Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeસ્ટાર્ટ અપભારતનું વિદેશી હૂંડિયામણ અનામત 611.89 અબજ ડોલરના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે

ભારતનું વિદેશી હૂંડિયામણ અનામત 611.89 અબજ ડોલરના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે

India's forex reserves rise by $1.88 billion to record high of $611.89 billion
Share Now

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટ એક બાદ એક નવા આયામો સર કરી રહ્યું છે. શેરબજારમાં રોજબરોજ નવા ઓલટાઈમ હાઈ બની રહ્યાં છે. રીટેલની સાથે ભારતીય સંસ્થાગત રોકાણકારોની અવિરત ખરીદીની સાથે વિદેશી રોકાણકારોના પણ અવિરત નાણાં પ્રવાહને પગલે રૂપિયો પણ ડોલર સહિતની અનેક કરન્સી સામે ટકી રહ્યો છે. આ સિવાય ફોરેન ઈન્સટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ(FII)ના મસમોટા રોકાણને કારણે ભારતના કુલ વિદેશી હૂંડિયામણ અનામત(forex reserves)માં વધારો જોવા મળી રહ્યો છે.

ભારતના ફોરેન એક્સચેન્જ રીઝર્વમં 9મી જુલાઈના રોજ પુરા થતા સપ્તાહે 1.883 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે અને કુલ અનામત ભંડોળ 611.895 અબજ ડોલરના વિક્રમી સ્તરે પહોંચ્યું છે.

RBI તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે 2જી જુલાઈના રોજ સમાપ્ત થતા અઠવાડિયામાં ફોરેક્સ રિઝર્વ(forex reserves) 1.013 અબજ ડોલરના વધારે સાથે 610.012 અબજ ડોલરના ઓલટાઈમ હાઇ પર પહોંચ્યું હતુ.

India forex reserves

Forex Reservesનો વધારો FCAને આભારી

RBIના સાપ્તાહિક આંકડા પ્રમાણે 9મી જુલાઈના સપ્તાહે ફોરેન કરન્સી એસેટ્સમાં નોંધપાત્ર વધારાના કારણે વિદેશ હુંડિયામણ(forex reserves)માં આ વધારો થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન FCA 1.297 અરબ ડોલરના વધારા સાથે 568.285 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયો છે.

ફોરેન કરન્સી એસેટ્સમાં વિદેશી હૂંડિયામણમાં જમા યૂરો, પાઉન્ડ અને યેન જેવી બિન અમેરીકન કરન્સીમાં ભાવ તેજી કે અવમુલ્યનના પ્રભાવને સામેલ કરવામાં આવે છે. FCAને ડોલરના ટર્મમાં દર્શાવવામાં આવે છે.

આ પણ વાંચો : બૂસ્ટર ડોઝ કેટલો જરૂરી છે ?

આ મુલ્યાંકન અઠવાડિયામાં સોનાનો ભંડાર 5.84 કરોડ ડોલરના વધારા સાથે 36.956 અબજ ડોલર થયું છે.

IMF પાસેના રીઝર્વમાં પણ વધારો

આરબીઆઈના રીપોર્ટ અનુસાર આ weekમાં IMF પાસે રહેલ સ્પેશયલ ડ્રોઈંગ રાઈટ્સ 1.547 અબજ ડોલરના લેવલે સ્થિર રહ્યું છે.

આ સિવાય IMF પાસે રહેલ રીઝર્વ પોઝીશન 30 લાખ ડોલર વધીને 5.107 અબજ ડોલરન પર પહોંચ્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment