Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝઇઝરાયલની પાંચ દિવસની મુલાકાતે એસ. જયશંકર, નેતન્યાહુ સરકાર ગયા બાદ પ્રથમ મુલાકાત

ઇઝરાયલની પાંચ દિવસની મુલાકાતે એસ. જયશંકર, નેતન્યાહુ સરકાર ગયા બાદ પ્રથમ મુલાકાત

s jaishankar
Share Now

વિદેશ મંત્રી એસ જયશંકર રવિવારથી ઇઝરાયલની પાંચ દિવસની મુલાકાતે જશે, જ્યાં તેઓ દ્વિપક્ષીય સંબંધો પર ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. ઇઝરાયેલમાં નાફતાલી બેનેટની સરકાર રચાયા બાદ ભારત તરફથી આ પ્રથમ નોંધપાત્ર ઉચ્ચ સ્તરીય મુલાકાત રહેશે. ઇઝરાયલ જતા સમયે, જયશંકર સંયુક્ત આરબ અમીરાતમાં પણ રોકાશે, જ્યાં તેઓ ટોચના નેતાઓ સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

વિદેશમંત્રી પ્રથમ વખત ઇઝરાયલની મુલાકાતે 

વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે વિદેશ મંત્રી એસ જયશંકર 17 થી 21 ઓક્ટોબર દરમિયાન ઇઝરાયલની સત્તાવાર મુલાકાતે જશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, જયશંકર ઈઝરાયેલના વિદેશ મંત્રી યેર લેપિડના આમંત્રણ પર મુલાકાત લઈ રહ્યા છે. વિદેશ મંત્રી તરીકે જયશંકરની આ પ્રથમ ઇઝરાયલ મુલાકાત છે. આ દરમિયાન તેઓ યેર લેપિડ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

s jaishankar

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટરમાં ગુજરાતના જવાને શહાદત વ્હોરી

મેક ઇન ઇન્ડિયાને વેગ આપવામાં આવ્યો 

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જયશંકર તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગ, વડાપ્રધાન નફતાલી બેનેટ અને નેસેટ સંસદના સ્પીકર સાથે પણ મુલાકાત કરશે. ભારત અને ઇઝરાયલે જુલાઇ 2017 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક જોડાણમાં રૂપાંતરિત કર્યા હતા. મંત્રાલયે કહ્યું કે ત્યારથી બંને દેશોએ જ્ઞાન આધારિત જોડાણને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં ઇનોવેશન અને રિસર્ચ પર ભાર મુકવામાં આવી રહ્યો છે અને ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામને વેગ આપવામાં આવી રહ્યો છે.

પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલ લોકોને આપશે શ્રદ્ધાંજલિ 

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વિદેશ મંત્રી જયશંકર ઇઝરાયેલમાં ભારતીય સમુદાયના લોકો, ભારતીય વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ ટેકનોલોજી ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો સાથે પણ વાતચીત કરશે. જયશંકર તેમની મુલાકાત દરમિયાન, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આ વિસ્તારમાં પોતાનો જીવ આપનાર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે.

ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રી એસ જયશંકર રવિવારથી ઇઝરાયલની પાંચ દિવસની મુલાકાતે જશે, જ્યાં તેઓ દ્વિપક્ષીય સંબંધો પર ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. ઇઝરાયેલમાં નાફતાલી બેનેટની સરકાર રચાયા બાદ ભારત તરફથી આ પ્રથમ નોંધપાત્ર ઉચ્ચ સ્તરીય મુલાકાત રહેશે. ઇઝરાયલ જતા સમયે, જયશંકર સંયુક્ત આરબ અમીરાતમાં પણ રોકાશે, જ્યાં તેઓ ટોચના નેતાઓ સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjT&k news

No comments

leave a comment