Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝKisan Rail : ગુજરાતના ફળ દિલ્હીમાં ધુમ મચાવશે, નવુ માર્કેટ મળતા ખેડૂતોને મળશે લાભ

Kisan Rail : ગુજરાતના ફળ દિલ્હીમાં ધુમ મચાવશે, નવુ માર્કેટ મળતા ખેડૂતોને મળશે લાભ

Kisan Rai
Share Now

ભારતીય રેલવે (Indian Railway)ની કિસાન રેલ (Kisan Rail)ની મદદથી ફળ, શાકભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનોને રાષ્ટ્રીય માર્કેટમાં પહોંચાડવામાં મદદ મળી રહી છે. જણાવી દઇએ કે કિસાન રેલ (Kisan Rail)દ્વારા ફળો (Fruit)અને શાકભાજીના પરિવહન પર ખેડૂતો (Farmer)ને ફૂડ પ્રોસેસિંગ અને ઉદ્યોગ મંત્રાલય તરફથી ભાડામાં 50 ટકા સબસિડી મળે છે. જેના પગલે ખેડૂત પોતાની ઉપજની આવક સારી રીતે મેળવી શકે.

આ તકે ગુજરાતના વડોદરા (Vadodara)થી ચીકુને લઇને કિસાન રેલ દિલ્હીના આદર્શનગર સ્ટેશન ખાતે જવા માટે રવાના થઇ છે. રેલ મંત્રાલયે ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. રેલ્વેના જણાવ્યાં અનુસાર ગુજરાતના વડોદરાથી રવિવારના રોજ કિસાન રેલ 200.5 ટન કેળા અને 7.6 ટન ચીકુ લઇને દિલ્હી (Delhi)તરફ રવાના કરવામાં આવી છે જે આજે સોમવારે પહોંચશે. ઉપજને નવી માર્કેટ મળતા ખેડૂતોને તેનો ભરપુર લાભ મળશે.

આ પણ વાંચો: Kutch : તબીબ દંપતીને સ્પોર્ટસ પ્રત્યે લાગ્યુ ઘેલુ, સ્પોર્ટસ એકેડેમી સ્થાપી સ્વપ્નને સાકાર કર્યુ

કિસાન રેલની મદદથી ખેડૂતોને ઉપજ ઉપરાંત ઉત્પાદન નવા માર્કેટમાં જવાની તક મળશે. જેનાથી તેને ઓછો સમય અને ઓછા ભાડામાં સારો ભાવ મળી રહેશે. જણાવી દઇએ કે કેન્દ્રીય બજેટ 2020-21 માં કિસાન રેલ ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. કિસાન રેલ ચલાવવા પાછળનું કારણ કૃષિ ઉત્પાદન, ફળ, શાકભાજી અને ડેરી ઉત્પાદકોને તેના ઉત્પાદનને મહત્તમ સ્થાનો પર મોકલવાનું છે. કિસાન રેલ દ્વારા પરિવહન પર ખેડૂતોના ભાડામાં 50 ટકાની સબસિડી મળે છે. તેવામાં ખેડૂત રેલવેની આ સેવાનો લાભ ભરપુર ઉઠાવી રહ્યા છે.

કિસાન રેલ શરૂ ક્યારે થઇ હતી?

ઉલ્લેખનિય છે કે 7 ઓગષ્ટ 2020 થી કિસાન સ્પેશિયલ ટ્રેન (Special Train)દોડાવવાનું શરૂ કરવામાં આવ્યુ છે. પ્રથમ ટ્રેને સવારે 11 કલાકે મહારાષ્ટ્ર (Maharashtra)ના દેવલાલી અને બિહારના દાનાપુર રેલ્વે સ્ટેશન વચ્ચે ખેડૂતોની સામગ્રીનું પરિવહન કર્યુ હતું. જણાવી દઇએ કે, કિસાન રેલ દ્વારા ફળ અને શાકભાજી લઇ જવાઇ રહ્યા છે. પ્રથમ ટ્રેને 32 કલાકમાં 519 કિલોમીટરનું રન કાપ્યું હતું. આ તકે રેલ્વે મંત્રાલયે નિવેદન આપતા કહ્યું હતુ કે, રેલ સેવા શરૂ થવાથી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ મળશે. કૃષિ ઉત્પાદનો શાકભાજી અને ફળ (Fruit) ઝડપથી અન્ય માર્કેટમાં લઇ આવવામાં પણ સારી મદદ મળશે.

સરકારનું લક્ષ્યાંક શું છે?

મહત્વનું છે કે સરકારનું એક લક્ષ્ય છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી. આ લક્ષ્યને ધ્યાનનમાં રાખીને કિસાન રેલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, મધ્ય રેલ્વેનો ભુસાવલ વિભાગ કૃષિ આધારિત વિભાગ છે અને નાસિક અને તેની આસપાસના વિસ્તારોમાં તાજા શાકભાજી, ફળ ફૂલ, ડુંગળી અને અન્ય કૃષિ પેદાશોની મોટી માત્રામાં ઉત્પાદન કરે છે. આ ઉત્પાદનનું મહત્વ એ છે કે જો ઉત્પાદનને સમયસર પહોંચાડવામાં ન આવ્યુ તો તેનો બગાડ પણ થઇ શકે છે. જણાવી દઇએ કે કૃષિ પેદાશોનો નિકાસ નાશિકના આસપાસના વિસ્તારોમાંથી બિહારના પટના, ઉત્તર પ્રદેશના અલ્હાબાદ, કટી, મધ્યપ્રદેશમાં સત્ના અને અન્ય વિસ્તારો ખાતે કરવામાં આવે છે.

જણાવી દઇએ કે આ પહેલા રેફ્રિજરેશનની સુવિધા સાથે ફળ અને શાકભાજી વહન કરવાની સુવિધા સૌ પ્રથમ 2009-10 ના બજેટમાં તત્કાલીન રેલવે મંત્રી (Railway Minister)મમતા બેનર્જી દ્વારા સૂચન આપવામાં આવ્યુ હતું, પરંતુ તે આજ દિવસ સુધી શરૂ થઇ શકી નથી, ત્યારે હવે દેશમં આ ટ્રેન ક્યારે શરૂ થશે તે તો આગામી સમય જ બતાવશે.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment