Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝG-20 Summit: પીએમ મોદી રોમના પ્રખ્યાત ટ્રેવી ફાઉન્ટેન પહોંચ્યા, વૈશ્વિક નેતાઓ સાથે ઉછાળ્યો સિક્કો

G-20 Summit: પીએમ મોદી રોમના પ્રખ્યાત ટ્રેવી ફાઉન્ટેન પહોંચ્યા, વૈશ્વિક નેતાઓ સાથે ઉછાળ્યો સિક્કો

g 20 summit
Share Now

પીએમ મોદી પાંચ દિવસના વિદેશ પ્રવાસે ગયા છે. ત્યારે તેઓ વડાપ્રધાન હાલ જી-20 સમિટમાં ભાગ લેવા માટે ઈટાલીની રાજધાની રોમમાં છે. રવિવારે, સમિટથી ઈતર વડા પ્રધાને અન્ય વૈશ્વિક નેતાઓ સાથે અહીં સ્થિત પ્રખ્યાત ટ્રેવી ફાઉન્ટેનની મુલાકાત લીધી હતી. આ ફાઉન્ટેન ઇટાલીમાં સૌથી વધુ દૃશ્યમાન સ્મારકોમાંથી એક છે. બરોક કલા શૈલીમાં આ સ્મારકને ઘણા ફિલ્મ નિર્માતાઓએ પ્રેમના પ્રતીક તરીકે મોટા પડદા પર પણ રજૂ કર્યું છે.

સિક્કા ઉછાળવાની પરંપરા માટે વિશ્વભરમાં પ્રખ્યાત

G20 ઇટલીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી રવિવારે આ સંબંધમાં એક ટ્વિટ કરવામાં આવ્યું હતું. ટ્વીટમાં લખ્યું હતું કે, “G20 પ્રતિનિધિમંડળના વડાઓએ સમિટના બીજા દિવસની શરૂઆત શહેરના આઇકોનિક સીમાચિહ્ન, ટ્રેવી ફાઉન્ટેન પર ફરવા નીકળ્યા હતા. તે વિશ્વનો સૌથી સુંદર ફુવારો છે અને તેની સિક્કા ઉછાળવાની પરંપરા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. બરોક કલા શૈલીના શહેરમાં સૌથી મોટો ફુવારો 26.3 મીટર ઉંચાઈ અને 49.15 મીટર પહોળાઈ ધરાવે છે.

આ પણ વાંચો:આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે સહકારથી સારો બીજો કોઈ રસ્તો હોઈ શકે નહીં

સિક્કો ફેંકવાની માન્યતા 

આ અંગે G-20 ઈટલી દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. વિડિયોમાં, પ્રતિનિધિમંડળના સભ્યો ફુવારા તરફ જઈ રહ્યા છે, તેઓ તેના પાણીમાં તેમના ખભા પર સિક્કા ફેંકતા જોઈ શકાય છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ ફુવારાના પાણીમાં તમારા ખભા પરથી સિક્કો ફેંકો છો, તો તેનો અર્થ એ છે કે તમે ચોક્કસપણે એકવાર ફરીથી રોમ પાછા આવશો. G20ની અધ્યક્ષતા હાલ ઇટાલી પાસે છે, જે ગયા વર્ષે ડિસેમ્બરથી અધ્યક્ષ છે.

પીએમ મોદી ઈટલીના વડાપ્રધાનને મળશે

કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે આજે વડાપ્રધાન મોદી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ ઉપરાંત, તે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પરના સત્રમાં અને સપ્લાય ચેઈન રિસિલિયન્સ પરના કાર્યક્રમમાં હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી પાંચ દિવસના વિદેશ પ્રવાસે ગયા છે. ત્યારે તેઓ વડાપ્રધાન હાલ જી-20 સમિટમાં ભાગ લેવા માટે ઈટાલીની રાજધાની રોમમાં છે. રવિવારે, સમિટથી ઈતર વડા પ્રધાને અન્ય વૈશ્વિક નેતાઓ સાથે અહીં સ્થિત પ્રખ્યાત ટ્રેવી ફાઉન્ટેનની મુલાકાત લીધી હતી. આ ફાઉન્ટેન ઇટાલીમાં સૌથી વધુ દૃશ્યમાન સ્મારકોમાંથી એક છે. બરોક કલા શૈલીમાં આ સ્મારકને ઘણા ફિલ્મ નિર્માતાઓએ પ્રેમના પ્રતીક તરીકે મોટા પડદા પર પણ રજૂ કર્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment