Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / July 4.
Homeડિફેન્સરાજસ્થાનના રણથી કચ્છના રણ સુધી પાકિસ્તાન બોર્ડર પર સૈનિકોએ દાખવી બહાદુરી

રાજસ્થાનના રણથી કચ્છના રણ સુધી પાકિસ્તાન બોર્ડર પર સૈનિકોએ દાખવી બહાદુરી

Soldiers
Share Now

પશ્ચિમી સેક્ટરમાં સૌ પ્રથમ વખત, સેના પ્રસ્તાવિત થિયેટર કમાન્ડની વ્યૂહરચના હેઠળ દક્ષિણ શક્તિ યુદ્ધાભ્યાસ કર્યું હતુ. રાજસ્થાનના રણથી લઈને કચ્છના રણ સુધી પાકિસ્તાન સરહદથી 300 થી 400 કિલોમીટરની ત્રિજ્યામાં સધર્ન કમાન્ડના હજારો સૈનિકો (Soldiers)એ પરાક્રમ બતાવ્યું હતુ.

Soldiers એ સંયુક્ત રીતે કવાયત હાથ ધરી

આ કવાયત અંતર્ગત કચ્છના કોટેશ્વર પાસે સાગર શક્તિ કવાયત દરમિયાન ઘાતકી હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે આર્મી, એરફોર્સ, નેવી, બીએસએફ અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત રીતે કવાયત કરી હોય તેવું સૌ પ્રથમ વાર કોઇ બન્યું છે. અંતિમ ટ્રાયલ થિયેટર કમાન્ડ હેઠળ ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સ (IBGs) સાથે હાથ ધરવામાં આવી હતી. બદલાતો સમય અને બદલાતા વાતાવરણમાં સેના યુદ્ધના મેદાનમાં નવી પદ્ધતિઓ અજમાવી હતી. જેથી કરીને ઓછા સમયમાં જવાબી હુમલો કરીને દુશ્મનને ન માત્ર ચોંકાવી શકાય, પરંતુ તેના મહત્વના વિસ્તારને પણ કબજે કરી શકાય. તેને ધ્યાનમાં રાખીને યુદ્ધ સાથે જોડાયેલી તમામ બાબતો જેમ કે વાયુ, અંતરિક્ષ, સાયબર, ઈલેક્ટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કવાયતમાં, સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ઉપરાંત, ડ્રોનનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો દક્ષિણ શક્તિના દાવપેચ હેઠળ, સેનાએ કચ્છના રણના ભેજવાળા અને દરિયાઈ વિસ્તારોમાં પણ તેની ક્ષમતાનું પરીક્ષણ કર્યું હતુ.

આ પણ વાંચો: INS વિશાખાપટ્ટનમની એન્ટ્રીથી ભારતીય નેવીની વધી તાકાત

ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપના આઈડિયાને ભારતીય સેના દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ટેસ્ટ કરવામાં આવી રહી છે અને તેને અમલમાં મૂકવા જઈ રહી છે. તમામ આઇબીજીને મિશન, ખતરા અને ભૂપ્રદેશના આધારે ગોઠવવામાં આવે છે. કોર્પ્સ હેડક્વાર્ટરની અંદર કામ કરતા બ્રિગેડિયર અથવા મેજર જનરલના કમાન્ડ હેઠળ દરેક વિભાગને બે-ત્રણ આઇબીજી (IBG)માં પુનઃસંગઠિત કરવામાં આવશે. આઇબીજી પાસે આવશ્યકતા મુજબ સંસાધનો સાથે ક્રિયાઓ કરવા માટે આદેશ, નિયંત્રણ અને સંસ્થા વિશે નિર્ણયો લેવાની સુગમતા હશે.​​​​​​​ આઇબીજી એ ભૂમિકાના આધારે યાંત્રિક દળો હોઈ શકે છે અથવા મુખ્યત્વે પાયદળ હોઈ શકે છે અથવા બંનેનું સંતુલિત મિશ્રણ હોઈ શકે છે. લડાઇ અને લોજિસ્ટિક્સ સપોર્ટનું એકમ/પેટા-યુનિટ અલગ અલગ હોઈ શકે છે. કોર લાંબી રેન્જ અને મોટી લડાઇ અને લોજિસ્ટિક્સ સપોર્ટ ફોર્મેશન/યુનિટને નિયંત્રિત કરશે. ભૂમિકાના આધારે, કોર્પ્સ હેઠળ છ થી નવ આઇબીજી હોઈ શકે છે.

આઇબીજીમાં કોનો કોનો સમાવેશ​​​​​​​​​​​​​​ થયો

આઇબીજી (IBG)નું કદ કોઈપણ લશ્કરી બ્રિગેડ કરતા મોટું અને વિભાગ કરતા થોડું ઓછું હશે. સામેલ અધિકારીઓ, જવાનોની સંખ્યા પ્રાદેશિક અને ઓપરેશનલ જરૂરિયાતોના આધારે નક્કી કરવામાં આવશે. આઇબીજીને મેજર જનરલના રેન્કના અધિકારી દ્વારા કમાન્ડ કરવામાં આવશે અને તે સંબંધિત કોર્પ્સના હેઠળ હશે. આઇબીજી પાસે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત કર્મચારીઓ હશે.​​​​​​​ જેમાં પાયદળ, ટેન્ક, તોપો, એન્જિનિયર, લોજિસ્ટિક્સ, સપોર્ટ યુનિટ સહિત તમામ ક્ષેત્રના સૈનિકો એકસાથે હશે, જે કોઈપણ યુદ્ધ માટે જરૂરી છે. અત્યાર સુધી આ બધા અલગ યુનિટ તરીકે તૈનાત છે અને યુદ્ધ દરમિયાન એકસાથે આવે છે. સંરક્ષણ હોય કે હુમલો, આ ટુકડી યુદ્ધ જેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા દરેક ક્ષણે તૈયાર રહેશે. તેની સૌથી મોટી ક્વોલિટી જરૂર પડતાં જ દરોડા પાડવાની છે. એટલે કે, તેને તૈયારી અથવા વ્યૂહરચના માટે કોઈ વધારાના સમયની જરૂર પડશે નહીં, ફક્ત ઓર્ડર મેળવવામાં વિલંબ થશે.

હુમલા પહેલા Soldiers ની તૈયારી 

પાકિસ્તાન (Pakistan)સાથેની સરહદ પર આ પહેલીવાર છે જ્યારે સેના આ નવી પદ્ધતિ અજમાવી રહી છે. આ વખતનો યુદ્ધાભ્યાસ અગાઉનાથી ઘણી રીતે અલગ છે. છેલ્લા બે દાયકામાં નિર્ણાયક વિજય માટે સંપૂર્ણ યુદ્ધની શક્યતાઓ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. ભાવિ યુદ્ધો, ખાસ કરીને પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્રો વચ્ચે, મર્યાદિત સમયગાળામાં મર્યાદિત જગ્યામાં લડવામાં આવશે અને લશ્કરી તકનીકનો ઉપયોગ કરવામાં આવશે. આ યુદ્ધમાં જે પહેલો પ્રહાર કરશે તેને ઘણો ફાયદો થશે. આવી લડાઈમાં કોર અને ડિવીઝન વિભાગો બદલો લેવામાં ખૂબ જ બોજારૂપ અને સુસ્ત સાબિત થઈ શકે છે. આનાથી કોરના સીધા આદેશ હેઠળ નાના બ્રિગેડ-કદના સંયુક્ત યુદ્ધ જૂથોની રચના થઈ. સંચાર અને નેટવર્કીંગની આધુનિક પ્રણાલીઓએ વિભાજનની જરૂરિયાતને દૂર કરી દીધી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment