Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝગજરાજને વિશેષ આભુષણોથી શણગારવામાં આવ્યા!

ગજરાજને વિશેષ આભુષણોથી શણગારવામાં આવ્યા!

Share Now

અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી છે. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગજરાજનું (Gajraj) ખુબ મહત્વ રહેલું હોય છે.

ગજરાજની પુજા વિધિ

Gajraj puja

જગન્નાથ ભગવાનની યાત્રાનું સુકાન ગજરાજને (Gajraj) સોંપવામાં આવે છે. ગજરાજ જ રથયાત્રાનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ પણ શુભ શરૂઆત કરીએ ત્યારે ગણપતિની પુજા કરીએ છીએ એટલે જ રથયાત્રાના એક દિવસ પહેલા પરંપરાગત રીતે ગજરાજની (Gajraj) પુજા વિધિ કરાતી હોય છે. રથાયાત્રા નિમિત્તે ગજરાજને (Gajraj) વિશેષ આભુષણોથી શણગારવામાં આવતો હોય છે. ગજરાજ ઉપર પેઈન્ટિંગ કરવામાં આવતું હોય છે. રથયાત્રામાં સૌથી આગળ હાથી જ હોય છે.

આ પણ વાંચો:માત્ર એક રૂપિયામાં કેન્સરની સારવાર કરતા ગુજરાતના મધર ટેરેસા!

Gajraj from jaggannath temple

  • રથયાત્રામાં 11 ગજરાજને શણગારવામાં આવે છે
  • હાથીને ઝુલ, ઝાલર, સિર માલિશ, ઘંટી, અંબાળી થી સણગારવામાં આવે છે
  • મંદિરના મહંત અને યજમાનો દ્વારા ગજરાજોની પૂજાવિધિ કરવામાં આવી હતી
  • ગજરાજને સણગારેલા જોઈ ભક્તો પણ આનંદિત થઈ ગયા હતા

ભુતકાળમાં કોમી તોફાનો થયા હતા, ત્યારે સરકારે અને પોલીસે રથયાત્રા નિકાળવાની ના પાડી હતી. ત્યારે સરજુ હાથીએ રથને સુંઢથી પકડીને ગેટની બહાર લઈ ગયો હતો. એટલે કે પહેલેથી ગજરાજનું મહત્વ રહેલું છે. ગજરાજને (Gajraj) વિશેષ રીતે શણગારવામાં આવે છે. પંરતુ આ નખતે ગજરાજ (Gajraj) અને મહાવત બંન્ને નિરાશ છે કેમ કે ગજરાજ અને મહાવતને રથયાત્રામાં જવાની મંજૂરી આપી નથી.

જગન્નાથજીની 144મી રથયાત્રા

lord jaggannath ji

સૌથી આગળ પોલીસના વાહનો બાદમાં રથની આગળ એક વાહન મંદિરનું અને પછી ત્રણ રથ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી રહ્યા છે. રથની પાછળ પણ પોલીસ. રાયપુર ચાર રસ્તા કે જ્યાં રથયાત્રા પહોંચે તે પહેલાં માનવ મહેરામણ ઉમટતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને લઈ નિયંત્રણ હોવાથી રસ્તા પર માત્ર પોલીસના જવાનો બંદોબસ્તમાં જોવા મળી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ વાળા રથને પાછળથી ધક્કો મારી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment