Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / October 17.
Homeન્યૂઝરાતોરાત ભારતના 500 કર્મચારીઓ બની ગયા કરોડપતિ, કારણ છે આ એક અનોખી સિદ્ધિ

રાતોરાત ભારતના 500 કર્મચારીઓ બની ગયા કરોડપતિ, કારણ છે આ એક અનોખી સિદ્ધિ

Freshwork Listing and Billionaires List Up by 500 People: Freshworks IPO creates more than 500 crorepatis in India, 70 of them aged below 30
Share Now

નવી દિલ્હી : બિઝનેસ સોફ્ટવેર બનાવનાર ફ્રેશવર્કની નાસ્ડાક પર થયેલ જોરદાર લિસ્ટિંગની સાથે જ તેના સંસ્થાપક અને સીઈઓ ગીરીશ માત્રુબુથમ અને પ્રારંભિક રોકાણકાર એક્સેલ અને સીકોઈયાને ઘણો ફાયદો મળ્યો છે. તેની સાથે જ કંપનીના અનેક કર્મચારીઓ પણ હવે કરોડપતિ(Freshwork Listing and Billionaires) થઇ ગયા છે.

 

Freshwork Listing and Billionaires

Freshwork Listing and Billionaires

ફ્રેશવર્કસના શેરે બુધવારે નાસ્ડાક પર ૪૩.૫ ડોલર પ્રતિ શેરના ભાવે કારોબાર શરુ કર્યો હતો. IPOના ભાવની વાત કરીએ તો કંપનીએ ૩૬ ડોલર પ્રતિ શેરના ભાવે શેર ઈશ્યુ કર્યા હતા એટલેકે લિસ્ટિંગ પ્રાઈસથી ૨૧ ટકા વધારે ભાવે(પ્રિમિયમે) સ્ટોક લિસ્ટ થયો છે. મહત્વની વાત એ છે કે કંપનીનો શેર દિવસના અંતે 47.55 ડોલર પર બંધ આવ્યો છે અને ઈન્ટ્રાડેમાં 48.75 ડોલર પ્રતિ શેરનો હાઈ બતાવ્યો હતો.

આઈપીઓ સમયે 10 અબજ ડોલરના બજાર મૂલ્યની સામે એક જ દિવસમાં લિસ્ટિંગ સાથે કંપનીની માર્કેટ કેપિટલ ૧૨.૩ અબજ ડોલર પર પહોંચ્યું હતુ.

 

Freshworks IPO creates more than 500 crorepatis in India, 70 of them aged below 30

લિસ્ટિંગ બાદ એક ચર્ચામાં માત્રુબુથામે કહ્યું હતું કે અમારા કર્મચારીઓ કંપનીના શેરધારકો પણ છે. આ આઈપીઓથી મને એક સીઈઓ તરીકે પ્રારંભિક શેરધારક પ્રત્યે પોતાની જવાબદારીને પૂર્ણ કરવાનો મોકો મળ્યો હતો. પ્રારંભિક રોકાણકારો અને કર્મચારીઓએ અમારા સપનાઓ પર વિશ્વાસ રાખ્યો હતો. મારી નવી જવાબદારી પબ્લિક રોકાણકારો પ્રત્યે છે જેમણે ફ્રેશવર્કસના ભવિષ્યની સંભાવનામાં રોકાણ કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે કંપનીના ૭૬ ટકા કર્મચારીઓ પાસે શેર છે. લિસ્ટિંગની સાથે દેશમાં ફ્રેશવર્કસના ૫૦૦થી વધુ કર્મચારીઓ કરોડપતિ(Freshwork Listing and Billionaires) બની ગયા છે અને જે પૈકી ૭૦ લોકોની વય ૩૦ વર્ષથી પણ ઓછી છે. માત્રુબુથમે કહ્યું હતું કે યુવા કર્મચારીઓએ થોડા વર્ષ પહેલા કોલેજથી ડીગ્રી લીધી હતી અને પોતાની મહેનતથી તેમણે સફળતા આ હાંસલ કરી છે. ફ્રેશવર્કસે બે વર્ષ પહેલા ૩.૫ અબજ ડોલરની વેલ્યુએશન પર સીકોઈયા કેપિટલ અને એક્સેલ જેવા રોકાણકારોથી ૧૪.૫ કરોડ ડોલરનું ફંડ મેળવ્યું હતું.

આ પણ વાંચો  : છૂટાછેડાનો દોર : વધુ એક અરબપતિ દંપતી થશે અલગ, પોલસનના Divorce હશે સૌથી મોંઘા

પ્રથમ સાસ કંપનીનું લિસ્ટિંગ

અત્રે એ ઉલ્લેખનીય છે કે  ભારતીય સોફ્ટવેર એજ એ સર્વિસ(સાસ) કંપની ફ્રેશવર્કસે બુધવારે ઈતિહાસ રચી દીઘો હતો. ફ્રેશવર્કસ પ્રથમ એવી ભારતીય સાસ કંપની બની ગઈ જેના શેર અમેરિકન શેર બજારમાં લિસ્ટિંગ થયા હોય. બુધવારે કંપનીનો આઈપીઓ નાસ્ડાક ગ્લોબલ પર લિસ્ટેડ થયો હતો. ત્યારે કંપનીના સહ સંસ્થાપક ગીરીશ માંત્રુબુથામે કહ્યું હતું કે મને એવું લાગી રહ્યું છે કે કોઈ ભારતીયએ ૧૦૦ મીટરની રેસમાં ઓલમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હોય.

  • રાતોરાત ભારતના 500 કર્મચારીઓ બની ગયા કરોડપતિ(Freshwork Listing and Billionaires)
  • બિઝનેસ સોફ્ટવેર બનાવનાર ફ્રેશવર્કની નાસ્ડાક પર થયેલ જોરદાર લિસ્ટિંગ
  • ફ્રેશવર્કસના આઈપીઓ થકી દેશમાં ૫૦૦થી વધુ લોકો બન્યા કરોડપતિ

Freshworks | Press releases

બિઝનેસ સોફ્ટવેર બનાવનાર ફ્રેશવર્કસનો આઈપીઓ વર્ષ ૨૦૨૧નો સૌથી ચર્ચિત આઈપીઓ પૈકી એક છે. કોરોના કાળ બાદ વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાં આવેલી તેજીના પગલે સાસ ઉધોગમાં અત્યંત વૃદ્ધિ જોવા મળી છે. ફ્રેશવર્કસ અને તેના સંસ્થાપક ગીરીશ માત્રુબુથમે ભારતીય સાસ ઉધોગનો ચહેરો મનાય છે અને તેમની પાછળ હવે ભારતના 500 લોકો બિલિયોનોર ક્લબ(Freshwork Listing and Billionaires)માં શામેલ થયા છે.

આ પણ વાંચો  : વિશ્વને ૫૦ ટકા ચોખા નિકાસ કરીને ભારત બનાવશે રેકોર્ડ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment