Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝમાનવતાની મહેક!

માનવતાની મહેક!

Share Now

સમગ્ર વિશ્વમાં જયારે કોરોનાનો કપરો કહેર ચાલી રહ્યો છે. ઠેર ઠેર બસ એમ્બ્યુલન્સના સાઈરનના અવાજો, પોતાના સ્વજનોના મોત પરના હૈયાફાટ રુદનો અને લોકોનો સરકાર સામેનો આક્રોશ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વ પર જાણે એક નકારાત્મક શક્તિઓનું અંધારું આવી ગયું છે. ત્યારે આ બધા વચ્ચે ઘણા બધા લોકો સૂર્યના નાના નાના કિરણોની જેમ પોતાની અંદર રહેલી હકારાત્મક્તા અને માનવતાને મહેકાવી રહ્યા છે, અને સાથે જ માનવતાની ખરી વ્યખ્યા પણ પુરવાર કરી રહ્યા છે.

આજે આપણે વાત કરીશું એ લોકોની કે જે ઘણા બધા પરિવાર માટે એક અજણ્યા સ્વજનો છે. હા અજાણ્યા સ્વજનો. એવા સ્વજનો કે જે કોઈને ઓળખાતા નથી પરંતુ એમને એક માનવ તરીકે, બીજાની ચિંતા જરૂરથી છે. કોરોનાની બીજી લહેરે ઘણા બધા પરિવારોને અધૂરા કરી દીધા છે. અને અત્યારે પણ કેટલાંય પરિવારના સમગ્ર સભ્યો આ કોરોનાની જપેટમાં છે. તેવા સમયે પરિવારને ખાવાનું બનાવીને ખાવું કઈ રીતે તે પ્રશ્ન સર્જાયો છે. ત્યારે આ સમસ્યાને ઉકેલવવા માટે કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ આગળ આવ્યું છે.કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘને અનેક ફરિયાદ અને રજુઆત મળી હતી કે માઈક્રો કન્ટેઈનમેન્ટમાં રહેતા અને કોરોના પોઝિટિવ પરિવારને જમવાની સમસ્યા સર્જાઈ છે. જેમાંથી કેટલાક લોકો બે દિવસ સુધી જમી શક્યા નથી ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘની મહિલાઓ આગળ આવી છે આ સંઘમાં જોડાયેલ લગભગ 15 જેટલી અલગ અલગ મહિલાઓએ તેમના ઘરેથી ટિફિન સેવા શરૂ કરી છે.

 

કોરોનાના આકરા સમયમાં જે પરિવારોના તમામ સભ્યો સપડાયા છે અને જે પરિવારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહે છે. તેમના માટે આ સંઘ આશીર્વાદ રૂપ ફળ્યો છે.આ સંઘની મહિલાઓ દ્વારા આ તમામ દર્દીઓને મફત જમવાનું પુરું પાડવામાં  છે. અત્યારે આ સંઘની ૧૫ જેટલી મહિલાઓ, કોરોના સંક્રમિત કુટુંબીજનો માટે દરરોજ ટીફીન સેવા પૂરી પડે છે. હાલ ૭૦થી વધુ લોકો આ સેવાનો લાભ લઇ રહ્યા છે

સંઘના પ્રેસિડેન્ટ હેતલબેન અમીન સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે,”અમારા કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ ગયા વર્ષે પણ આ જ સમયે કોરોના દર્દીઓ માટે ખડેપગે હતી, અને આ વખતે પણ અમારા સંઘની મહિલાઓ એકદમ સજ્જ છે. અત્યારે  ૧૫ જેટલી અલગ અલગ મહિલાઓ પોતાના ઘરનું સ્વાદીષ્ટ ભોજન બનાવીને વિવિધ હોસ્પીટલમાં મોકલે છે. હાલ સંઘની દરેક મહિલા દરરોજના 10 ટીફીન બનાવે છે, અને હજુ પણ ટીફીનની સંખ્યા વધારવાની છે. આવી જ રીતે અન્ય સંસ્થાઓએ પણ આગળ આવી મદદ કરવા જોઈએ, જેથી કોરોના પોઝિટિવ આવનાર લોકોને મદદ પુરી પાડી શકાય.

વધુ માહિતી માટે જુઓ આ વિડીઓ: કોરોનામાં અપનાવ્યું “વસુધૈવ કુટુમ્બકમ”!

ખરેખર, કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે અને આ પ્રકારની કામગીરીથી પ્રેરણા લઈને અન્ય લોકો પણ આ ગંભીર પરીસ્થિતિમાં પોતાનું યોગદાન આપવા પ્રેરાય છે. અને એવું કહી શકાય કે કોરોનાના આ કાળા કહેરમાં પણ માનવતા મહેકી ઉઠી છે.

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો: 

Android: http://bit.ly/3ajxBk4

iOS:http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment