Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeભક્તિદેવોના દેવ એટલે મહાદેવ: 12 મી સદીનું પૌરાણિક શિવ મંદિર એટલે ગળતેશ્વર મહાદેવ

દેવોના દેવ એટલે મહાદેવ: 12 મી સદીનું પૌરાણિક શિવ મંદિર એટલે ગળતેશ્વર મહાદેવ

galteshwar
Share Now

12 મી સદીનું પૌરાણિક શિવ મંદિર, જ્યાં ગાલવરૂષિએ 10 હજારવર્ષ સુધી કર્યું હતુ તપ..જેનાથી પ્રસનન્ થઇને સ્વયં પ્રગટ થયું હતુ શિવલિંગ, એ શિવલિંગને સ્વયં ગળતી નદી જળાભિષેક કરવા આવે છે, જે શિવમંદિરને નષ્ટ કરવા અનેક વિધર્મીઓએ પ્રયત્નો પણ કર્યા, છતાં આજે પણ અડીખમ છે…. એ ગળતેશ્વર મહાદેવનું મંદિર (Galteshwar Mahadev Temple) 

mandir 00

Ott India

ખેડા જિલ્લાના ડાકોર નજીક આવેલું અદભૂત અલૌકિક ગળતેશ્વર મહાદેવવું પ્રાચિન શિવાલય(Shivalaya).. કહેવાય છે કે, સરનાલ ગામ પાસે આ અલૌકિક મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયું હતું… પ્રાચીનકાળથી સ્વયંભૂ બિરાજેલ ગળતેશ્વર મહાદેવ મંદિરની કલા કોતરણી પણ અદભૂત છે.

ॐ मृत्युंजयमहादेवं त्राहि मां शरणागतम्।

जन्ममृत्युजराव्याधिपीडितं कर्मबन्धनै:॥

ગળતેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયં પ્રગટ થયું

પ્રસિદ્ધ ગળતેશ્વર શિવ મંદિર ચૌલુક્ય સ્થાપત્યની અસર હેઠળ બંધાયું હોવાનું પણ મનાય છે, આ મંદિરને જોતા જ સોમનાથનું શિવ મંદિર અને મોઢેરાના સુર્યમંદિરની જાણે યાદ અપાવે.

Ott India

ગળતેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયં પ્રગટ થયું હતું તે વિશે એક દંત કથા પણ છે.. હજારો વર્ષ પહેલા ગળતી નદીના તટ પર ગાલવરૂષિએ 10 હજાર વર્ષ સુધી તપ કર્યું..ગાલવરૂષિએ કરેલા તપથી ભગવાન પ્રસન્ન થયા અને શિવલિંગ પ્રગટ થયું.. અહીં કુંતલપુર નગરના રાજા ચંદ્રહાસ રાજાએ આ ભવ્ય શિવાલયનું નિર્માણ કરાવ્યું હતું. આ ભવ્ય મંદિરની પ્રસિદ્ધિ અને કિર્તી જોઈ વિધર્મીઓએ આ મંદિરના શિખરનું ખંડન કર્યું.. શિવાલયના શિખરનું બાંધકામ પુર્ણ થાય તે માટે સંતરામપુર મંદિરના મહંત રામદાસજી મહારાજે અથાગ પ્રયત્નો કર્યા હતા.. ભક્તોની આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર ગળતેશ્વર મહાદેવના શિખરનું બાંધકામ પુરાતત્વ ખાતાએ કર્યું છે.

જુઓ વીડિયો:

 

સોળે કળાએ ખીલેલા પ્રકૃત્તિના સાનિધ્યમાં આવેલા પૌરાણિક શિવમંદિરનું ગર્ભગૃહ મંડપ કરતાં નીચુ અને ચોરસ છે. મંદિરનો મંડપ અષ્ટકોણીય આકાર ધરાવે છે… શિવાલય પર શિવના વિવિધ રૂપો કોતરવામાં આવ્યા છે.. મંદિરની દિવાલોમાં દેવી દેવતાઓ, ઘોડેસવારી, હાથી સવારી, રથ અને જીવનથી મૃત્યુની ઘટમાળોનું ચિત્રણ કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ અહીં ભગવાનનું ધ્યાન કરવાની સાથે પ્રકૃત્તિના રોમાંચને પણ અનુભવી શકે છે. ખુબ જ શાંતિ અને ભક્તિભાવનો આહલાદક અનુભૂતિ કરાવનાર આ પ્રાચીન મંદિરના દર્શન કરી ભક્તો પોતાની જાતને ધન્યતા અનુભવે છે.સંધ્યા સમયે મંદિર પરિસર અને ત્યાંનું વાતાવરણ લાગે છે સ્વર્ગ જેવું.

હર હર મહાદેવ

ગળતેશ્વર મહાદેવના મંદિર આગળ ગળતી નદી અને મહિસાગર નદીનો સંગમ સ્થાન હોવાથી ભક્તો અહીં સ્નાન કરી ભગવાનની  પુજા અર્ચના કરવામાં આવે છે, ગળતી અને મહિસાગર નદીના સંગમ સ્થાન પર સ્નાન કરવાથી ગંગાસાગરમાં સ્નાન કર્યું હોય તેટલું ફળ મળે છે એવી એક લોક માન્યતા પણ છે…. ગળતી નદીમાં પ્રથમ ધોધ ચંદ્રકુંડ અને બીજો સૂર્ય કુંડ છે…. સૂર્ય કુંડ પાતાળ સુધી ઉંડો હતો એવું કહેવાય છે.

Ott India

પ્રાચીન મહિમા ધરાવતા આ શિવાલયના દર્શન કરવા ભક્તોનો ઘસારો રહે છે, આખા ભારતમાં શિવ મંદિર તરીકે પ્રસિદ્ધ ગળતેશ્વર મહાદેવ દરેક ભક્તની મનોકામના પુર્ણ કરે છે.. પવિત્ર તીર્થના દર્શને અને શિવલિંગને જળાભિષેક કરવા ડાકોરના મંદિરમાં સાધુ સંતોનો પણ ધસારો રહે છે… તો તમે પણ આવો પ્રાચીન ગળતેશ્વર મહાદેવના દર્શને અને થઇ જાવ મહાદેવની ભક્તિમાં લીન… હર હર મહાદેવ…

 

આવા જ ભક્તિમય મંદિરો વિશે જાણવા માટે જોતા રહો OTT India

આ પણ વાંચો: ગુજરાતમાં આવેલુ બળિયાદેવનું સૌથી મોટું મંદિર

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment