Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝતાનાશાહ કિમ જોંગના દેશમાં ખાવાના ફાંફા કેમ પડી રહ્યાં છે ?

તાનાશાહ કિમ જોંગના દેશમાં ખાવાના ફાંફા કેમ પડી રહ્યાં છે ?

in Kim Jong’s 1
Share Now

ભારત કૃષિપ્રધાન દેશ છે છતા અનેક વસ્તુઓ ભારતે વિદેશમાંથી આયાત કરવી પડે છે પરંતુ, એ દેશનું શું જેણે વિશ્વજગત સાથે સંબંધ જ તોડી નાખ્યાં હોય ? મનમાની કરવામાં વિશ્વના તમામ દેશો સાથે સબંધ તોડીને એકલા જ જીવન જીવવું લગભગ અશ્યક મનાય છે, છતા ઉત્તર કોરિયા ( North Korea) ના તાનાશાહ કિમ જોંગે ( Kim Jong ) માત્ર પરમાણુ સત્તા હાંસલ કરવા માટે પોતાના દેશને નર્કમાં ધકેલી દીધો છે.

કોરોનાકાળમાં પણ સરમુખ્યતાશાહીની તમામ હદો વટાવ્યાના અહેવાલ બાદ હવે રીપોર્ટ મળી રહ્યાં છે કે, કિંમ જોંગ ( Kim Jong ) ના દેશમાં ખાવાના પણ ફાંફા છે. દેશમાં અનાજનું ઉત્પાદન અનેક કારણોસર ધોવાયું છે અને હવે જનતાને ખાદ્યસામગ્રીઓ નથી મળી રહી, ચોતરફ ઝઘડા થઈ રહ્યાં છે.

Korea’

Image Source: North Korea’s state media

એક કિલો કેળાંના ભાવ કોરિયામાં 3,300 રૂપિયાને પાર

bannas

Image Courtesy : Google image

પરમાણુ સત્તા ધરાવતા દેશમાં ભૂખમરી(Food crisis) હશે એ વાત પર વિશ્વાસ ન થાય પરંતુ, આ હકીકતે ખુદ કિંમજોંગે સ્વીકારી પણ છે. વિશ્વજગત જ્યારે કોરોનાની પ્રથમ લહેર સામે ઝઝૂમી રહ્યું હતુ ત્યારે કિંમજોંગનો દેશ ખાદ્ય સામગ્રી સામે લડી રહ્યો હતો અને હવે આ સ્થિતિ વધુ વિકટ બની છે અને દેશમાં ફૂડ ક્રાઈસિસ ઉભા થાય છે.

better coffee boost

Image Courtesy: Shutterstock

ઉત્તર કોરિયામાં મોંઘવારી (Inflation) નો અંદાજ ત્યારે જ લગાવી શકો જ્યારે તમે એક કિલો કેળાંનો ભાવ 3,335 રૂપિયા સાંભળો. હાં, આ હકીકત છે, એક કિલો કેળાંના ભાવ કોરિયામાં 3,300 રૂપિયાને પાર થઇ ગયા છે. માત્ર કેળાંના જ નહિ અનેક ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે. અનાજના ઉત્પાદનનો લક્ષ્યાંક હાંસલ ન કરી શકતા દેશમાં મોંઘવારી હવે છાપરે ચઢીને પોકારી રહી છે.

ગુજરાતની વસ્તી કરતા પણ અડધી ઉત્તર કોરિયાની વસ્તી

તમને જાણીને નવાઈ લાગશે કે ઉત્તર કોરિયાની વસ્તી ગુજરાત (Gujarat) ની વસ્તી કરતા પણ અડધી છે. ગુજરાતની કુલ વસ્તી હાલ 6.5 કરોડની આસપાસ અંદાજવામાં આવી રહી છે અને કિંમજોંગના દેશની વસ્તી 2.6 કરોડની આસપાસ છે. વિસ્તાર પર નજર કરીએ તો ગુજરાત 1,96,024 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું રાજ્ય છે અને ઉત્તર કોરિયા 1,20,540 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. કોરિયા વસ્તીમાં ગુજરાતના 40% છે અને વિસ્તારમાં 60% હોવા છતા ફૂડ ક્રાઈસિસ સર્જાવવી મોટી ઘટના છે. ચોંકાવનારી વાત એ છે કે કોરિયામાં 35% લોકો કૃષિ આધારિત કામધંધા સાથે સંકળાયેલ છે એટલેકે 35% લોકોનો જીવનનિર્વાહનો આધાર અને મુખ્ય કામકાજ ખેતી છે. 

અનાજની અછતનું કારણ શું ?

ઉત્તર કોરિયામાં આ ભૂખમરાનું સંકટ કોરોના વાયરસ મહામારીને કારણે ઉભું થયું છે. ઉત્તર કોરિયાએ પડોશી દેશો સાથેની તમામ સરહદો બંધ કરી દીધી હતી. આ કારણે એકમાત્ર મિત્ર દેશ ચીન સાથેનો પણ વેપાર ઓછો થઈ ગયો. આ સિવાય સૌથી મોટી સમસ્યા કુદરતી આફત રહી છે. કોરોના મહામારીની સાથે ગયા વર્ષના વાવાઝોડા અને બાદમાં વાવાઝોડાને કારણે આવેલ પૂરે પણ દેશમાં તારાજી સર્જી હતી.

kim jong

Image Courtesy: Pool / Getty Images

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉને પ્રથમ વખત સ્વીકાર્યું છે કે, તેમના દેશ અનાજની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે. કિમ જોંગે તેમના પક્ષના નેતાઓની મીટિંગમાં જણાવ્યું હતું કે ગયા વર્ષના વાવાઝોડાને કારણે પૂર આવતા કૃષિ ક્ષેત્રમાં અનાજ ઉત્પાદનનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાયું નથી અને હવે મોંઘવારી માઝા મુકી રહી છે, ભૂખમરીની કગાર પર દેશ આવીને ઉભો છે.

ઉત્તર કોરિયા ખાદ્ય ચીજો, ખાતર માટે ચીન પર નિર્ભર

ઉત્તર કોરિયા ખાદ્ય ચીજો, ખાતર અને  ઈંધણ-બળતણ માટે ચીન પર નિર્ભર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉત્તર કોરિયામાં એક કિલો કેળા 45 ડોલર રૂપિયે એટલે કે 3300 રૂપિયે મળી રહ્યા છે. ચા(Tea)ના રસીકો માટે પણ માઠા સમાચાર છે કે, ચાયપત્તીની કિંમત 70 ડોલર એટલે કે 5200 રૂપિયાને પાર પહોંચી છે. એક પેકેટ કોફી(Coffee)ની કિંમત 100 ડોલર એટલે કે 7300 રૂપિયાના આસમાને પહોંચી છે.

 

આ પણ વાંચો:  એક કોમન મેન કઇ રીતે બની ગયો માઇક્રોસોફ્ટનો ચેરમેન ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment