કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહની તબિયત લથડતા તેમને AIIMS ખાતે દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને તાવ અને અશક્તિની ફરિયાદ હતી, ત્યારબાદ હાલ તેમની સારવાર એઈમ્સમાં ચાલી રહી છે. ગત્ત સાંજના એઈમ્સના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તેમની તબિયત હવે સ્થિર છે. તેમને તાવની સમસ્યા હોવાથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Former Prime Minister Dr. Manmohan Singh admitted to All India Institute of Medical Sciences, Delhi for evaluation of fever; his condition is stable: AIIMS officials
— ANI (@ANI) October 13, 2021
મનમોહન સિંહ (Manmohan Singh) છે રાજ્યસભા સભ્ય
જણાવી દઇએ કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હાલ રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. 2004થી 2014 સુધી તેઓ દેશના પ્રધાનમંત્રી પણ રહી ચૂક્યા છે. મહત્વની વાત તો એ છે કે, પૂર્વ વડાપ્રધાનની તપાસ માટે દિલ્હીની એઈમ્સની મેડિકલ બોર્ડનું ગઠન કરવામાં આવ્યું છે. જેની અધ્યક્ષતા એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા કરી રહ્યા છે.
આ પણ વાંચો: PM મોદીના સલાહકાર તરીકે પૂર્વ IAS અમિત ખરેની નિમણૂક
પૂર્વ વડાપ્રધાન આ પહેલા થયા હતા કોરોના સંક્રમિત
ઉલ્લેખનિય છે કે, ગત્ત 19 એપ્રિલના રોજ પૂર્વ વસડાપ્રધાન મનમોહન સિંહ કોરોના વાઈરસથી સંક્રમિત થયા હતા. તે દરમિયાન તેમને એઈમ્સ ખાતે ભરતી કરવામાં આવ્યા હતા. દસ દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પૂર્વ પીએમ મનમોહન સિંહના કોરોના સંક્રમિત થવામાં ખાસ વાત એ રહી હતી કે ભારત બાયોટેકની કોવેક્સિનના બંને ડોઝ આપ્યા હોવા છતાં પણ તેઓ સંક્રમિત થયા હતા.
Manmohan Singh ને અન્ય પણ બીમારી છે
ડૉ.મનમોહન સિંહને આ સિવાય ડાયાબિટીસની પણ બીમારી છે. તો તેમની બે બાઈપાસ સર્જરી પણ થઈ ચૂકી છે. ગત વર્ષ દવાના રિએક્શનના કારણે પણ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
UNGA માં PM મોદીનું સંબોધન જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4