Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeઑટો & ગેજેટ્સફોર્ડ કંપનીએ ભારતમાં કાર બનાવવાનું કર્યું બંધ – સાણંદ અને તામિલનાડુ પ્લાન્ટ બંધ કર્યા

ફોર્ડ કંપનીએ ભારતમાં કાર બનાવવાનું કર્યું બંધ – સાણંદ અને તામિલનાડુ પ્લાન્ટ બંધ કર્યા

Ford
Share Now

અમેરિકન કાર કંપની ફોર્ડ ઈન્ડિયાએ ગુજરાતમાં સાણંદ પ્લાન્ટ સહિત તામિલનાડુમાં કારનું ઉત્પાદન બંધ કર્યું

  • સાણંદ પ્લાન્ટમાં એન્જિનનું ઉત્પાદન ચાલુ રહેશે
  • ગુજરાત પ્લાન્ટમાં અંદાજે 3000 વર્કર્સ કામ કરે છે

Ford

અમેરિકન કાર કંપની ફોર્ડને ભારતમાં યોગ્ય બિઝનેસ ન મળવાથી કંપની પોતાનું ઇન્ડિયા ઓપરેશન ધીમે ધીમે ઘટાડી રહી છે અને કંપનીએ ગુજરાતના સાણંદમાં આવેલા તેના પ્લાન્ટમાં કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે. આ અંગે કંપનીએ તેના કર્મચારીઓને પણ જાણ કરી છે. કંપની સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફોર્ડ સાણંદમાં હવે કારનું ઉત્પાદન કરશે નહીં. ફોર્ડ મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં સાણંદ ખાતે 2015માં પોતાનો પ્લાન્ટ શરૂ કર્યો હતો.

કંપનીએ 10 વર્ષમાં 2 અબજ ડોલરની ખોટ કરી

પ્લાન્ટ બંધ કરવાના પોતાના નિર્ણય અંગે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને પ્રેસિડન્ટ અનુરાગ મહરોત્રાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે વર્ષોથી થઈ રહેલું નુકસાન અને ભારતની કારબજારમાં અપેક્ષિત વૃદ્ધિના અભાવને કારણે ભારતના બંને પ્લાન્ટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપનીએ 10 વર્ષમાં 2 અબજ ડોલરની ખોટ કરી છે. જોકે અમે અમારા ગ્રાહકોને સર્વિસ આપવાનું ચાલુ રાખીશું.

આ પણ જુઓ : RIDE FOR NATION!

એન્જિનનું ઉત્પાદન ચાલુ રહેશે

ફોર્ડના ગુજરાતનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કંપની સાણંદમાં એન્જિનનું ઉત્પાદન ચાલુ રાખશે અને અહીંથી એન્જિનની નિકાસ પણ કરવામાં આવશે. કંપનીનો ભારતમાં આ બીજો પ્લાન્ટ છે. ગુજરાત પ્લાન્ટની 2.20 લાખ કારની સ્થાપિત ઉત્પાદનક્ષમતા સામે વર્તમાન ઉત્પાદન 30,000-40,000 કારનું છે, એટલે કે પ્લાન્ટનું યુટિલાઈઝેશન તેની ક્ષમતથી ઘણું જ નીચું છે. હાલ આ પ્લાન્ટમાં 3,000થી વધુ લોકો કામ કરી રહ્યા છે.

ફોર્ડની ભારતીય બજારમાં હિસ્સેદારી ઘણી ઓછી

ફોર્ડ ભારતમાં 1995માં પ્રવેશી હતી અને તે ભારતમાં પ્રવેશનાર પ્રારંભિક ઓટોમેકર્સમાંની એક છે, પરંતુ ફોર્ડની કારનું વેચાણ બહુ ખાસ રહ્યું નથી. વર્ષ 2018-19માં ભારતમાં તેની કુલ 92,937 ગાડીનું વેચાણ થયું હતું. તેની સામે વર્ષ 2020-21માં 41,875 કારનું વેચાણ થયું હતું. હાલમાં તેનો બજાર હિસ્સો 2%થી પણ ઓછો છે. તેની સામે ફોર્ડની સાથે જ ભારતીય બજારમાં પ્રવેશનારી હ્યુન્ડાઈનો બજાર હિસ્સો હાલમાં 18% જેટલો છે.

Ford car

મહિન્દ્રા સાથેની પાર્ટનરશિપ નિષ્ફળ રહી

ફોર્ડે 2019માં ગુજરાતમાં સાણંદ સ્થિત પોતાના પ્લાન્ટને લઇને ભારતીય કારઉત્પાદક મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર સાથે જોડાણ કર્યું હતું. બંને કંપનીઓ મળીને કારના નવા મોડલ ડેવલપ કરવા માટે કરાર કર્યા હતા. જોકે થોડા સમય બાદ આ ટાઇઅપમાં કોઈ ડેવલપમેન્ટ થયું ન હતું અને બંને કંપનીઓ આપસી સહમતીથી અલગ થઈ હતી. કરાર મુજબ મહિન્દ્રાની ગાડી ફોર્ડના સાણંદ પ્લાન્ટમાં બનવાની હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment