Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeન્યૂઝપોક્સો કોર્ટે ઇતિહાસ રચ્યો: સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર રેપિસ્ટના આરોપીને 5 જ દિવસમાં સજા

પોક્સો કોર્ટે ઇતિહાસ રચ્યો: સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર રેપિસ્ટના આરોપીને 5 જ દિવસમાં સજા

SURAT POLCIE
Share Now

સુરતની પોક્સો કોર્ટે ઇતિહાસ રચ્યો, સચિન જીઆઈડીસીમાં 4 વર્ષની બાળકીને પીંખી નાખનાર નરાધમને જિંદગીના છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી. ઘટનાના માત્ર 5 દિવસમાં જ ટ્રાયલ પુરી કરી કોર્ટે ઇતિહાસ રચ્યો.પીડિત પરિવારને ન્યાય અપાવવામાં માટે કોર્ટમાં રાત્રે 11 વાગ્યા સુધી હિયરિંગ થયું હતું. 13 ઓકટોબરના રોજ 39 વર્ષના નરાધમ અજય ઉર્ફે હનુમાન નિષાદ કેવટની ધરપકડ કરી હતી. સુરતની પોસ્કો કોર્ટે ઇતિહાસ રચ્યો. ત્યારે સમગ્ર બનાવની વાત કરવા જઈએ તો ગત ૧૩ ઓક્ટોબરના નવરાત્રીના સમયે સચિન જીઆઇડીસીમાંથી ઝાડી ઝાંખરામાંથી બાળકી મળી આવી હતી.

POLICE OF SURAT

સંવેદનશીલ કેસમાં પોલીસની 10 દિવસમાં જ ચાર્જશીટ

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના ઇતિહાસમાં દુષ્કર્મના કેસમાં આ સૌથી ઝડપી ચુકાદો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગત તા.12/10/2021ના રોજ બનાવ બન્યો હતો. કેસમાં આરોપીના 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. પોલીસ તરફથી 10 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. જિલ્લા સરકારી વકીલને પ્રોસિક્યુશનના અસલ કેસ કાગળો તા.22/10ના રોજ આપવામાં આવ્યા હતા. જ્યારે 23 અને 24/10ના બે રજાના દિવસમાં આખી મેટર તૈયાર કરી 25/10ના રોજ સદર કેસમાં ચાર્જ તથા દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ નામ, એડીશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.3 સાક્ષીઓની ઓળખ પરેડ કરાઈ હતી.તેમજ 60 સાક્ષીઓના 164 મુજબના નિવેદન સાથે કોર્ટમાંચાર્જશીટ રજૂ થઈ હતી.

આ પણ વાંચો : મોદી સાહેબે ગુજરાતની જનતાને આપેલા વચનો પૂર્ણ કર્યા એટલે જ જનતાને વિશ્વાસ છે – ગુજરાત સીએમ

ઝડપી કાર્યવાહી માટે કોર્ટ રાતના 12 સુધી ખુલ્લી રહી

RAPIST આ કેસમાં 29/10 સુધીમાં સંપૂર્ણ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટનો પણ આ કેસમાં સંપૂર્ણ સહકાર મળ્યો હતો. અગાઉ નારાયણ સાંઇના કેસમાં રિમાન્ડ વખતે કોર્ટ રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રહી હતી. હાલનો કેસ ઝડપી ચલાવવાનો હેતુ ગુનેગારોમાં ડર પેદા થાય, ભોગ બનનારને ઝડપી ન્યાય મળે અને સમાજમાં એક કડક દાખલો બેસે તે હેતુ ધરાવતો હતો. પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ વી. કે. વ્યાસ તથા એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ પી. એસ. કાલાની કોર્ટ રાત્રે 12 કલાક સુધી ખુલ્લી રાખવા માટે હકારાત્મક સહકાર મળેલો છે.

હર્ષ સંઘવીએ કામગીરી બિરદાવી

ગુજરાતના અગાઉના ગૃહ મંત્રીઓની તુલનામાં સૌથી નાની વયના હર્ષ સંઘવીએ છેક સુધી આ કેસના તમામ ઘટનાક્રમો પર ચાંપતી નજર રાખી તેથી જ શક્ય બન્યું. સુરતની સેશન્સ અને પોક્સો કોર્ટ દ્વારા આરોપીને હનુમાન નિસાદને આકરી સજા કરવામાં આવી છે. આ કેસની ગંભીરતા અને સંવેદનશીલતાને જોતા તમામ વિભાગોને એક સાથે રહીને ન્યાયિક ઉદાહરણ પુરૂં પાડવા સુરતના જ વતની એવા ગૃહ મંત્રી સંઘવીએ કરેલી હાંકલને ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલા લોકોએ ઝીલી લીધી. તમામ વિભાગોએ ઉત્તમ સંકલન કરવાની સાથે સાથે મોડીરાત સુધી કોર્ટમાં કાર્યવાહી કરીને આરોપીને આકરી સજા ફટકારી છે. ન્યાયિક પ્રક્રિયામાં સંકળાયેલા પોલીસ, વકીલ, જજ સહિતના કર્મચારીઓને કામગીરીને બિરદાવતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આ ઐતિહાસિક ચુકાદો છે. આ ચુકાદાથી આરોપીઓમાં ડરનો માહોલ પેદા થશે. જેથી બાળકીઓ સલામત રીતે રહી શકશે.તો ગુજરાત ભાજપના પ્રદેશ અઘ્યક્ષે સી આર પાટીલ સાહેબે પણ સુરત પોલીસની કામગીરીને બિરદાવી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment