પંજાબ કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો હતો. પંજાબની રાજનીતિ ગરમાઈ છે કારણકે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. અમરિંદર સિંહે પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા એક પત્રમાં પોતાનું રાજીનામું આપ્યું છે. આ સાથે કેપ્ટન અમરિંદર સિંહે આજે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી દીધી છે. કેપ્ટન અમરિંદરે ‘પંજાબ લોક કોંગ્રેસ’ નામથી પોતાની નવી પાર્ટી બનાવી છે.
કેપ્ટન અમરિન્દરે નવી પાર્ટીનું નામ જાહેર કર્યું
I have today sent my resignation to @INCIndia President Ms Sonia Gandhi ji, listing my reasons for the resignation.
‘Punjab Lok Congress’ is the name of the new party. The registration is pending approval with the @ECISVEEP. The party symbol will be approved later. pic.twitter.com/Ha7f5HKouq
— Capt.Amarinder Singh (@capt_amarinder) November 2, 2021
કેપ્ટન અમરિન્દરે તેમની નવી પાર્ટીની જાહેરાત કરી હતી. તેમણે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માં તેમની પાર્ટી સાથે ચૂંટણી લડશે. તેમણે પોતાની પાર્ટીનું નામ પંજાબ લોક કોંગ્રેસ રાખ્યું છે. પંજાબ લોક કોંગ્રેસ રાજ્યની તમામ બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખે તેવી સંભાવના છે. કેપ્ટન અમરિન્દરે પહેલેથી જ તેનો સંકેત આપ્યો હતો.
સોનિયા ગાંધીને રાજીનામું આપતા સિદ્ધુ પર સાધ્યું નિશાન
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની સાથે મતભેદ બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપનાર કેપ્ટન અમરિંદર સિંહે પાછલા મહિને પોતાના નવા દાંવ પરથી સસ્પેન્સ હટાવતા કહ્યુ હતુ કે તે જલદી નવી પાર્ટી બનાવશે. આ સાથે તેમણે સંકેત આપ્યો કે, પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપની સાથે સાથે અલાકીથી અલગ થયેલા સમાન વિચારવાળા દળો સાથે ગઠબંધન કરશે. પરંતુ અમરિંદરે સ્પષ્ટ કર્યુ કે, ભાજપ સાથે ગઠબંધન કૃષિ કાયદાના મુદ્દે સંતોષજનક સમાધાન પર નિર્ભર કરશે.
આ પણ વાંચો : કેપ્ટન વિરાટના સપોર્ટમાં આવ્યા રાહુલ ગાંધી, કોહલીને હિમ્મત આપતા શું કહ્યું રાહુલ ગાંધીએ ???
જ્યાં જ્યાં સિદ્ધૂ લડશે, ત્યાં લડીશું અમે-નવી પાર્ટીની જાહેરાત બાદ અમરિન્દરે કહ્યું
નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીની રચનાની જાહેરાત બાદ કેપ્ટન અમરિન્દરે જણાવ્યું કે જ્યાં જ્યાં સિદ્ધૂ લડશે, ત્યાં ત્યાં લડીશું અમે. અમરિન્દર પહેલેથી જ ભાજપ સાથે ગઠબંધન કરવાનો સંકેત આપી ચૂક્યા છે.
પંજાબ કોંગ્રેસમાં સૌથી મોટો જાતકો લાગ્યો છે. કેપ્ટિનની નવી પાર્ટીની જાહેરાતથી અનેક રાજકીય સમીકરણો બહાર આવી રહ્યા છે. ભાજપ સાથે પણ ગઢબંધન કરી શકે છે. છેલ્લા ઘણા સમયથી પંજાબમાં સિદ્ધુ અને અમરિન્દર વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હતો. ત્યારે પંજાબ કોંગ્રેસ સામે અમરિંદરની નવી પાર્ટી બાજી મારશે કે કેમ તે જોવું રહ્યું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4