Ford Indiaએ ભારતમાં પોતાનો વ્યવસાય બંધ કરવાની જાહેરાત કરી છે. કંપની તમિલનાડુ(Tamilnadu) અને ગુજરાતમાં(Gujarat) તબક્કાવાર તેના પ્લાન્ટ બંધ કરવા જઈ રહી છે. આ કારણે, આ કારખાનાઓમાં કામ કરતા 3,000 થી વધુ લોકોની નોકરીઓ જોખમમાં મુકાઇ છે. જેને કારણે ફોર્ડ ઇન્ડિયા કંપનીના 1,600 થી વધુ બેરોજગાર કર્મચારીઓ રોજગારની માંગણી સાથે ગુજરાતના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ત્યારે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ તેમને ટેકો આપવા પહોંચ્યા હતા.
જીગ્નેશ મેવાણીએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
ફોર્ડ કંપનીના બેરોજગાર કર્મચારીઓની માંગને ટેકો આપતા વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ(Jignesh Mevani) કહ્યું કે સરકાર અથવા કંપનીએ આ લોકોને રોજગારી આપવી જોઈએ. અને જો આ લોકોને રોજગારી નહીં મળે તો તેઑ આ બેરોજગારો માટે મોટું આંદોલન ચલાવશે. ફોર્ડ ઇન્ડિયાના કર્મચારીઓએ ગુજરાતમાં કંપનીના સાણંદ પ્લાન્ટની બહાર વિરોધ કર્યો હતો. જીગ્નેશ મેવાણીએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.અને સ્થળ પર પહોંચીને તેમણે વિરોધ કરી રહેલા કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી અને તેમના સંઘર્ષમાં તેમની સાથે હોવાની વાત કરી.
આ પણ વાંચો:CM બદલ્યા બાદ ભાજપ હવે ધારાસભ્ય પર તવાઇ બોલાવશે!
હજારો કામર્મચારીઓની રોજગારી જોખમમાં
વિરોધ પ્રદર્શનમાં શામેલ એક કર્મચારીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા સાત વર્ષથી કંપનીમાં કામ કરી રહ્યા છે. અને કંપની આ રીતે અચાનક પ્લાન્ટ બંધ કરે તો કંપનીમાં કામ કરનાર બધાજ કર્મચારીઓની રોજગારી છીનવાઇ શકે તેમ છે. બીજા એક કર્મચારી જણાવ્યું હતું કે, કંપનીના આ રીતે પ્લાન્ટ બંધ કરવાથી તેમના જેવા હજારો કર્મચારીઓ બેરોજગાર થઈ શકે છે. અને બધાની રોજગારી જોખમમાં મુકાઇ છે.
ફોર્ડ ઇન્ડિયાને ભારે નુકસાન થયું છે
નોંધનીય બાબત છે કે, Ford Indiaને ભારતમાં તેના વ્યવસાયમાં ભારે નુકશાનનો સામનો કરવો પડી રહ્યો છે. માટે થઈને કંપનીએ પોતાના ચેન્નાઈ અને સાણંદ સ્થિત પ્લાન્ટને બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. જો કે, કંપનીનું કહેવું છે કે, કંપની ભારતમાં તેના કસ્ટમર્સને સર્વિસ આપતી રહેશે અને કેટલીક પ્રીમિયમ ગડિયોને આયાત કરીને તેનું વેચાણ પણ કરતી રહેશે. કંપનીએ સાણંદમાં પોતાની એન્જિન ફેકટરીને પણ ચાલુ રાખવાની વાત કરી છે. ફોર્ડે લગભગ 25 વર્ષ પહેલા ભારતમાં પોતાનો કારોબાર શરૂ કર્યો હતો. પરંતુ નવા મોડલ ના લાવી શકવાના કારણે અને અને ભારતની જરૂરિયાત મુજબ પ્રોડક્ટ્સ ઉત્પાદન ન કરી શકવાના કારણે કંપની ખોટમાં ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, Ford Indiaએ ભારતમાં પોતાનો વ્યવસાય બંધ કરવાની જાહેરાત કરી છે. કંપની તમિલનાડુ અને ગુજરાતમાં તબક્કાવાર તેના પ્લાન્ટ બંધ કરવા જઈ રહી છે. આ કારણે, આ કારખાનાઓમાં કામ કરતા 3,000 થી વધુ લોકોની નોકરીઓ જોખમમાં મુકાઇ છે. જેને કારણે ફોર્ડ ઇન્ડિયા કંપનીના 1,600 થી વધુ બેરોજગાર કર્મચારીઓ રોજગારની માંગણી સાથે ગુજરાતના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ત્યારે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ તેમને ટેકો આપવા પહોંચ્યા હતા. અને આ મુદ્દે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
જુઓ આ વિડીયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4