Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 17.
Homeએન્ટરટેઈન્મેન્ટGadar 2 માં તારા સિંહ ફરીથી જોવા મળશે, સોશિયલ મીડિયા પર શેર કર્યુ પોસ્ટર

Gadar 2 માં તારા સિંહ ફરીથી જોવા મળશે, સોશિયલ મીડિયા પર શેર કર્યુ પોસ્ટર

Gadar 2
Share Now

GADAR 2 ફિલ્મ ખૂબ જલદી થિએટરમાં રિલીઝ થશે. સની દેઓલ અને અમીષા પટેલ એકવાર ફરી સાથે જોવા મળશે. બંને પાત્રોએ તેમના સોશિયલ મીડિયા પર ફિલ્મની સિક્વલનું પોસ્ટર શેર કર્યુ છે. તેનાથી આપણે જાણી શકીએ કે આ બંને પાત્રો એકવાર ફરીથી મોટા પડદા પર સાથે અભિનય કરશે. આ જાણીને તેમના ફેન્સ પણ ઘણા ઉત્સુક છે. ગદર ફિલ્મના ફેન્સ આ એનાઉન્સમેન્ટને લઈને ઘણાં જ ઉત્સાહિત છે. Zee Studios પ્રોડક્શન દ્વારા ફિલ્મનું મોશન પોસ્ટર ટ્વિટર પર શેર કરવામાં આવ્યુ છે.

Gadar 2 માં ઉત્કર્ષ શર્મા પણ જોવા મળી શકે છે

રિપોર્ટ અનુસાર, ફિલ્મના નિર્દેશક અનિલ શર્મા તેમના દીકરા ઉત્કર્ષ શર્માની સાથે ફિલ્મ બનાવી રહ્યાં છે. આ પહેલા ઉત્કર્ષ શર્માએ તેનું ડેબ્યૂ જીનીયસ ફિલ્મથી કર્યુ હતુ. (Gada2 big announcement)ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ સહીત લીડ રોલમાં પૂજા ભટ્ટ અને શ્રેય ધનવંતરી પણ સરસ પાત્રોમાં જોવા મળશે. ગદર 2 એક સસ્પેન્સ થ્રિલર ડ્રામા ફિલ્મ છે. હાલ સની દેઓલ ‘અપને 2’ ની સિક્વલને લઈને ઘણો ચર્ચામાં છે, આ ફિલ્મ પણ જલદી જ રિલીઝ થશે. 

ગદર ફિલ્મે મોટા પડદા પર ઘણુ સારુ પ્રદર્શન કર્યુ હતુ. તેમાં સની દેઓલ અને અમીષા પટેલની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે ફરીથી આ બંને ઘણા વર્ષો બાદ સાથે કમબેક કરી રહ્યાં છે. ત્યારે તેમના ચાહકો ઘણા ઉત્સાહિત છે તેમના અભિનયને જોવા માટે. હવે તેની સિક્વલ રિલીઝ થાય અને તે પડદા પર કેટલુ સારુ પ્રદર્શન કરે છે તે જોવાનું રહે છે. 

આ પણ વાંચોઃ- આર્યન ખાન 20 ઓક્ટોબર સુધી રહેશે જેલમાં, કોર્ટે જામીન પરનો ચુકાદો અનામત રાખ્યો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment