Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝઅફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી બન્યા ડિલિવરી બોય, સાયકલ પર જર્મનીમાં ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે પીઝા

અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી બન્યા ડિલિવરી બોય, સાયકલ પર જર્મનીમાં ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે પીઝા

Sayed Ahmad Shah Sadat,afghanistan,taliban,kabul,germany
Share Now

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ સામાન્ય નાગરિકો સહિત મોટા રાજકારણીઓ અને મંત્રીઓ પણ દેશ છોડીને ભાગી ગયા છે. રાષ્ટ્રપતિ અશરફ ગની પણ હાલમાં યુએઈના શરણમાં છે. ઘણા રાજકારણીઓ હવે સામાન્ય લોકોની જેમ જીવવા માટે મજબૂર બન્યા છે. જોકે આજે અમે તમને અફઘાનિસ્તાનના પૂર્વ સંચાર મંત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અફઘાનિસ્તાનના પૂર્વ સંચાર મંત્રીની એક એવી તસવીર સામે આવી છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.  અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી સૈયદ અહમદ શાહ સાદાતે(Sayed Ahmad Shah Sadat) જર્મનીના લીપઝિગ શહેરમાં આશરો લીધો છે, સૈયદ અહેમદ છેલ્લા 2 મહિનાથી અહીં પિઝા ડિલિવરી બોય(Pizza delivery boy) તરીકે કામ કરી રહ્યો છે. જેઓ એક સમયે સૂટ-બૂટ પહેરતા હતા અને જેમની આસપાસ સુરક્ષા રહેતી હતી. પરંતુ હાલ પરિસ્થિતિ એટલી બદલાઈ ગઈ છે કે હવે તેઓ પિઝા ડિલિવરીનું કામ કરતા જોવા મળે છે

લેફરેન્ડો નેટવર્ક માટે કરી રહ્યા છે કામ

જર્મન મીડિયાના અહેવાલો અનુસાર, સાદાત હવે જર્મનીના ‘લેફરેન્ડો નેટવર્ક’ માટે કામ કરી રહ્યા છે. અને તે જર્મન શહેર લેપઝિગમાં લોકોને સાયકલ દ્વારા પિઝા પહોંચાડે છે. તેમની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ(Social media viral) તગાઈ છે. ત્યારે તસવીર જોઈને એ માનવું મુશ્કેલ છે કે એક સમયે સૂટ બૂટમાં રહેતા સૈયદ અહેમદ શાહ સાદાતને આજે પિઝા આપવાની ફરજ પડી છે.

Sayed Ahmad Shah Sadat,afghanistan,taliban,kabul,germany

આ પણ વાંચો:OBC ક્રીમી લેયર પર SC નો મોટો નિર્ણય

નસીબે છોડ્યો સાથ 

એક જાણીતી ન્યૂઝ એજન્સીએ આપેલ માહિતી અનુસાર, સૈયદ અહેમદ શાહ સાદાત(Sayed Ahmad Shah Sadat) ડિસેમ્બર 2020 માં કાબુલ છોડીને જર્મની ભાગી ગયા હતા. તેઓ ખૂબ શિક્ષિત છે, તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી કમ્યુનિકેશનમાં એમએસસી કર્યું છે. તેઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પણ છે. સૈયદ અહમદ શાહ સાદાત  વિશ્વના 13 મોટા શહેરોમાં 23 વર્ષથી વિવિધ પ્રકારના કામ કર્યા છે. પરંતુ કદાચ દેશ છોડ્યો તો નસીબે પણ તેમનો સાથ છોડી દીધો હોય તેમ લાગી રહ્યું છે. આટલું શિક્ષણ મેળવ્યા પછી પણ તેમણે ઘરે -ઘરે પીઝા પહોંચાડવાની ફરજ પડે છે.

જર્મન ભાષા શીખવા માટે કરે છે આ કામ 

સૈયદ અહેમદ શાહ સાદાતે(Sayed Ahmad Shah Sadat) એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે શરૂઆતના દિવસોમાં મને આ શહેરમાં રહેવા માટે કોઈ કામ મળતું ન હતું, કારણ કે હું જર્મન ભાષા જાણતો નથી. હાલમાં હું માત્ર જર્મન ભાષા શીખવા માટે પિઝા ડિલિવરીની જોબ કરી રહ્યો છું. આ નોકરી દ્વારા, હું શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યો છું અને લોકોને મળી રહ્યો છું, જેથી આગામી દિવસોમાં હું મારી જાતને ઇમ્પ્રુવ કરી શકું અને બીજી નોકરી મેળવી શકું.

2018 માં હતા કેબિનેટ મંત્રી 

સૈયદ અહેમદ શાહ સાદાતે(Sayed Ahmad Shah Sadat) ગયા વર્ષે અફઘાનિસ્તાન(Afghanistan) મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ વર્ષ 2018 થી કેબિનેટ મંત્રી હતા પરંતુ તેઓ અફઘાનિસ્તાનની ગની સરકારમાં તેમને કઈ ખાસ અનુકૂળ આવ્યું નથી. અને ત્યારબાદ વર્ષ 2020 માં તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. રાજીનામું આપ્યા બાદ તેઓ જર્મની ગયા હતા. આ પહેલા, તેમણે 2005 થી 2013 દરમિયાન અફઘાનિસ્તાનમાં સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી મંત્રીના મુખ્ય તકનીકી સલાહકાર સહિત અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. સાદાતે 2016 થી 2017 સુધી લંડનમાં એરિયાના ટેલિકોમના સીઈઓ તરીકે પણ સેવા આપી હતી.

અફઘાનિસ્તાનમાં હાલત ખરાબ 

તમને જણાવી દઈએ કે તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાનમાં બેંકિંગ અને આરોગ્ય સેવાઓ ખરાબ હાલતમાં છે. એટીએમ ખાલી છે. ખાવા -પીવાની દરેક આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ત્રણ ગણા વધી ગયા છે. મોટી સંખ્યામાં મહિલા નર્સો કામ પર પરત આવી નથી. WHO એ કહ્યું છે કે કાબુલ એરપોર્ટ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે 500 ટનથી વધુ તબીબી પુરવઠો અફઘાનિસ્તાન પહોંચી રહ્યો નથી.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment