Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝઅફઘાનિસ્તાન : પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાઇ તાલિબાનમાં જોડાયા!

અફઘાનિસ્તાન : પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાઇ તાલિબાનમાં જોડાયા!

Share Now

અફઘાનિસ્તાન (Afghanistan)હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યુ છે. કાબુલ (Kabul)પર કબજા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગની (President Ashraf Ghani)દેશ છોડીને નાશી ગયા છે. લડાઇ લડ્યા વિના સરકારે (Government)હથિયાર હાર માની લેતા આજે તાલિબાન (Taliban)નું રાજ થયુ છે. આ વચ્ચે રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અશરફ ગનીનો ભાઇ હશમત ગની અહમદ્દજઇએ તાલિબાન (Taliban) સાથે હાથ મિલાવ્યો છે.

રિપોર્ટ મુજબ કુચિસના ગ્રાન્ડ કાઉન્સિલના પ્રમુખ હશમત ગની અહમદ્દજઇએ તાલિબાન નેતા ખલીલ ઉર રહમાન અને મુફ્તી મહમૂદ જાકિરની ઉપસ્થિતિમાં આતંકી (Terror)ઓ સાથે હોવાની જાહેરાત કરી છે. જણાવી દઇએ કે તાલિબાન (Taliban)ના કબજા બાદ અફઘાનિસ્તાનથી નાશી છુટેલા પૂર્વ રાષ્ટ્રપતિ હવે પોતાના પરિવાર સાથે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં વસવાટ કરી રહ્યા છે.

ગનીના ભાઇએ તાલિબાનને સમર્થન આપ્યુ

ખુદને અફઘાનિસ્તાન (Afghanistan)ના જણાવનારા શખ્સ મુહમ્મદ જલાલે તાલિબાન નેતાઓ સાથે અશરફ ગનીના ભાઇના ટ્વિટર પર વીડિયો અપલોડ કર્યો છે. મુહમ્મદ જલાલે દાવો કર્યો છે કે, અશરફ ગનીના ભાઇ તાલિબાનમાં સામેલ થયા છે. તેઓએ અલહજ ખલીલ ઉર રહમાન હક્કાની સાથે મુલાકાત બાદ સમર્થન આપવાનો દાવો કર્યો છે.  

ઉલ્લેખનિય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની ચાર દિવસ પહેલા કાબુલથી નાશી ગયા હતા. અફઘાનિસ્તાનથી નિકળ્યા બાદ અશરફ ગનીએ યૂએઇની રાજધાની અબૂ ધાબીમાં વસવાટ કર્યો છે. ગનીએ પહેલા તજાકિસ્તાન જવાની કોશિશ કરી હતી, પરંતુ તેના પ્લેનને ત્યાં ઉતરવાની મંજૂરી આપવામાં આવી નહતી. પૂર્વ રાષ્ટ્રપતિ ગની દેશથી નાશી અને પોતાનો બચાવ કરતા કહ્યુ કે તેની પાસે બીજો કોઇ વિકલ્પ નહતો.  

કાબુલમાં થયુ શું હતુ?

ઉલ્લેખનિય છે કે 15 ઓગષ્ટના રોજ તાલિબાને (Taliban) કાબુલ (Kabul)પર પણ કબજો જમાવી લીધો હતો. ત્યારબાદ લોકો જીવ બચાવવા માટે એરપોર્ટ (Airport)પર પહોંચી ગયા હતા. અફરાતફરીમાં કેટલાક લોકો ત્યાં કાબુલ એરપોર્ટ પર ઉડાન ભરી રહેલા અમેરિકન પ્લેનની ઉપર ચઢી ગયા હતા. જે વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે કેટલાક લોકો રન વે પર પ્લેનની આગળ દોડી રહ્યા છે તો કેટલાક લોકો પ્લેનમાં લટકી રહ્યા છે. તે દરમિયાન અન્ય કેટલાક લોકો પ્લેન સાથે સાથે દોડતા નજરે ચડી રહ્યા છે.

સી-17 કાર્ગો પ્લેન (Plane)ના લેન્ડિંગ ગિયરમાં માનવ શરીરના કેટલાક હિસ્સા મળી આવ્યા છે. અમેરિકી એયરફોર્સે પ્લેનના વ્હીલ વેલમાં માનવ શરીરનો કેટલોક હિસ્સો મળી આવ્યાની જાહેરાત કરતા કહ્યુ હતુ કે આ મામલાને લઇને તપાસ હાથ ધરવામાં આવશે. પરંતુ તેમને એ માહિતી શેર નથી કરી કે કેટલા લોકોના મોત નિપજ્યા છે.

અમેરિકી વાયુસેના (Air force)નું કહેવુ છે કે તેનુ પ્લેન જ્યારે કાબુલ  એરપોર્ટ પર ઉતર્યુ ત્યારે કેટલાક અફઘાન નાગરિકોએ તેને ઘેરી લીધુ હતુ. પ્લેનની તમામ બાજુ પરિસ્થિતિ અત્યંત ખરાબ થઇ ગઇ હતી. તેવામાં સી-17 પ્લેનના પાઇલટે તુરંત એરપોર્ટ પરથી નિકળવાનો નિર્ણય લીધો હતો.

મહિલા અને બાળકો પર હુમલો કર્યો

કાબુલથી સામે આવેલા કેટલાક ફોટોમાં દેખાઇ રહ્યુ છે કે તાલિબાને દેશ છોડવા જઇ રહેલી કેટલીક મહિલાઓ (Women)અને બાળકો (child) પર ઘાતક હુમલો કર્યો હતો. તાલિબાની લડવૈયાઓએ ભીડને પરત મોકલવા ફાયરીંગ પણ કર્યુ હતુ. એક રિપોર્ટ મુજબ તાલિબાનોના આ હુમલા (Attack)માં ઘણા લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ તાલિબાનો (Taliban)ના લડવૈયાઓ કાબુલ (Kabul)અને અન્ય સ્થાનો પર ફરી રહ્યા છે અને પૂર્વ સરકારી કર્મીઓની શોધમાં છે. તે દરમિયાન તે કેટલાક સ્થાનો પર ફાયરિંગ પણ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ તાલિબાને તખર પ્રાંતમાં એક મહિલા (Women)ની એટલે હત્યા કરી કે બહાર નિકળ્યા સમયે તેને માથા પર કઇ ઓઢ્યુ નહતુ.

તાલિબાને પ્રેસ કોન્ફરન્સ સંબોધી

અફઘાનિસ્તાન પર સંપૂર્ણ કબજો કર્યા બાદ તાલિબાન (Taliban)પ્રથમ વખત સત્તાવાર રીતે મીડિયા સામે આવ્યા હતા. તાલિબાન પ્રવક્તાએ દેશના તમામ સમુદાયો સાથે મળીને સરકાર બનાવવા અંગેની વાત કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ડોક્ટર અબ્દુલ્લા, હિકમત્યાર અને હામિદ કરઝાઈના સંપર્કમાં છે, તો તાલિબાનના પ્રવક્તાએ જવાબ આપતા કહ્યું હતુ કે, અમે ટૂંક સમયમાં જ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરીશું જેમાં અમે દરેકનો શક્ય બને એ રીતે સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. હાલમાં પણ અમે શક્ય પ્રયાસો કરી અને સંપર્ક કરી રહ્યા છીએ. અમે અમારા તમામ પ્રયાસ કરીશું કે તમામ અફઘાન સામેલ થાય. કોઈને છોડવામાં નહીં આવે. જે કોઈ દેશની સેવા કરવા માગે છે તેને અવગણવામાં આવશે નહીં. ટૂંક સમયમાં સરકાર (Government) જાહેરાત કરશે અને સમસ્યાઓ સમાપ્ત થશે.

કાયદો વ્યવસ્થા

કાયદો અને વ્યવસ્થાને લઇને તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે, તાલિબાનની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા બનાવવાની છે. ત્યારબાદ લોકો શાંતિથી રહી શકશે. કોઈ તમને નુકસાન નહીં કરે. કોઈ તમારા દરવાજા નહીં ખટખટાવે.

વિદેશી સુરક્ષા દળો (Force) સાથે કામ કરતા ઠેકેદારો અને અનુવાદકો વિશેના પ્રશ્નના જવાબમાં ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે, અમે કોઈનો બદલો લેવા જઈ રહ્યા નથી. અમે નથી ઈચ્છતા કે અફઘાનિસ્તાન (Afghanistan)માં ઉછરેલા યુવાનો (Youth) દેશને છોડી જાય. તેઓ અમારી સંપત્તિ છે. કોઈ તેમના દરવાજા ખટખટાવશે અને તેમને પૂછશે કે તેઓ શું માટે કામ કરી રહ્યા છે. આવા લોકો આપણા શાસનમાં સુરક્ષિત રહેશે. કોઈની પૂછપરછ કે પીછો કરવામાં નહીં આવે.

મહિલાના અધિકાર પર પણ વાત કરી 

તાલિબાન (Taliban)ના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે મહિલા અધિકારો અંગેના સવાલના જવાબ આપતા જણાવ્યું હતું કે, અમે અમારી વ્યવસ્થામાં મહિલાઓને કામ કરવા અને અભ્યાસ કરવાની છૂટ આપવા જઈ રહ્યા છીએ. મહિલાઓ હવે આપણા સમાજ અને અમારા માળખામાં ખૂબ જ સક્રિય બનવા જઈ રહી છે.

મુજાહિદે કહ્યું કે, અમે શરિયા વ્યવસ્થા હેઠળ મહિલા (Woman)ઓના અધિકારો નક્કી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. મહિલાઓ અમારી સાથે જ કામ કરવા જઈ રહી છે. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને ખાતરી આપવા માગીએ છીએ કે તેમની સાથે કોણ પણ રીતે ભેદભાવ કરવામાં આવશે નહીં.

તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે શરિયા કાયદા હેઠળ મહિલા (Women)ઓને અધિકારો અને સ્વતંત્રતા આપવામાં આવશે. મહિલાઓ આરોગ્ય ક્ષેત્ર અને શાળાઓમાં કામ કરી શકશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું મહિલાઓ પણ મીડિયામાં કામ કરી શકશે? આ સવાલનો પ્રવક્તાએ ફરી ફરીને જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે, જ્યારે તાલિબાન સરકાર (Government) રચાશે, ત્યારે તે સ્પષ્ટપણે જણાવવામાં આવશે કે શરિયા કાયદા અનુસાર કઈ છૂટ મળશે.

નાગરિક કે સેના વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે

ઉલ્લેખનિય છે કે તાલિબાને એક નિવેદન બહાર પાડતા કહ્યુ હતુ કે તે જબરદસ્તીથી કાબુલમાં પ્રવેશ નહીં કરે. તાલિબાને એ પણ વચન આપ્યુ હતુ કે કોઇ પણ નાગરિક અથવા સેના (Force) વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે

તાલિબાનોએ સરકારી કર્મી અને સેનાને માફ કરી

નોંધનીય છે કે તાલિબાને જણાવતા કહ્યુ કે, અમારો ઇરાદો કોઇ સાથે બદલો લેવાનો નથી. કાબુલામાં સરકારી નોકરી કરનારા કર્મીઓ અને સેના (Force)ને અમે માફ કરી દીધા છે અને તે તમામ સુરક્ષિત છે. કોઇ પણ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે. તમામ આપણા જ દેશના છે.

લોકો દેશ છોડવાની કોશિશ ન કરે

તાલિબાને પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું હતુ કે, તમામ લોકો ઘર પર જ રહે અને દેશ છોડવાની કોશિશ ન કરે. અમે ઇચ્છી રહ્યા છે કે તમામ અફઘાની પોતાને ભવિષ્યના ઇસ્લામી વ્યવસ્થામાં એક જવાબદાર સરકારને જોવે.

આ પણ વાંચો:  અફઘાનિસ્તાન : કાબુલ છોડવાની કોશિશમાં પ્લેનમાંથી પટકાતા નેશનલ ફુટબોલરનું મોત

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment