Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝઓલટાઈમ હાઈ: વિદેશી હૂંડિયામણ અનામત $8.895 અબજ વધીને 642.45 અબજ ડોલર

ઓલટાઈમ હાઈ: વિદેશી હૂંડિયામણ અનામત $8.895 અબજ વધીને 642.45 અબજ ડોલર

Foreign Exchange Reserves Jumps $8.895 bn to fresh record high of $642.453 bn
Share Now

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટ એક બાદ એક નવા આયામો સર કરી રહ્યું છે. શેરબજારમાં રોજબરોજ નવા ઓલટાઈમ હાઈ બની રહ્યાં છે. રીટેલની સાથે ભારતીય સંસ્થાગત રોકાણકારોની અવિરત ખરીદીની સાથે વિદેશી રોકાણકારોના પણ અવિરત નાણાં પ્રવાહને પગલે રૂપિયો પણ ડોલર સહિતની અનેક કરન્સી સામે ટકી રહ્યો છે. આ સિવાય ફોરેન ઈન્સટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ(FII)ના મસમોટા રોકાણને કારણે ભારતના કુલ વિદેશી હૂંડિયામણ અનામત(Foreign Exchange Reserves)માં વધારો જોવા મળી રહ્યો છે.

 

Foreign Exchange Reserves

Foreign Exchange Reserves

ભારતના ફોરેન એક્સચેન્જ રીઝર્વમાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહે 8.895 અબજ ડોલરનો મસમોટો વધારો જોવા મળ્યો છે અને કુલ અનામત ભંડોળ(Foreign Exchange Reserves) 633.558 અબજ ડોલરના ઓલટાઈમ હાઈ વિક્રમી સ્તરે પહોંચ્યું છે.

RBI તરફથી જાહેર કરવામાં આવેલા વીકલી આંકડાઓ પ્રમાણે 27મી ઓગષ્ટના રોજ સમાપ્ત થતા અઠવાડિયામાં ફોરેક્સ રિઝર્વ SDRના વધારાના જોરે 16.663 અબજ ડોલરના હાઈ જમ્પ સાથે 633.558 અબજ ડોલરના ઓલટાઈમ હાઇ પર પહોંચ્યું હતુ,જે રેકોર્ડ આજે તૂટ્યો છે.

Forex Reservesનો વધારો FCAને આભારી

RBIના સાપ્તાહિક આંકડા પ્રમાણે 3જી સપ્ટેમ્બરના સપ્તાહે ફોરેન કરન્સી એસેટ્સમાં નોંધપાત્ર વધારાના કારણે વિદેશ હુંડિયામણ(Foreign Exchange Reserves)માં આ વધારો થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન FCA 8.213 અરબ ડોલરના વધારા સાથે 579.813 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયો છે.

ફોરેન કરન્સી એસેટ્સમાં વિદેશી હૂંડિયામણમાં જમા યૂરો, પાઉન્ડ અને યેન જેવી બિન અમેરીકન કરન્સીમાં ભાવ તેજી કે અવમુલ્યનના પ્રભાવને સામેલ કરવામાં આવે છે. FCAને ડોલરના ટર્મમાં દર્શાવવામાં આવે છે.

આ પણ વાંચો :  ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ બાદ નીરજ ચોપડાનું વધુ એક સપનુ સાકાર

આ અઠવાડિયામાં સોનાનો ભંડાર 64.2 કરોડ ડોલરના વધારા સાથે 38.083 અબજ ડોલર થયું છે.

IMF રીઝર્વ પણ વધ્યું

ગત સપ્તાહના શાનદાર વધારા બાદ આરબીઆઈના રીપોર્ટ અનુસાર આ અઠવાડિયે IMF પાસે રહેલ સ્પેશયલ ડ્રોઈંગ રાઈટ્સ 2.9 કરોડ ડોલરના વધારે 19.437 અબજ ડોલરે પહોંચ્યું છે.

આ સિવાય Foreign Exchange Reservesના રીપોર્ટમાં આરબીઆઈએ કહ્યું કે IMF પાસે રહેલ રીઝર્વ પોઝીશન 1.1 કરોડ ડોલર વધીને 5.121 અબજ ડોલરન પર પહોંચ્યું છે.

આ પણ વાંચો : Rishi Panchami પર વ્રત રાખવાથી અજાણતા થયેલી ભૂલોની ક્ષમા મળે છે…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment