ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંને દક્ષિણ-પૂર્વી ફ્રાંસની યાત્રા દરમિયાન એક શખ્સે તમાચો માર્યો જે ન્યુઝ હાલ ખુબ જ વાઇરલ થયા છે…વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે મેક્રોં જ્યારે લોકોનું અભિવાદન ઝીલવા રેલિંગ નજીક પહોંચે છે, ત્યારે એક ગ્રીન જેવું ટીશર્ટ પહેરેલા એક શખ્સે મેક્રોનનો હાથ પકડીને સટાક કરતો તમાચો મારી દે છે. રાષ્ટ્રપતિને લાફો પડતાં જ તરત જ તેમની સિક્યોરિટીમાં હાજર લોકો આવી પહોંચે છે અને મેક્રોનને દૂર સલામત સ્થળે લઈ જાય છે. જ્યારે ફડાકો મારનાર શખ્સને પકડે છે. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા મુજબ, આ મામલામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા બંને શખ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ હજુ કેટલાંક લોકોની ધરપકડ થઈ શકે છે.
સિક્યોરિટી ગાર્ડે બચાવ્યા
જેવો જ રાષ્ટ્રપતિ પર હુમલો થયો તે સાથે જ ત્યાં હાજર સિક્યોરિટી એજન્ટ્સે તાત્કાલિક તે વ્યક્તિને દબોચી લીધો અને જમીન પર પછાડી દીધો. મેક્રોનને દૂર લઈ ગયા. કેટલાંક સમાચારમાં કહેવામાં આવ્યું છે કે મેક્રોનને થપ્પડ નથી લાગી.
હકિકત શું ?
ફુટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે મેક્રોન ભીડ પાસેથી પસાર થઈ રહ્યાં છે. તેમની અને લોકોની વચ્ચે બેરિકેડ છે. આ દરમિયાન એક વ્યક્તિ તેમને કંઈક કહેવાનો પ્રયાસ કરે છે. મેક્રોન જેવા જ તેમની નજીક જાય છે, તે વ્યક્તિ તેમને થપ્પડ મારી દે છે. મેક્રોનના સિક્યોરિટી એજન્ટ્સ તેને પકડી લે છે. જાણકારી મુજબ હુમલાખોર ‘અમે મેક્રોનથી પરેશાન છીએ’ તેવા કંઈક નારા કરતા હતા
વડાપ્રધાન જીન કાસ્ટેક્સે ઘટના બાદ તાત્કાલિક નેશનલ એસેમ્બલીમાં આ ઘટનાની જાણકારી આપી. તેઓએ કહ્યું- લોકતંત્રનો અર્થ છે વાતચીત અને ચર્ચા. કોઈ પણ મામલામાં હિંસાનું સમર્થન ન કરી શકાય. વિપક્ષના નેતા જીનલુક મેલ્કને કહ્યું- અમે આપણાં રાષ્ટ્રપતિની સાથે ઊભા છીએ. રાષ્ટ્રપતિની મુલાકાતના થોડાં દિવસ પહેલાં જ આ વિસ્તારમાં 7 મહિના પછી બાર અને રેસ્ટોરાં ખોલ્યા છે. નાઈટ કફર્યૂ પણ ખતમ કરી દેવાયું છે.
આ પણ વાંચો : શા માટે અનેક વાર ટ્રોલ થતા TMC સાંસદ નુસરત જહાં ફરી ચર્ચામાં ???
INDIAN EXPRESS
દેશમાં ફરી રહ્યાં છે મેક્રોન
ફ્રાંસના રાષ્ટ્રપતિ હાલ દેશવ્યાપી યાત્રા પર છે. તેમનો હેતુ લોકોની નાડ પારખવાનો માનવામાં આવે છે. મંગળવારની ઘટનાને થોડાં કલાક પહેલાં જ તેઓએ એક હાઈસ્કૂલની મુલાકાત કરી હતી. તેમનો લોકોને મળવાનો કાર્યક્રમ ન હતો પરંતુ જ્યારે તેઓ સ્કૂલથી પરત ફરી રહ્યાં હતા ત્યારે કેટલાંક લોકોએ તેમને અવાજ કર્યો. જે બાદ મેક્રોન તેમને મળવા પહોંચ્યા અને આ ઘટના ઘટી. ફ્રાંસમાં આગામી વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવવાની છે. હાલના સર્વેમાં જોવા મળ્યું છે કે કટ્ટરપંથી નેતા મેરીન લિપેન મેક્રોનથી થોડાં આગળ ચાલી રહ્યાં છે. મેક્રોન આ બઢતને ખતમ કરવા માટે હાલ દેશવ્યાપી સફરે છે.
ગત વર્ષે પણ થઇ હતી કમેન્ટ
‘ફ્રાંસ 24’ મુજબ ગત વર્ષે જુલાઈમાં મેક્રોન પત્ની બ્રિગેટીની સાથે મધ્ય પેરિસના એક વિસ્તારની મુલાકાતે ગયા હતા. ત્યારે કેટલાંક લોકોએ તેમના પર ખોટી કોમેન્ટ્સ કરી હતી. મેક્રોન 2017માં રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt