પંજાબમાં કોંગ્રેસ સરકારમાં ચાલી રહેલા સંકટ મુદ્દે હવે વરિષ્ઠ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે પણ નારાજગી વ્યક્ત કરી છે. પક્ષ નૈતૃત્વ સામે પ્રશ્ન ઉઠાવી ચુકેલા સિબ્બલે કહ્યું છે કે કોંગ્રેસ પાસે કોઈ ચૂંટાયેલા પ્રમુખ નથી, પણ નિર્ણય કોઈને કોઈ તો લઈ રહ્યું છે. આ નિર્ણય યોગ્ય છે કે નહીં આ અંગે વર્કિંગ કમિટીમાં ચર્ચા થવી જોઈએ. લોકો પક્ષ છોડીને શા માટે જઈ રહ્યા છે તે અંગે હવે વિચાર કરવાની જરૂર છે.
સિબ્બલે કહ્યું, ચોક્કસપણે અમે જી હુજૂર-23 નહીં. આ મુદ્દો ઉઠાવતા રહેશું
#WATCH | We are not “Jee Huzoor 23”. It is very clear. We will keep talking. We will continue to reiterate our demands: Congress leader Kapil Sibal, one of the 23 party leaders who wrote a letter to Congress president last year, demanding a slew of organizational reforms pic.twitter.com/JIy4HYqHeT
— ANI (@ANI) September 29, 2021
સિબ્બલે કહ્યું કે અમે G-23 છીએ, ચોક્કસપણે અમે જી હુજૂર-23 નહીં. આ મુદ્દો ઉઠાવતા રહેશું. હું તમને કોંગ્રેસના એવા લોકો વતી વાત કરી રહ્યો છું કે જેઓ ગયા વર્ષે ઓગસ્ટમાં CWC અને સેન્ટ્રલ ઈલેક્શન સમિતીને પક્ષ લખી પક્ષના અધ્યક્ષની ચૂંટણી યોજવા માગ કરી હતી. અમે પક્ષ નૈતૃત્વ તરફથી પગલાં ભરવામાં આવે તે માટે રાહ જોઈ રહ્યા છીએ.
જેઓ તેમની નજીક હતા તેઓ સાથ છોડીને જતા રહ્યાં
રાહુલ ગાંધી પર નિશાન સાધતા સિબ્બલે કહ્યું કે જેઓ તેમની નજીક હતા તેઓ સાથ છોડીને જતા રહ્યાં છે. જિતિન પ્રસાદ, સિંધિયા અને લલિતેશ ત્રિપાઠી જેવા મોટા નેતાઓ અમને છોડીને જઈ ચૂક્યા છે. પાર્ટીમાં હાલમાં જે પ્રકારની સ્થિતિ છે તેની પર ચર્ચા કરવા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવી જોઈએ.
આ પણ વાંચો : Punjab: સિદ્ધુએ કોંગ્રેસ પાસે આ ત્રણ શરત મૂકી, હાઇકમાન્ડ સ્વીકારવા તૈયાર નથી
તાત્કાલિક ધોરણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવી જોઈએ
તેમણે કહ્યું, “રાહ જોવાની પણ એક મર્યાદા છે. આપણે કેટલો સમય નહીં કરીએ. અમે ફક્ત એક મજબૂત સંગઠનાત્મક માળખું ઇચ્છીએ છીએ. કંઈક મુદ્દો હોવો જોઈએ. સીડબ્લ્યુસીમાં કોઈપણ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. પંજાબની સ્થિતિ અંગે ચર્ચા થવી જોઈએ. અમારી સામે કોઈ નથી. અમે પાર્ટીની સાથે છીએ, પરંતુ હકીકત એ છે કે અમારી પાર્ટી પાસે કોઈ ચૂંટાયેલા પ્રમુખ નથી.” તેમણે કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસ સમિતિને દિલ્હીથી નિયંત્રિત ન કરવી જોઈએ.
તેણે કહ્યું, “હું અહીં ખૂબ જ ભારે હૃદયથી આવ્યો છું. હું એક એવા પક્ષનો ભાગ છું જેનો ભવ્ય ઇતિહાસ છે. તમે આ સમયે પરિસ્થિતિ જોઈ શકતા નથી. અમે પડકારોનો સામનો કરી રહ્યા છીએ અને આજે જે પરિસ્થિતિમાં પાર્ટી છે તે ત્યાં ન હોવી જોઈએ.”.
પંજાબમાં જે કંઈ થઈ રહ્યું છે તે અંગે અમે ટિપ્પણી કરી નથી
અમે કહ્યું છે કે કોંગ્રેસને પાયાના સ્તરેથી મજબૂત કરવામાં આવે, લોકોની વાત સાંભળવામાં આવે. પંજાબમાં જે કંઈ થઈ રહ્યું હતું તે અંગે અમે કોઈ જ ટિપ્પણી કરી નથી. જોકે એક સરહદી રાજ્ય પંજાબમાં કોંગ્રેસ પાર્ટીમાં જે કંઈ થઈ રહ્યું છે તેનો અર્થ શું છે? તે ISI અને પાકિસ્તાનને ફાયદો પહોંચાડવા જેવો છે. આપણે પંજાબનો ઈતિહાસ જાણી છીએ અને ત્યા આતંકવાદની પણ આપણને જાણ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt