Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeસાયન્સ & ઈનોવેશનઈન્ટરનેટ વિના પણ કરી શકશો G-Mailનો ઉપયોગ, જાણો કેવી રીતે?

ઈન્ટરનેટ વિના પણ કરી શકશો G-Mailનો ઉપયોગ, જાણો કેવી રીતે?

g-mail-features-you-can-use-gmail-even-without-internet-know-how
Share Now

નવી દિલ્હી : જી –મેલ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ઉપયોગ થનાર ઈ-મેલ સર્વિસ છે.એનાલીસીસ કરનાર વેબસાઈટ સ્ટેટીસ્ટા અનુસાર વર્ષ ૨૦૨૧ના પ્રારંભે ગૂગલ ઈ-મેલ સર્વિસનો ઉપયોગ કરનાર ૧૫૦ કરોડ એક્ટીવ યુઝર્સ હતા.જી-મેલે છેલ્લાં ૧૭ વર્ષમાં ઘણા બધા ફીચર્સ (G Mail Features) સામેલ કર્યા છે. જેમાં ઈ-મેલ શીડ્યુલ (Schedule)થી લઈને મોટી ફાઈલ (Large Size File) મોકલવી તેમજ મોકલવામાં આવેલા મેસેજને રિકોલ (Recall) કરવાથી લઈને ઇન્ટરનેટ વિના પણ ઈ-મેલ મોકલવા સુધીની સુવિધા સામેલ છે.

૧: ડીસ્ટર્બન્સથી બચવા માટે ઈ-મેલ મ્યુટ કરવું :

જો તમે અન્ય જરૂરી કામમાં વ્યસ્ત છો ઈ-મેલનું નોટીફીકેશન (Notification) ડીસ્ટર્બન્સ કરી શકે છે,ત્યારે જી-મેલમાં એક ફીચર્સ છે જે યુઝર્સને થ્રેડસ (Threats)થી ઓપ્ટ આઉટ (Opt Out) કરવાની સુવિધા આપે છે.આ ફીચર્સને મ્યુટ (Mute) કહેવામાં આવે છે.જેના માટે તમારે માત્ર ઈ-મેલ થ્રેડ ખોલવાનું રહેશે અને ઉપર રાઈટ સાઈડે આપેલા ત્રણ બિંદુપર ટેપ કરવું પડશે.આ રીતે મ્યુટના ઓપ્શન પર ક્લિક કરીને આ ફીચર્સનો ફાયદો લઇ શકાય. જેના થકી મેસેજ અર્કાઇવ (Archive) સેક્શનમાં જાય છે અને તેને પણ અનમ્યુટ (Unmute) કરી શકાય.

g-mail-features-you-can-use-gmail-even-without-internet-know-how

૨: યોગ્ય અને વ્યવસ્થિત જી-મેલ માટે ઓટો સીસ્ટમ :

દરેક ઈ-મેલને ચેક કરવા અને ડીલીટ કરવાનું કામ કઠીન છે. આ સર્વિસ યુઝર્સને કોઈ મેલને ડીલીટ (Delete),અર્કાઇવ અથવા મ્યુટ કર્યા બાદ લીસ્ટમાં સીધા આગામી મેલ (જુના અથવા નવા) પર જવાની મંજુરી આપે છે. આ કરવા માટે સેટિંગ પર જઈને એડવાન્સ થઇને ઓટોએડવાન્સ ઇનેબલ (Enable) કરવાનું રહે છે ત્યારબાદ સેવ ચેન્જ પર ક્લિક કરવું. હવે સેટિંગ પર પરત ફરવાનું અને જનરલ થઇ ઓટો એડવાન્સ પર સ્ક્રોલ કરીને કન્વઝેશન (Convesion) પર જઈને સેવ ચેન્જ (Save Change) પસંદ કરવું પડશે ત્યારબાદ આ ફીચર્સ (G Mail Features) એક્ટીવ થઇ જશે.

૩: ગુગલ ફાઈલની મદદથી મોટી ફાઈલ મોકલવી :

જી-મોડીફોલ્ટ રૂપે યુઝર્સને ૨૫ એમબી સુધીની ફાઈલ સાઈઝ સુધી એટેચમેન્ટ (Attachment) મોકલવાની મંજુરી  આપે છે. જયારે મોટા એટેચમેન્ટ મોકલવા માટે ગુગલ ડ્રાઈવનો ઉપયોગ કરી શકાય. સૌથી પહેલાતો ગુગલ ડ્રાઈવ અપલોડ કરવું પડે અને પછી કમ્પોજ સેક્શન પર ડ્રાઈવ આઇકન પર ક્લિક કરીને ફાઈલને એટેચ કરવાનું રહેશે.

g-mail-features-you-can-use-gmail-even-without-internet-know-how

૪: એડવાન્સ સર્ચ ઓપ્શન :

જી-મેલ યુઝર્સ (Users)ને સેન્ડર, રીસીવર, કીવર્ડના આધાર પર સર્ચ કરવાનો વિકલ્પ આપે છે. એડવાન્સ સર્ચ (Advance Search) માટે સર્ચ બારની જમણી બાજુએ સેટિંગ આઇકન પર ક્લિક કરી શકાય.

૫: ઈ-મેલ રિકોલ કરવાનો સમય ૫ સેકન્ડથી વધારીને ૩૦ કરવો :

અન્ડું સેન્ડ (મોકલેલા ઈ-મેલને રિકોલ કરવો) જી –મેલનું જુનું ફીચર્સ (G Mail Features) છે. ડીફોલ્ટ રૂપે આ સર્વિસ યુઝર્સને ઈ-મેલ યાદ કરવા માટે ૫ સેકન્ડની વિન્ડો આપે છે. જો કે આ ૫ સેકન્ડ વિન્ડોને ૩૦ સેકન્ડ સુધી લંબાવવાનો વિકલ્પ મળે છે. આ માટે સેટિંગ પર જઈને જનરલ ત્યારબાદ અન્ડું સેન્ડ બાદ ડ્રોપ ડાઉન મેનુથી ૩૦ના વિકલ્પને પસંદ કરવાનો રહેશે. જો કે તેમાં ૧૦ અને ૨૦ સેકન્ડનો વિકલ્પ પણ મળે છે.

g-mail-features-you-can-use-gmail-even-without-internet-know-how

૬: જરૂરી ઈ-મેલ યાદ કરાવવા માટે જી-મેલ નુજીસ ફીચર્સ :

નુજીસ ફીચર્સથી યુઝર્સને જરૂરી મેલનો રીપ્લાય આપવાનું જીમેલ યાદ કરાવે છે.આ ફીચર્સ (G Mail Features)ને ઇનેબલ કરવા માટે સેટિંગ પર જઈને જનરલ અને નુજીસ પર ક્લિક કરવું પડે.

૭: ઈ-મેલ શીડ્યુલ કરવા :

ઈ-મેલ શીડ્યુલિંગ ફીચર્સથી તમે ઈચ્છો ત્યારે એક ઈમેલ લખી શકો છે અને તેને પાછળની તારીખ અથવા સમય માટે શીડ્યુલ કરી શકો છે. ઈ-મેલ શીડ્યુલ કરવા અંતે એક ઈ-મેલ લખવાનો અને સેન્ડ બટન સિવાય ડાઉન એરો પર ટેપ કરી અને શીડ્યુલ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જેના પછી પ્રીસેટ ઓપ્શનથી તારીખ અને સમય પસંદ કરવો.

g-mail-features-you-can-use-gmail-even-without-internet-know-how

૮: ઈમેલને ઝડપથી લખવા માટે સ્માર્ટ કમ્પોઝ ફીચર :

જીમેલમાં સ્માર્ટ કમ્પોઝ ફીચરનો ઉદ્દેશ યુઝર્સને ઝડપથી ઈ-મેલ લખવામાં મદદ કરે છે. આ મશીન લર્નિંગ પર આધારિત છે. યાદ રાખજો સ્માર્ટ કમ્પોઝ એક ગુગલ એકાઉન્ટ લેવલ સેટિંગ છે. સ્માર્ટ કમ્પોઝ સેટિંગ સાઈન ઇન એકાઉન્ટમાં કામ કરે છે. તમે સેટિંગમાં જઈ જનરલ પર જઈને સ્માર્ટ કમ્પોઝમાં જઈ તેને ઇનેબલ કરી શકો છો.

આ પણ વાંચો  : ભારતીય શેરમાર્કેટને કેમ કહેવાય છે દલાલ સ્ટ્રીટ ? આ નામ પાછળ છુપાયેલો છે રોચક ઈતિહાસ

૯: નેટ વિના પણ જી-મેલનો ઉપયોગ :

જી-મેલ ઓફલાઈન એક્સેસ મોડ (Offline Access Mode) સાથે પણ આવે છે.જેનો અર્થ એ  છે કે તમે ઈન્ટરનેટ કનેક્શન વિના પણ જી-મેલ વાંચી શકો છો, જવાબ આપી શકો છો અને સર્ચ પણ કરી શકો છો. તમારે એટલું જ કરવાનું રહેશે કે સર્વિસ ઇનેબલ કરીને mail.google.comને બુકમાર્ક (Bookmark) કરવું પડશે. આ સર્વિસ માત્ર ક્રોમ સાથે કામ કરે છે. ઇનેબલ કરવા માટે સેટિંગ પર જઈ ઓફલાઈન અને પછી ઇનેબલ ઓફલાઈન મેલ પર ક્લિક કરવું રહેશે.

૧૦: એટેચમેન્ટને સીધા ગુગલ ડ્રાઈવમાં સેવ કરવું અને ગમે ત્યાંથી એક્સેસ કરવું :

જી-મેલ એટેચમેન્ટને સીધા ગુગલ ડ્રાઈવ (Google Drive)માં સેવ કરી શકાય.જેના માટે ફાઈલને એટેચમેન્ટ સેક્શન સુધી સ્ક્રોલ કરવું અને ડાઉનલોડ આઇકનના બદલે ડ્રાઈવ આઇકન પર ક્લિક કરવાનું રહેશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment