Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝપીએમ મોદીની અમેરિકા મુલાકાત સફળ રહી: વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલા

પીએમ મોદીની અમેરિકા મુલાકાત સફળ રહી: વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલા

pm narendra modi, harshvardhan shringala
Share Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે.  અને તેઓ ભારત પરત ફર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન ઘણી મહત્વની બેઠકો કરી હતી. આ વખતની પીએમ મોદીની અમેરિકાની મુલાકાતનએ ખૂબ મહત્વની માનવામાં આવી હતી. સમગ્ર દેશની નજર આ પ્રવાસ પર સ્થિર હતી. ત્યારે પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ પૂર્ણ થતાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલા એ યુએસ પ્રવાસને સફળ પ્રવાસ ગણાવ્યો છે.

યુએસ અને પોર્ટુગલે ભારતના કાયમી સભ્યપદને આપ્યું સમર્થન 

અમેરિકાના પ્રવાસ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. અને તેની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ સમાપ્ત થયો છે. પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ સમાપ્ત થયા બાદ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યુએસ મુલાકાત સફળ રહી છે. તેમણે કહ્યું કે યુએસ અને પોર્ટુગલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે.

PM Modi Meets Joe Biden,pm narendra modi, harshvardhan shringala

આ પણ વાંચો:UNGA માં પીએમ મોદીએ નામ લીધા વગર પાકિસ્તાન પર સાધ્યું નિશાન

પીએમ મોદીની યુએસ મુલાકાત વ્યાપક અને ઉપયોગી રહી 

આ સિવાય વિદેશ સચિવે કહ્યું કે પ્રધાનમંત્રીની આ મુલાકાત વ્યાપક અને ઉપયોગી રહી હતી. જેમાં ઉચ્ચ સ્તરીય વાતચીત કરવામાં આવી હતી.  અફઘાનિસ્તાનના મુદ્દા પર તમામ નેતાઓના લક્ષ્યોને એકસાથે મૂકવામાં ક્વાડ બેઠક પણ સફળ રહી હતી. પ્રવાસના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. જેના પર હર્ષવર્ધન શ્રુંગલાએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ દરિયાઈ સુરક્ષાના મુદ્દાથી લઈને અફઘાનિસ્તાનના મુદ્દા સુધી પોતાની વાત રાખી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ અને આતંકવાદી હુમલાઓ ફેલાવવા માટે ન થવો જોઈએ તે સુનિશ્ચિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પીએમ મોદીએ H1B વિઝાનો મુદ્દો ઉઠાવ્યો

હર્ષવર્ધન શ્રુંગલાએ એમ પણ કહ્યું કે આ પ્રથમ વખત છે જ્યારે ભારત અથવા કોઈ પણ દેશ યુએનએસસીની દરિયાઈ સુરક્ષા પર ચર્ચાને સફળતાપૂર્વક આગળ લઈ ગયું છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ H1B વિઝાનો ઉલ્લેખ કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ H1B વિઝાનો મુદ્દો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સમક્ષ ઉઠાવ્યો છે. જો બાયડન સાથેની બેઠક દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ એ હકીકતનો ઉલ્લેખ કર્યો હતો કે અમેરિકામાં કામ કરતા ઘણા ભારતીય વ્યાવસાયિકો ત્યાં સામાજિક સુરક્ષામાં યોગદાન આપે છે.

પીએમ મોદીની મુલાકાત

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરથી અમેરિકા પ્રવાસ માટે રવાના થયા હતા. આ દરમ્યાન પીએમ મોદી ઘણા દિગ્ગજોને મળ્યા હતા. 24 સપ્ટેમ્બરના રોજ, પાંચ ટોચની કંપનીઓના સીઇઓ યુએસના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ બાદ પીએમ મોદી યુએસ પ્રમુખ જો બાયડનને મળ્યા હતા. આ દરમિયાન, ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બાયડને પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તે પહેલા પીએમ મોદીએ ક્વાડ મીટિંગમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે કહ્યું કે યુએસ પ્રેસિડેન્ટ જો બાયડને પ્રથમ ફિઝિકલ ક્વોડ સમિટની ઐતિહાસિક પહેલ કરી છે. 4 દિવસના યુએસ પ્રવાસ દરમિયાન આ વખતે મોદી જાદુ પણ જોવા મળ્યો હતો. વરસાદ હોવા છતાં લોકો ઉમટી પડ્યા હતા. એરપોર્ટ પર લોકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment