Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeડિફેન્સChhattisgarh: સુકમા કેમ્પમાં CRPFના જવાને સાથી જવાનો પર કર્યું ફાયરિંગ, 4 જવાન શહીદ, 3 ઘાયલ

Chhattisgarh: સુકમા કેમ્પમાં CRPFના જવાને સાથી જવાનો પર કર્યું ફાયરિંગ, 4 જવાન શહીદ, 3 ઘાયલ

Chhattisgarh
Share Now

છત્તીસગઢ (Chhattisgarh)ના સુકમામાં સીઆરપીએફ (CRPF) 50 બટાલિયનના જવાનો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક જવાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ (Firing)માં 4 જવાન મોતને ભેટ્યા છે, જ્યારે અન્ય 3 જવાન ઘાયલ થયા છે. ઘાયલ તમામ જવાનોને સારવાર અર્થે હોસ્પિટલ (Hospital)ખાતે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે CRPF જવાન રિતેશ રંજને સાથી જવાનો પર ફાયરિંગ કર્યું હતું. મોડી રાત્રે ગોળીબાર થતાં અફરાતફરી મચી ગઇ હતી. ગોળીબારીની ઘટનાના પગલે અન્ય જવાનો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ અધિકારીઓને આ ઘટના બાબતે જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: J&K: LOC પર લેન્ડમાઈન બ્લાસ્ટ, નૌશેરામાં પેટ્રોલિંગ કરી રહેલા લેફ્ટનન્ટ સહિત બે જવાન શહીદ

મળતી માહિતી મુજબ, સીઆરપીએફ (CRPF) કેમ્પ ખાતે જે જવાને સાથીદાર જવાનો પર ફાયરિંગ (Firing)કરવાનો આરોપ લગાવ્યો છે, તે મોડી રાત્રે નક્સલવાદી (Naxalites)વિસ્તારમાં ફરજ પર હતો. તે દરમિયાન જવાનો વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા તે હિંસા (Violence)માં ફેરવાઈ ગયો હતો. ત્યારબાદ CRPFના જવાને સાથી જવાનો પર ફાયરિંગ શરૂ કર્યું હતુ. આ જ ઘટનામાં CRPFના ચાર જવાન શહીદ થયા હતા. ઘટના બાદ સીઆરપીએફના અધિકારીઓએ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જવાને તેના સાથીઓ પર શા માટે ફાયરિંગ કર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

ઘણા દિવસોથી માનસિક રીતે પરેશાન હતો આરોપી જવાન

ઘાયલ જવાનોને કેમ્પથી 10 કિમી દૂર હોસ્પિટલ (Hospital)માં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન 3 જવાનોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2ની હાલત નાજુક જાણવા મળી હતી. ફાયરિંગની ઘટનામાં માર્યા ગયેલા બે જવાન બિહારના હતા, જ્યારે એક પશ્ચિમ બંગાળનો હતો. અન્ય એક જવાનની હજુ સુધી કોઇ માહિતી મળી નથી.

ગાર્ડ ઓફ ઓનર સાથે સાથે અંતિમ વિદાય જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment