Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝબેઝોસ નથી દુનિયાના સૌથી ધનિક, 72 વર્ષીય આ વ્યક્તિએ જેફને પાછળ ધકેલ્યા

બેઝોસ નથી દુનિયાના સૌથી ધનિક, 72 વર્ષીય આ વ્યક્તિએ જેફને પાછળ ધકેલ્યા

Forbes billionaires list: Jeff Bezos is no longer the richest man
Share Now

નવી દિલ્હી: ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનર્સ(Forbes billionaires list)ની યાદી બહાર પડી છે જેમાં લુઈસ વુઈટન મોઈટ હેનેસીના ચેરમેન બર્નાર્ડ અરનોલ્ટ એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસને પાછળ છોડીને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. લિસ્ટ પ્રમાણે, ફ્રાંસીસી બિઝનેસમેનની કુલ સંપતિ 19,890 કરોડ ડોલર આંકવામાં આવી છે. અર્નાલ્ટ તેનાથી પહેલા ડિસેમ્બર 2019, જાન્યુઆરી 2020 અને મે 2021માં દુનિયાના સૌથી અમીર વ્યક્તિનું બિરૂદ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : અંબાણીની બિગ ડીલ પર સુપ્રિમની બ્રેક: એમાઝોનના તરફેણમાં આપ્યો ચુકાદો

તાજેતરના Forbes billionaires list રેન્કિંગ અનુસાર, બેજોસની કુલ સંપતિ 19,490 કરોડ ડોલર હતી જ્યારે એલન મસ્ક ત્રીજા સ્થાને છે. ટેસ્લા અને સ્પેસએક્સના હેડ મસ્કની કુલ સંપતિ 185.5 અબજ ડોલર અંકાઈ છે. અર્નાલ્ટે એલન મસ્કને પાછળ છોડી દીધા હતા જ્યારે કંપનીએ 2021માં પહેલા ક્વાર્ટરમાં 14 યૂરો બિલિયનની આવક નોંધાવી હતી, જે 2020ના પહેલા ક્વાર્ટરની તુલનામાં 32 ટકા વધી ગયું હતું.

એલવીએચએમમાં 70 બ્રાન્ડ સામેલ છે, જેમાં લુઈ વીટન, સેફોરા, ટિફની એન્ડ કંપની, સ્ટેલા મેકાર્ટની ગુચ્ચી, ક્રિશ્વિયન ડાયર અને ગિવેંચી સામેલ છે, જેણે એલવીએમએચ હેઠળ સ્વતંત્ર રીતે કંટ્રોલ અને સંચાલિત કરવામાં આવે છે.

Bernard Arnault is world's second richest person amid market rally

ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનર્સ લિસ્ટ દુનિયાના તમામ શેર માર્કેટ ખુલ્યા પછી દરેક 5 મિનિટમાં અપડેટ હોય છે. આ ઈન્ડેક્સથી દરરોજ પબ્લિક હોલ્ડિંગ્સમાં થનાર ઉતાર-ચડાવની જાણકારી મળે છે. એલન મસ્કની કંપનીઓના શેરોમાં ઘટાડાને કારણે તેની સંપતિ સતત ઘટી રહી છે. હાલમાં જ તે આ લિસ્ટમાં પહેલા સ્થાનથી નીચે આવીને બીજા સ્થાને આવી ગયા છે.

કોણ છે દુનિયાના પ્રથમ ધનિક બર્નાર્ડ અરનોલ્ટ

6 ફૂટનું કદ અને 72 વર્ષની ઉંમર. જૂનુન એવું કે દુનિયાને લક્ઝરી ફેશનની લત લગાવી દીધી અને લુઈ વિતો જેવું ફેશન સામ્રાજ્ય ઉભું કર્યું. બર્નાર્ડ આર્નોલ્ટનો જન્મ 5 માર્ચ 1949ના રોજ ફ્રાન્સના રૂબૈક્સમાં થયો હતો. તેની માતા મેરીને ફેશનનો શોખ હતો અને પિતા એક કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા હતા. 1971માં પોલિટેકનિક પૂર્ણ કર્યા પછી આર્નોલ્ટે તેના પિતાની કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. 1985માં ફ્રાન્સની સરકાર એક નાદાર ટેક્સટાઈલ કંપની બુસોકની નિલામી કરી રહી હતી. બર્નાર્ડ અરનોલ્ટે આ  ખરીદી લીધી. આ કંપનીમાં સંપૂર્ણ ફેરફાર કરી તેણે ફક્ત ફેશન સેગમેન્ટ પર ફોકસ કર્યું અને 1987 સુધી કંપની નફામાં આવી ગઈ.

Louis Vuitton

કંપનીમાં BA નામથી મશહૂર બર્નાર્ડ અરનોલ્ટ હવે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અરનોલ્ટને મોડર્ન લક્ઝરી ફેશન ઈન્ડસ્ટ્રીના ગોડફાધર માનવામાં આવે છે. તે દુનિયાના સૌથી મોટા ફેશન ગ્રુપ લુઈ વિતો મોએટ હેનેસીના ફાઉન્ડર, ચેરમેન અને સૌથી મોટા શેરહોલ્ડર છે. ફોર્બ્સ અનુસાર, બર્નાર્ડ અરનોલ્ટે એક વર્ષમાં 100 બિલિયન ડોલર અથવા લગભગ 7.40 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી. આ હિસાબે તેમણે દર સેકન્ડે લગભગ 2.3 લાખ રૂપિયા કમાયા.

Louis Vuitton makes company history with first pro skate shoe — Quartz

બર્નાર્ડ અરનોલ્ટનું ગ્રુપ લુઇસ વિતો માર્કેટ કેપની દ્રષ્ટિએ તેના નજીકના કંપેટિટર કેરિંગ કરતા લગભગ ચાર ગણું મોટું છે. લુઈસ વિટોની માર્કેટ કેપ લગભગ 30 લાખ કરોડ રૂપિયા છે. તેમજ તેના નજીકના સ્પર્ધક કેરિંગનું માર્કેટ કેપ રૂ. 8.45 લાખ કરોડ છે. લુઇસ વિતો ગ્રુપ ફેશન, વોચ, જ્વેલરી, રિટેલ, વાઇન, બ્યૂટી અને હોસ્પિટાલિટી ક્ષેત્રોમાં 75 થી વધુ વૈભવી બ્રાન્ડ ધરાવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment