સુરત (Surat)ના સરથાણા વિસ્તારમાં આવેલા મોલમાંથી ઘી અને ડ્રાયફ્રૂટને સંતાડી ચોરી કરનાર એક સગર્ભા મહિલા સહિત ચાર મહિલાઓને પોલીસે રંગેહાથે ઝડપી પાડી છે. પોલીસે (Police)આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Surat ના મોલમાંથી મહિલાઓએ ચોરી કરી
શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા મોલમાંથી કાજુ, બદામ, ઘી ને સંતાડી ચોરી કરનાર સગર્ભા મહિલા સહિત 4 મહિલાઓ પકડાય છે. મોલના સિક્યુરિટી ગાર્ડની સતર્કતાને લઈ તમામ મહિલાઓ પકડાય હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસે ચારેય ચોર મહિલાઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: દેશની પ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતમાં દોડશે!
Surat ની આ સમગ્ર ઘટના CCTV માં કેદ
મળતી માહિતી મુજબ, ઘટના બુધવારની છે. ચાર મહિલાઓમાં એક સગર્ભા હતી. તમામ મહિલાઓ મોલમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ અચાનક એક પાર્સલ લઈ બહાર નીકળી જાય છે. શંકા જતા તાત્કાલિક CCTV ચેક કરાવતા મહિલાઓ પેટીકોટમાં કંઈક વસ્તુઓ છુપાડતા કેદ થઈ છે. હાલ તો આ ઘટનાના તમામ પુરાવો એકત્ર કરીને પોલીસને સોંપી દેવાયા છે. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
દિલ્હીમાં ધોળા દિવસે લૂંટ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4