Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeનેચર & વાઈલ્ડ લાઈફનર્મદા જિલ્લામાંથી 7 વર્ષ બાદ અતિ દુર્લભ સાપ મળ્યો,જાણો સાપની ખાસિયત

નર્મદા જિલ્લામાંથી 7 વર્ષ બાદ અતિ દુર્લભ સાપ મળ્યો,જાણો સાપની ખાસિયત

forsten cat snake
Share Now

નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સરીસૃપો જોવા મળી રહ્યા છે. ત્યારે કેવડિયાના શૂલપાણેશ્વર મહાદેવના મંદિર નજીકથી રેર કહી શકાય એવો (forsten cat snake) ફોરેસ્ટન કેટ સાપ જોવા મળ્યો. નર્મદા જિલ્લાની રેસ્ક્યૂયરની ટીમને સાત વર્ષ બાદ દુર્લભ કહી શકાય એવો (forsten cat snake) ફોરેસ્ટન કેટ સ્નેક મળ્યો છે.

forestan cat snake

નર્મદા જિલ્લાની ફ્રેંડ્સ ઓફ એનિમલ્સની રેસ્ક્યૂ ટીમ દ્વારા સુરક્ષિત રીતે સાપને જંગલમાં છોડી મુકવામાં આવ્યો છે. એ ઉપરાંત વધુ એક ભારતનો સૌથી વધુ ઝેરી ગણાતો ક્રેટ પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લો પ્રકૃતીથી ભરપૂર છે. અહીં સાપોની લુપ્ત થઈ રહેલી પ્રજાતિની સાથે ઘણી દુર્લભ ગણાતી જાતિઓ પણ જોવા મળે છે. જે પૂરા ગુજરાતમા પણ બહુ ઓછી સંખ્યામાં નોંધાયેલી હોય છે.આવો જ એક દુર્લભ સાપ એટલે (forsten cat snake) ફોરેસ્ટન કેટ સ્નેક.

મોડી રાત્રે કેવડિયા ખાતે આવેલા શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના દાદરનું કામકાજ ચાલી રહ્યુ હતું. એકાએક આશરે ચારથી પાંચ ફૂટનો બ્રાઉન રંગનો સાપ આવી ચડતા ત્યાંના હાજર સિક્યુરિટી ગાર્ડ સાપ જોઈને ડરી જતા બૂમાબૂમ કરી મૂકી હતી. જે બાદ આજુબાજુના સ્થાનિકો દોડી આવ્યા હતા. અને આ સાપને જોવા લોકો ઉમટી પડ્યા હતા.

જોકે ગોરા ગામના રહેવાસી તડવી પીન્ટુ ભાઈએ તાત્કાલિક આ વાતની જાણ નર્મદા જિલ્લાની ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ ટીમને કરી હતી. જાણ કરતાં રેસ્ક્યૂ ટીમના સદસ્યો તડવી અજય અને તડવી મુન્નાભાઈ રેસ્ક્યૂ સ્થળે દોડી આવ્યા હતા. આ સ્થળે પહોચીંને જોયું તો એક અલગ જ પ્રકારનો સાપ જોવા મળ્યો હતો. આજથી સાત વર્ષ પહેલા ગોરા ગામથી નજીક એક કિલોમીટરના અંતરે વસંતપૂરા ગામમાંથી સપ્ટેમ્બર 2015માં આજ જાતિનો 2 ફૂટનો સાપ આ ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતો. 2015 પછી 2021માં ફરી એક વાર નર્મદા જિલ્લામાં આ ટીમને આ સાપ જોવા મળ્યો.

forestan cat snake

માઉન્ટેન ટ્રિન્કેટ, બ્રાઉન વાઈન અને (forsten cat snake) ફોરેસ્ટન કેટ સ્નેક જેવા સાપો પુરા ગુજરાતમાં દુર્લભ રીતે જોવા મળે છે. રેસ્ક્યૂ ટીમે આ સાપનું રેસ્ક્યૂ કરી સલામત જગ્યાએ છોડી મુક્યો હતો. આ સાપ નિશાચર હોય છે માટે રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે. તેનો મુખ્ય ખોરાક ગરોળી,કાચિંડા,પક્ષીઓ, ઉંદર અને નાના સસ્તન પ્રાણીઓ છે.

આ પણ વાંચો : વિશ્વનો સૌથી નાનો વાંદરો, કેમ ઓછી થઈ રહી છે આ વાંદરાની વસ્તી

રેસ્ક્યૂયર્સના મતે આ સાપ ખુબ આક્રમક હોય છે. જ્યારે તે આક્રમક થાય છે ત્યારે શરીરના ભાગને વાળીને આગળ તરફ આખું શરીર સ્ફૂર્તિથી ફેંકે છે. ક્યારેક નાગની જેમ ફૂંફાડા પણ મારે છે.  ફોરેસ્ટન કેટ સ્નેક સાપના મોઢાના અંદરના ભાગમાં બે નાના વિષદંત હોય છે. જ્યાંથી એ ઝેરનો સ્ત્રાવ કરે છે.  આ સાપ આંશિક ઝેરી હોય છે. જો કે આ ઝેર મનુષ્ય માટે ઘાતક હોતુ નથી. આ ઝેર માત્રને માત્ર નાના કીટકો,પક્ષીઓ અને નાના સ્તનધારીઓને અસર કરે છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment