Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝઅંબાણીનો દબદબો : સતત 14મા વર્ષે ભારતના સૌથી વધુ ધનિક, રસી પૂનાવાલાને ફળી

અંબાણીનો દબદબો : સતત 14મા વર્ષે ભારતના સૌથી વધુ ધનિક, રસી પૂનાવાલાને ફળી

Forbes India Rich List 2021 : Gautam Adani gained the most wealth in 2021, Kiran Mazumdar-Shaw lost the most
Share Now

 

અમદાવાદ : કોરોના મહામારી છતા દેશના અનેક ધનકુબેરોની તિજોરીમાં ધરખમ પૈસા વરસ્યાં છે. આ યાદીમાં સૌથી આગળ છેલ્લા એક વર્ષમાં અદાણી છે. ફોર્બ્સની યાદી(Forbes India Rich List) અનુસાર અદાણી સમૂહના શેરમાં વધારો તથા અન્ય અનેક કારણોસર ગૌતમ અદાણીની નેટવર્થમાં સૌથી ઝડપી અને સૌથી મોટો વધારો થયો છે.

Forbes India Rich List 2021

Forbes India Rich List 2021

જોકે કોરોનાકાળમાં પણ અદાણીની હરણફાળ ગતિ છતા મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક રહ્યાં છે. Forbes India Rich List 2021માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી સતત 14મા વર્ષે ભારતના સૌથી વધુ ધનિક વ્યકતિઓમાં ટોચના સ્થાને રહ્યાં છે. આ વર્ષે તેમની કુલ સંપત્તિ 6.89 લાખ કરોડ રહી છે.

ભારતના સૌથી મોટા સમૂહ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી આ લિસ્ટમાં છેલ્લા 14 વર્ષથી મોખરે છે અને ગૌતમ અદાણી ત્રણ વર્ષથી બીજા ક્રમે રહે છે.

બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે 2021ના વર્ષ માટે ભારતના ટોચના 100 ધનિક વ્યક્તિઓનું લિસ્ટ(Forbes India Rich List 2021) બહાર પાડ્યુ છે.

આ લિસ્ટ પ્રમાણે ભારતના ટોચના 100 ધનિકોની કુલ સંપત્તિ 58.06 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ચુકી છે.જેમાં 6.89 લાખ કરોડ સાથે મુકેશ અંબાણી નંબર વન પર છે.જ્યારે અડાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણી બીજા સ્થાને છે.

આ પણ વાંચો : CBDTએ ઈશ્યુ કર્યું 82,229 કરોડનું ટેક્સ રીફંડ, તમને મળ્યું કે નહિ ? જાણો સમગ્ર પ્રોસેસ

કોણ છે ભારતના Top-10 ધનિકો અને કેટલી છે તેમની પાસે સંપત્તિ

  1. મુકેશ અંબાણી 89 લાખ કરોડ રૂપિયા
  2. ગૌતમ અદાણી 6 લાખ કરોડ રૂપિયા
  3. શિવ નાડર 32 લાખ કરોડ રૂપિયા
  4. રાધાકૃષ્ણ દામાણી 20 લાખ કરોડ રૂપિયા
  5. સાઈરસ પૂનાવાલા 42 લાખ કરોડ રૂપિયા
  6. લક્ષ્મી મિત્તલ 40 લાખ કરોડ રૂપિયા
  7. સાવિત્રી જિંદાલ 34 લાખ કરોડ રૂપિયા
  8. ઉદય કોટક 23 લાખ કરોડ રૂપિયા
  9. પાલોનજી મિસ્ત્રી 22 લાખ કરોડ રૂપિયા
  10. કુમાર મંગલમ બિરલા 18 લાખ કરોડ રૂપિયા

કોરોના રસી પણ ફળી :

ઉપરોક્ત યાદી(Forbes India Rich List 2021) પર નજર કરતા જણાય છે કે દેશના ટોચના ઉદ્યોગપતિઓ અને ખાસ કરીને પ્રોડ્કટ-સેવા આધારિત કારોબાર કરતા ધનકુબેરોને કોરોનાનો બીજો તબક્કો ફળ્યો છે પરંતુ, આ યાદીમાં એક એવા પણ વ્યકતિએ છે જેણે કોરોનાના પહેલા અને બીજા બંને તબક્કા અને કોરોનાને કારણે જ સૌથી વધારે કમાણી કરી છે અને તેમનું નામ છે સાઈરસ પૂનાવાલા.

સાઈરસ પૂનાવાલાની સંપત્તિ 2021ની યાદીમાં 1.42 લાખ કરોડ રૂપિયાના શિખરે પહોંચી છે. કોરોના મહામારીની સામે લડવા માટે બનાવવામાં આવેલ રસીને કારણે સાઈરસ પૂનાવાલા પર પૈસાનો વરસાદ થયો છે.

સાઈરસ પૂનાવાલા સીરમ ઈન્સટીટ્યુટના મેનેજિંગ ડાયરેક્ટર છે. આ એજ કંપની છે જે કોરોના વાયરસ માટેની કોવીશિલ્ડ રસી બનાવે છે. 2021માં તેમની નેટવર્થ 7.5 અબજ ડોલર વધીને 19 અબજ ડોલર થઈ છે.

આ પણ વાંચો : બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે નવલા નોરતાની શરૂઆત-આવો જાણીએ પવિત્ર યાત્રાધામ અંબાજીનો અનેરો મહાત્મય

 

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment