Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝફ્રી…ફ્રી…ફ્રી…બધા જ નીરજ માટે ફ્રી

ફ્રી…ફ્રી…ફ્રી…બધા જ નીરજ માટે ફ્રી

NIRAJ CHOPARA
Share Now

જયારે જયારે કોઈ વ્યક્તિ મહત્વની સિદ્ધિ હાંસલ કરે ત્યારે દેશમાં લોકો તેનું સન્માન કરતા હોય છે. આ તો થઇ સામાન્ય વાત. પણ ઓલમ્પિકમાં સૌ પ્રથમ ભારતને મેડલ અપાવનાર અને એ પણ ગોળ મેડલ…તે નીરજનું નામ દેશભરના ચોકે-ચોકે, ખૂણે-ખૂણે ગુંજી ઉઠ્યું છે. અનેક યુવાનોમાં અનેરો જોમ અને જુસ્સો વધારનાર નીરજ ચોપરા લોકો માટે આદર્શવાદી બની ગયા છે. તો નીરજને સન્માન કરવા વેપારીઓ, કંપનીઓ ખાસ ઓફરની જાહેરાત કરી રહી છે. 

NIRAJ CHOPARA

” નામમાં શું રાખ્યું છે !? ” આ ડાયલોગ આપણે અવારનવાર બોલીએ છીએ. પણ અહી તો નામમાં જ બધું રાખેલું છે. નીરજના સન્માનમાં ખાસ ઓફરો જો નીરજ નામ હશે તો એ પણ મેળવી શકશે આ ખાસ ઓફરોના લાભ. ધન્ય છે એ નીરજને જેના કારણે દેશભરના નીરજને મળી રહી છે ખાસ ઓફરો.

NIRAJ CHOPARA

દેશમાં કંઇક અનોખું કરવા વાળા નીરજની આ સિદ્ધિ માટે ઉજાણી પણ કંઇક અનોખી થઇ રહી છે. નીરજે જીતેલું ગોલ્ડ મેડલ તો તેની મહેનતનું પરિણામ હતું પરંતુ આજે તેની સિદ્ધિનો લાભ દેશના દરેક નીરજને મળી રહ્યો છે. તેમનું નામ માત્ર લોકોના મનમાં છવાઈ ગયું છે. ત્યારે ગીરનાર રોપવે ચલાવતી ઉષા બ્રેકો કંપની દ્વારા નીરજનું સન્માન કરવા અનોખી ઓફર જાહેર કરી છે. તો હવે આગામી ૨૦ તારીખ સુધી દેશના દરેક નીરજ જુનાગઢ રોપ વેમાં મફત મુસાફરી કરી શકાશે. નીરજ નામની કોઈ પણ વ્યક્તિ પાસેથી રોપ વેણી ફી વસુલવામાં નહિ આવે.

NIRAJ CHOPARA

રાષ્ટ્રના ‘ભાલે’ ઓલિમ્પિકમાં ભાલાફેંકમાં ગોલ્ડમેડલ આપવનાર નીરજ ચોપરા દેશવાસીઓના દિલોમાં છવાઈ ગયા છે. લોકો નીરજના સન્માન માટે અનેક ઓફરો આપી રહ્યા છે. ત્યારે જુનાગઢ ગિરનાર રોપવેના મેનેજમેન્ટ દ્વારા નીરજ નામના વ્યક્તિને વિનામૂલ્યે રોપ વેની સફર કરવાની જાહેરાત કરી છે.

NIRAJ CHOPARA

ઓલમ્પિકમાં નિરજ ચોપડા એ ગોલ્ડ મેડલ મેળવ્યું છે જેની ઉજવણી આખો દેશ કરી રહી છે. દેશવાસીઓને નીરજ પર ગર્વ છે અને દેશના બીજા પણ યુવાનો રમત-ગમત સાથે જોડાય અને આગળ આવે તે માટે પ્રોત્સાહન અને નીરજના સન્માન માટે આગામી ૨૦ ઓગસ્ટ સુધી નીરજ નામની કોઇ પણ વ્યક્તિ ગિરનાર રોપવેમાં ફ્રી મુસાફરી કરી શકશે. આવી જાહેરાત ઉષા બ્રેકો દ્વારા કરવામાં આવી છે. જેના માટે નીરજ નામની વ્યક્તિ તેમની ઓળખ અને પુરાવા બતાવી આ વિશેષ ઓફરનો લાભ લઈ શકશે તેમજ અંબાજી મંદિરમાં દર્શન કરનાર નીરજ નામના વ્યક્તિનું સન્માન પણ કરવામાં આવશે. ત્યારે કેશોદના પ્રવાસી નીરજ ગોંડલીયાએ દેશના દરેક નીરજને ગીરનાર રોપ વેનો લાભ લેવા અનુરોધ કર્યો છે. તેમજ દરેક નીરજને નીરજ ચોપરામાંથી પ્રેરણા લઇ રમત ગમત ક્ષેત્રે આગળ આવે તેવી અપીલ કરી હતી. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment