારા એવા સેક્ટરને મદદ પહોંચાડવાની કોશિશ કરી શકે છે, જે તાજેતરનાં રાજ્યોએ આપેલા લોકડાઉનથી પ્રભાવિત થયાં છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, જે સેક્ટરને આ રાહત પેકેજનો ફાયદો મળી શકે છે એમાં ટૂરિઝમ, એવિએશન અને હોસ્પિટાલિટીનો સમાવેશ થાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment