Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝકાલથી નવેમ્બર મહિના સુધી મફતમાં કરાશે અનાજ વિતરણ

કાલથી નવેમ્બર મહિના સુધી મફતમાં કરાશે અનાજ વિતરણ

pradhan mnatri anaj yojna
Share Now

કોરોના કાળ હોવાથી અનેક લોકોને પૂરતી રોજગારી નથી મળી રહી. જેથી એક ટંકનું જમવામાં પણ ઘણા લોકોને મુશ્કેલી પડી રહી છે. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા પહેલી લહેરમાં ગરીબ – માધ્યમ વર્ગના મળવા પાત્ર લોકોને મફત અનાજ આપી પેટનો ખાડો બુર્યો હતો. બીજી લહેરમાં પણ કેન્દ્ર દ્વારા આ સહાય યથાવત રાખવામાં આવી છે. ત્યારે આવતીકાલથી ફરી કેન્દ્ર દ્વારા સહાય શરૂ કરવામાં આવનારી છે અને જે નવેમ્બર સુધી યથાવત રાખવામાં આવશે. જેને લઇ ગુજરાતના અન્ન પુરવઠા વિભાગના મંત્રી જયેશ રાદડીયા સાથે વાત કરતા તેઓએ ગુજરાતમાં પૂરી વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને અનાજ પહોંચે તે માટે પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે તેવું જણાવ્યું હતું.

jayesh raddiya

આવતીકાલથી રાજ્યના 71 લાખ પરિવારને મફ્તમાં અનાજ

સરકારે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ વર્ષે પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. જે અંગે નિવેદન આપતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સાંભળતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, આવતીકાલથી રાજ્યના 71 લાખ પરિવારને મફ્તમાં અનાજ વિતરણ કરવામાં આવશે. અને નવેમ્બર સુધી અનાજ આપવામાં આવશે.

આ પણ જુઓ : ગુજરાતના ક્યાં શહેરમાં ટ્રાન્સજેન્ડરોએ મુકાવી રસી

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અનાજનું વિતરણ કરાશે

વધુમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી જે અનાજની વિતરણ કરવામાં આવે છે તે ચાલુ રહેશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી પણ અનાજ વિતરણ કરવામાં આવશે. આવતીકાલથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ 71 લાખ જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. તમામ કાર્ડધારકોના નંબર અને વસ્તી સાથે આધારકાર્ડ લિંક કરવામાં આવ્યા છે. જે કાર્ડધારકો પાસે આધારકાર્ડ નથી તેમના પણ આધારકાર્ડ લિંકઅપ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેથી વધુથી વધુ લોકોને અનાજ મળી શકે.

એક તરફ કોરોના મહામારી ને કારણે અનેક લોકોના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે અને લોકોને ખાવાના પણ સાંસા પડે તેવી સ્થિતિ થઇ છે અને એવા માં બાકી હતું તો તાઉતે વાવઝોડુ …કે જેને અનેક ખેડૂતોના ખેતર વેરવિખેર કરી નાખ્યા અને ખેડૂતોની સ્થિત કફોડી બની ગઈ..ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા પણ આવતીકાલથી અનાજ વિતરણ થશે જેનાથી લોકોને રાહત મળશે, આંશિક રાહત પણ મળશે.

લોકોને વેક્સિન મુકવા અપીલ કરી

આજે રાજકોટના ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. અને લોકોને પણ રસી મુકાવવામાં માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ,45 વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સિન લીધી હોય અને તેમને કોરોના થયો હોય તેવા લોકોને ખૂબ જ ઓછાં લક્ષણ જોવા મળે છે અને જલ્દીથી સાજા થઈ જાય છે. વેક્સિનની કોઈ આડ અસર પણ નથી. વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી દેવું જોઈએ અને વેક્સિન લેવી જોઈએ. વેક્સિન લીધી હશે તો કોરોના થવાની શક્યતા ઓછી છે અને વેક્સિન લીધી હશે તો કોરોનાને હરાવી શકીશું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment