મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) ની ગત્ત મોડી રાત્રે લગભગ એક વાગે ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડની સૂચના ઇડી (ED) ના અધિકારીઓએ જ આપી છે. ઇડી (ED) ના અધિકારીઓએ તરફથી મળતી માહિતી મુજબ, અનિલ દેશમુખ (Anil Deshmukh) ની બળજબરીપૂર્વક વસૂલી અને મની લોન્ડ્રીંગના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
Former Maharashtra Home Minister Anil Deshmukh arrested in connection with extortion and money laundering allegations against him: ED officials
(file photo) pic.twitter.com/uVLEBNk8kL
— ANI (@ANI) November 1, 2021
Anil Deshmukh પુછપરછમાં સહયોગ નથી આપી રહ્યાં
આ પહેલાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ઇડી (ED) તરફથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ સમન્સ મોકલવા છતાં અનિલ દેશમુખ હાજર રહેતા નહતા અને તેમના વકીલ ઇડીની ઓફીસ પહોંચતા હતા. જ્યાં તેમની દલીલ હતી કે, તેઓની ઉંમર છે અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસના પગલે તેઓ હાજર રહી શકતા નથી. ઇડી તરફથી મળતી માહિતી અનુસાર અનિલ દેશમુખ પૂછપરછમાં સહયોગ કરતા નહતા. આજે મંગળવારે અનિલ દેશમુખ (Anil Deshmukh) ને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સમાચાર એજન્સી અનુસાર અનિલ દેશમુખના વકીલે કહ્યું કે, કરોડો રૂપિયા સાથે જોડાયેલા આ કેસની તપાસમાં અમે સહયોગ કરી રહ્યા છીએ. આજે મંગળવારે જે સમયે કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે તો અમે તેમના રિમાન્ડનો વિરોધ કરીશું.
આ પણ વાંચો: અખિલેશ યાદવની મોટી જાહેરાત, આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડે
ઇડીએ સ્પષ્ટ કહ્યું છે કે, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી તપાસમાં સહયોગ કરી રહ્યા નહતા. એટલા માટે તેમની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ પોતાના વકીલ (Advocate)સાથે સવારે દક્ષિણ મુંબઇના બલાર્ડ એસ્ટેટ વિસ્તાર ખાતે આવેલી એજન્સી પહોંચ્યા હતા. ઇડીના અધિકારી સતત તેમની સાથે પૂછપરછ કરી રહ્યા હતા અને કેસ સંબંધિત જાણકારી એકઠી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જણાવી દઇએ કે 100 કરોડના વસૂલીના આરોપોના કારણે અનિલ દેશમુખે ગત્ત એપ્રિલમાં રાજીનામું આપવું પડ્યું હતું.
વિજય સુવાડાની ધરપકડ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4