Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
HomeઇતિહાસGandhi Jayanti: ગાંધીજીએ ચંપારણમાં નહીં, પરંતુ અહીં પ્રથમ વખત કર્યો હતો સત્યાગ્રહ

Gandhi Jayanti: ગાંધીજીએ ચંપારણમાં નહીં, પરંતુ અહીં પ્રથમ વખત કર્યો હતો સત્યાગ્રહ

Gandhi Jayanti
Share Now

આખો દેશ આજે મહાત્મા ગાંધીની 152 મી જન્મજયંતિની (Gandhi Jayanti) ઉજવણી કરી રહ્યો છે. 2 ઓક્ટોબર, 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં જન્મેલા ગાંધીજીએ સત્યાગ્રહ અને અહિંસાના આધારે કવચ વગર દેશને આઝાદી અપાવી હતી. ગાંધીજીએ દેશની આઝાદીમાં એટલું મહત્વનું યોગદાન આપ્યું છે કે, આપણે તેમને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ. તેમના સત્યાગ્રહની તાકાત એવી હતી કે, હાથમાં લાકડી અને ધોતી પહેરીને નીકળતા ગાંધીજીથી સશ્ત્ર ધારી અંગ્રેજો પણ ડરતા હતા. આ ભય કેટલો અને કેવો હતો તે વિશે આપણે જાણીશું, પરંતુ પહેલા એ જાણી લઈએ કે ગાંધીજીએ પ્રથમ વખત ક્યાં સત્યાગ્રહ કર્યો હતો? શું ચંપારણ સત્યાગ્રહ, જેને લોકો ગાંધીજીનું પ્રથમ સત્યાગ્રહ કહે છે તે ઐતિહાસિક માહિતી પ્રમાણે સાચો છે?

Gandhi Jaynati- ચંપારણ સત્યાગ્રહ

જો આપણે ઇતિહાસના પાના ફેરવીએ, તો વર્ષ 1917 માં બિહારના ચંપારણમાં જે ચંપારણ સત્યાગ્રહ (Gandhi Jayanti) થયો તે ગાંધીજીનું ભારતમાં પ્રથમ સત્યાગ્રહ હતું. હવે જ્યારે મહાત્મા ગાંધી વર્ષ 1915 માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા, ત્યારે તેમણે ચંપારણમાં ગુલામ ભારતમાં પ્રથમ વખત સત્યાગ્રહનો ઉપયોગ કર્યો હતો, પરંતુ આનાથી એ સ્પષ્ટ નથી કે અહિંસાના પૂજારી ગાંધીજીના જીવનમાં આ પ્રથમ સત્યાગ્રહ હતો.

તો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, તેમનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો. આ માટે તમારે ગાંધીજીની જીવનયાત્રા વિશે સમજવું પડશે. એવું કહેવાય છે કે જ્યારે તેઓ બેરિસ્ટર બન્યા ત્યારબાદ મહાત્મા ગાંધી ભારત પરત ફર્યા હતા.

આ પણ વાંચોઃ- International Coffee Day: શું કોફી લવર્સને ખબર છે? કે કોફીમાંથી પણ પેઈન્ટિંગ બને છે

Gandhi Jayanti- સાઉથ આફ્રિકા સત્યાગ્રહ

ત્યારે વર્ષ 1893 માં અબ્દુલ્લા નામના વેપારીના પ્રસ્તાવ પર મહાત્મા ગાંધી કાયદાનો અભ્યાસ કરવા દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં તેમને ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તમે પણ આ વાર્તા વાંચી જ હશે. આ ભેદભાવને કારણે ગાંધીજીએ વર્ષ 1894 માં જ અહિંસક દેખાવો શરૂ કર્યા હતા.

Gandhi Jayanti

IMAGE CREDIT: GOOGLE

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં ફિનિક્સ ફાર્મની સ્થાપના કરી હતી.  અહીંથી 1906 માં સત્યાગ્રહની શરૂઆત થઈ હતી. તેમ કહી શકાય. કારણ કે અહીં લોકોને અહિંસક સત્યાગ્રહની તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો સંપૂર્ણ ઉપયોગ કર્યો હતો. તથા લોકોને મદદ કરી હતી.

કહેવાય છે કે ગાંધીજી ગોપાલ કૃષ્ણ ગોખલેને પોતાના રાજકીય ગુરુ માનતા હતા. તેમની સલાહ પર જ તેમણે રસ્કિન અને લીઓ ટોલ્સટોયનું પુસ્તક વાંચ્યું. ત્યારબાદ તેમણે ભૂખ હડતાલ પર રસ્કીન પાસેથી પ્રેરણા લીધી અને લીઓ ટોલ્સટોય પાસેથી તેમણે અહિંસક ચળવળ, સત્યાગ્રહની પ્રેરણા લીધી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment