Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeસ્ટાર્ટ અપ2022 સુધીમાં મુક્ત વેપાર કરાર કરશે ભારત-ઓસ્ટ્રેલિયા, ક્રીસમસ સુધીમાં વચગાળાનો સોદો થશે

2022 સુધીમાં મુક્ત વેપાર કરાર કરશે ભારત-ઓસ્ટ્રેલિયા, ક્રીસમસ સુધીમાં વચગાળાનો સોદો થશે

Free Trade Agreement
Share Now

નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલીયા વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં એક વ્યાપક મુક્ત વેપાર સમજુતી (Free Trade Agreement) એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવાની યોજના બનાવી રહ્યા છે. સોમવારે બંને દેશે એક સંયુકત નિવેદનમાં કહ્યું હતું કે, ઓક્ટોબરના અંત સુધીમાં જે ક્ષેત્રમાં વેપાર વધારવા ઈચ્છે છે તે ક્ષેત્રોમાં આદાન-પ્રદાન કરવા માટે તૈયાર છે અને ડીસેમ્બર સુધીમાં અમુક ક્ષેત્રોમાં એક વચગાળાની સમજુતીને અંતિમ રૂપ આપવા ઈચ્છે છે.

આ પણ વાંચો :  હુરૂન ઈન્ડિયા ધનિક યાદી: નીતિન કામતે બાજી મારી, બિગબુલને પાછળ છોડ્યા

ઓસ્ટ્રેલીયાના વેપાર મંત્રી ડૈન તેહાને કહ્યું હતું કે, આજે અમે એ સુનિશ્ચિત કરવા માટે સહમત થયા છીએ કે અમે ૨૦૨૨ના અંત સુધીમાં ઓસ્ટ્રેલીયા અને ભારત વચ્ચે મુક્ત વેપાર સમજુતી (Free Trade Agreement)ને અંતિમ રૂપ આપી દઈશું.

Having good look at proposed FTA with India: Australia | Business News,The Indian Express

 ઓસ્ટ્રેલીયા સાથે ૨૦૨૨ના અંત સુધીમાં FTA

ભારતના વાણીજ્ય મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે વચગાળાની સમજુતીમાં જલ્દી કરેલ લણણી પાક વેપાર સોદો(Early Harvest Trade) સામેલ હશે. જ્યાં બંને દેશને વેપારમાં રસ હશે અને જયારે અંતિમ સમજુતી પર વાતચીત થઇ રહી હશે ત્યારે પણ તેને અમલી બનાવી શકાશે. તેનું એક પ્રભાવક પ્રદર્શન પણ હશે કારણ કે બંને દેશના બિઝનેસ અને વેપારીઓ આ કરારના લાભો લઈ શકે અને અન્ય એક મહાન પ્રદર્શન પ્રભાવ કરે છે જેથી તે વધારે સમજુતીની રૂપરેખાને વિસ્તારી શકે.

બન્ને દેશો વચ્ચે સમજુતી માલ, સેવાઓ, રોકાણ, સરકારી ખરીદી, લોજીસ્ટિક (Logistics) અને ટ્રાન્સપોર્ટેશન માપદંડ અને દેશના નિયમોને તે માળખાના હિસ્સા રૂપે સામેલ કરવા માટે નિર્ધારિત છે, જેના પર દેશોએ સહમતી વ્યક્ત કરી છે. આ પહેલા ગુરુવારે ઓસ્ટ્રેલીયન વડાપ્રધાન સ્કોટ મોરિસને(Scott Morrison) કહ્યું હતું કે કવાડ (Quad)ના સભ્ય મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી તેમજ વિશેષ રૂપથી દુર્લભ જમીન અને મહત્વપૂર્ણ ખનીજો માટે સપ્લાય ચેન (Supply Chain)માં વધારે ઉંડા ઉતરી રહ્યા છે. તેમણે ઓસ્ટ્રેલીયાના કુદરતી સંશાધનોની સાથે મળીને ભારતની નિર્માણ ક્ષમતાને કુદરતી ભાગીદારી માટે જોડ્યા છે.

Australian minister to visit India next week for further talks on Free Trade Agreement | Latest News India - Hindustan Times

મંત્રણા શરૂ

ભારતે વર્ષ ૨૦૧૧ના મે મહિનામાં એફટીએ માટે ઓસ્ટ્રેલીયા સાથે મંત્રણા શરુ કરી હતી. જેમાં ભારત સહીત એશિયાન દેશોની સાથે સાથે ઓસ્ટ્રેલીયા,ચીન,જાપાન,દક્ષીણ કોરિયા વચ્ચે ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી (Regional Comprehensive Economic Partnership) અંતર્ગત વેપાર વાર્તામાં સામેલ કરવામાં થયા હતા.

આ પણ વાંચો : Bhavani Mandir મહુવા સૌરાષ્ટ્રમાં આવેલું છે, આ મંદિર કૃષ્ણ-રુક્ષ્મણિના પ્રેમનું પ્રતિક છે

જો કે ભારત વર્ષ ૨૦૧૯માં આરસીપીમાં સામેલ થવાથી એ કહીને બહાર થઇ ગયું હતું કે તેના દ્વારા વ્યક્ત કરવામાં આવેલ ચિંતાઓનું સમાધાન થઇ શકતું નથી. ગોયલે કહ્યું હતું કે ઓસ્ટ્રેલીયા અને ભારત વચ્ચે કોઈ પણ પડતર પ્રશ્ન નથી. નિષ્ણાતોએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલીયા ભારતમાં પોતાના કૃષિ ઉત્પાદનો (Agriculture Products) માટે વધુમાં વધુ પહોંચ અંગે ધ્યાન આપવામાં કરશે અને તે એક રાજકીય મુદ્દો બની શકે છે જયારે ભારત સંભવતઃ ઓસ્ટ્રેલીયામાં નિકાસ સેવાઓમાં ભારતીય પ્રોફેશનલો માટે આવનજાવન વધારે સરળ બનાવવા ઈચ્છે છે.

ભારત વર્તમાનમાં યુકે, યુએઈ અને યુરોપિયન સંઘ સાથે એફટીએ (FTA) પર વાતચીત કરી રહ્યું છે. ચાલુ વર્ષના ડીસેમ્બર સુધી સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે એક વચગાળાની સમજુતી પર ચર્ચા પૂર્ણ કરવા અંગે પણ વિચારણા કરી રહ્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment