Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝ“આઈ એમ સોરી માં…” માત્ર ૧૩ વર્ષના દીકરાએ આત્મહત્યા કરી…

“આઈ એમ સોરી માં…” માત્ર ૧૩ વર્ષના દીકરાએ આત્મહત્યા કરી…

Share Now

છતરપુર: મધ્યપ્રદેશના છતરપુરમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છતરપુરમાં રહેતા એક ૧૩ વર્ષના બાળકે આત્મા હત્યા કરી લીધી છે. આત્મ હત્યા પાછળનું કારણ જાણશો તો તમે પણ ચોકી ઉઠશો! આ બાળકે ઑનલાઈન ગેમ ફ્રી ફાયરમાં (Free Fire) 40,000 રૂપિયાગુમાવી દીધા હતા, અને ત્યાર બાદ આ આકરો કદમ ઉઠાવ્યો હતો.

“તમે રડશો નહીં પ્લીઝ…”

મધ્ય પ્રદેશમાં આ પ્રકારનો પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ જાન્યુઆરી મહિનામાં મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના ઢાના તાલુકામાં આ પ્રકારનો આત્મહત્યા (suicide) નો એક કિસ્સો સામે આવ્યો હતો.જેમાં ફ્રી ફાયર ગેમની લતને કારણે 12 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસી લગાવી હતી.

આ બાળકે એક સ્યુસાઈડ નોટ પણ લખી છે. જેમાં છોકરાએ તેની માતા પાસે માફી માંગતા કહ્યું કે, તેને ચિઠ્ઠીમાં લખ્યું છે કે,”આઈ એમ સોરી માં. મે ઓનલાઈન ગેમ ફ્રી ફાયર રમીને તમારા ચાલીસ હજાર રૂપિયા ગમવી દીધા હતા. મને માફ કરી દેજો. તમે રડશો નહીં પ્લીઝ.” વિદ્યાર્થીએ લખ્યું કે, તેણે તેના માતાના ખાતામાંથી 40 હજાર રૂપિયા કાઢ્યા હતા. આ રૂપિયા તેણે ફ્રી ફાયર (Free Fire ) ઓનલાઈન ગેમમાં બરબાદ કર્યા હતા. અને આ જ કારણે તે આત્મહત્યા કરે છે.

આ પણ વાંચો: વેપારીઓ માટે સારા સમાચાર, વેક્સીનેશનની તારીખ લંબાવાઈ

ફ્રી ફાયરના (Free Fire ) ચક્કરમાં ૪૦ હજાર ગુમાવ્યા!

ગેમમાં કપાયેલા પૈસાથી બાળકના માતા પિતા તેના પર ગુસ્સે થયા હતા અને જેથી માતા પિતા દ્વારા બાળકને ઠપકો આપ્યો હતો. જેથી બાળકે ખુદને રૂમમાં પોતાને બંધ કરી દીધો હતો. થોડા સમય બાદ તેની બહેન રૂમમાં પહોંચી તો દરવાજો અંદરથી બંધ હતો. બહેને આ વાતની જાણ પોતાના માતાપિતાને કરી હતી. જેના બાદ દરવાજો ના ખુલતા તેને તોડવામાં આવ્યો હતો. દરવાજો તોડાયો તો વિદ્યાર્થી પંખા સાથે લટકતો મળ્યો હતો. પછી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડસવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટર એ બાળકને મૃત જાહેર કર્યો હતો. પોલિસ એ વાત પર કાર્યવાહી કરી રહી છે કે શું તે પોતે ગેમ રમીને પૈસા ખર્ચ કરતો હતો કે કોઈ બીજું તેને પૈસા માટે ધમકાવી રહ્યું હતું.

ખતરાની ઘંટી સમાન કિસ્સો 

પોલીસે કહ્યું કે, ત્યારબાદ દરવાજો તોડવામાં આવ્યો ત્યારે છોકરો સ્કાર્ફનો ઉપયોગ કરીને પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.આ જ પ્રકારની ઘટના આ વર્ષે જાન્યુઆરીમાં મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ધાના નગરમાં બની હતી. જેમાં પિતાએ 12 વર્ષના છોકરાનો ‘ફ્રી ફાયર’ (Free Fire ) ગેમના વ્યસનના કારણે મોબાઈલ ફોન છીનવી લીધા બાદ આત્મહત્યા કરી લીધી હતી.

છતરપુરના સુમતિ અકેદમીમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો આ બાળક લોકડાઉનના કારણે ઓનલાઈન શિક્ષણ મેળવતો હતો. એ દરમિયાન તેને ગેમ રમવાની આદત પડી ગઈ હતી. પરિવારજનોને લાગતું હતું કે તે વાંચી રહ્યો છે. પરંતુ તેમનો બાળક ગેમ રમી રહ્યો હતો. અને તેને ગેમની લત લાગી ગઈ હતી. આ ઘટના દરેક માતાપિતા માટે ખતરાની ઘંટી સમાન છે. દરેક માતાપિતાએ આ ઘટનામાંથી બોધ લઈને પોતાના સંતાનોને સાચી દિશામાં વાળવા જોઈએ. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment