રાજ્યના વનવિભાગે (forest department) સાપ પકડવાનું કામ કરતી સંસ્થા અને સ્વંયસેવકો પર નિયંત્રણ લાવવા એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન જાહેર કર્યા બાદ સાપ પકડવાનું કામ કરતા લોકો અને સંસ્થાઓને રજીસ્ટ્રેશન કરાવવા વન વિભાગે અપીલ કરી છે. રાજ્યના દરેક જિલ્લાઓમાં સ્નેક રેસ્ક્યૂ કરનારા (forest department) વન વિભાગ પાસે રજીસ્ટ્રેશન કરાવવા આગળ વધતા નથી.
રજીસ્ટ્રેશન ન કરાવવા પાછળ સરકારે કેટલીક આકરી શરતો મુકી છે. સ્નેક રેસ્ક્યૂયર્સને આ શરતો સામે રોષ હોવાથી રજીસ્ટ્રેશન કરાવવા માટે આગળ આવતા નથી. રેસ્ક્યૂ કરનારાએ નવા નિયમ મુજબ વન વિભાગ પાસે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આવું ન કરી અને જો કોઈ રેસ્ક્યૂ કરે તો તેની સામે કાયદાકીય પ્રક્રિયા થઈ શકે છે.
File Image
કોઈ પણ ગામ કે શહેરમાં સાપ જોવા મળે તો સાપ પકડનારાને આ જીવનું જોખમ ખેડવા માટે બોલાવવામાં આવે છે. પરંતુ આવું જોખમી કામ કરનારા સ્વંયસેવક અને સંસ્થાઓને તાલીમ સાથે સુરક્ષા આપવાનાં બદલે વન તંત્રએ ગત માર્ચમાં એક પરિપત્ર બહાર પાડી ગાઈડ લાઈન જારી કરી છે અને સ્નેક રેસ્ક્યૂ કરનારાએ નવા નિયમ મુજબ (forest department) વન વિભાગ પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો કે નવા પરિપત્રમાં આકરી શરતો હોવાથી સ્નેક રેસ્ક્યૂ કરનારા નોંધણી માટે આગળ આવતા નથી. આ પરિપત્રને 6 મહિના જેવો સમય થઈ ગયો છતાં રાજ્યમાં સ્નેક રેસ્ક્યૂયર અને મોટા ભાગની સંસ્થાઓએ વન વિભાગ પાસે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી.
File Image
રાજ્યમાં સરિસૃપ પકડનારા સ્વયંસેવકો આશરે 4 હજાર જેટલા છે. કેટલાક NGOઓ પણ આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. (forest department) વન વિભાગે માર્ચમાં જે પરિપત્ર કર્યો છે તે મુજબ સાપ પકડવાનું કામ કરનાર વ્યકિતએ 10 લાખનો વીમો ઉતરાવ્યો હોવો જોઈએ. વિભાગ પાસે તાલીમ લઈને આઈકાર્ડ મેળવ્યું હશે તે જ સ્નેક રેસ્ક્યૂ કરી શકશે તેમ જ કોઈની પાસેથી રૂ. રપ૦થી વધુ રપિયા લઈ શકશે નહીં તેવી આકરી શરતો રાખી હોવાથી રજીસ્ટ્રેશન માટે કોઈ આગળ આવતુ નથી.
શા માટે સ્નેક રેસ્ક્યૂયર નથી કરાવતા રજીસ્ટ્રેશન
સાપ પકડનારા લોકો માટે છે કે, વીમા સહિતની કેટલીક શરતો હળવી કરવામાં આવે. સરકારે સ્નેક રેસ્ક્યૂયરને વીમો આપવો જોઈએ જ્યારે અહીંયા સરકાર ઉલટુ કામ કરી રહી છે. વીમો આપવાની જગ્યાએ સરકાર સ્નેક રેસ્ક્યૂયરને વીમો ઉતરાવવા આ પરીપત્રમાં જણાવે છે. સાપ પકડનારા લોકોમાં આવા નિયમો સામે રોષ જોવા મળી રહ્યો છે.
સાપ પકડવાનું કામ ધંધો બની જતા નિયંત્રણો મુકાયા
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સાપ પકડવાનું કામ એક ધંધો બની ગઈ ગયાની ફરિયાદો ઉઠી રહી હતી. કેટલાક સ્થળોએ સાપ પકડવાના રૂ. 500 થી 1000 લેવામાં આવી રહ્યાં હતાં.
આ પણ વાંચો : પાતાળમાંથી નીકળે છે પાતાળિયા દેડકા,આ પીળા રંગના દેડકા પાછળ કારણ શું ?
વન્યજીવ સંરક્ષણના કાયદામાં આવતા સાપ જેમ કે, રેડ સેન્ડ બોઆ. આવા સાપને વેંચી નાખવામાં આવતા હતા. કેટલાક સાપ વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ હેઠળની પ્રજાતીનાં હોવાથી તેને ઓથોરીટીની મંજુરી વિના પકડી શકાતા નથી. આવી ફરિયાદો એનજીઓ દ્વારા જ સરકારને કરવામાં આવતા વન તંત્રએ નવી ગાઈડ લાઈન જારી કરી આ પ્રકારની કામગીરી કરનારાએ રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનું જાહેર કર્યું હતું. જો કે કેટલીક આકરી શરતો રાખવામાં આવી છે તે હળવી કરવા રજુઆતો થઈ રહી છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4