Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝGandhi Jayanti નિમિતે યુવાનોએ માંડવીના ટોપણસર તળાવનું સફાઈ અભિયાન હાથ ધર્યુ

Gandhi Jayanti નિમિતે યુવાનોએ માંડવીના ટોપણસર તળાવનું સફાઈ અભિયાન હાથ ધર્યુ

Gandhi Jayanti
Share Now

સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારો એવો વરસાદ પડ્યો છે. કચ્છના માંડવીના પ્રાણ સમાન ટોપણસર તળાવમાં નવા નીર આવ્યા છે. પાણીની આવક સાથે ઘણો બધો કચરો અને પ્લાસ્ટિક પણ ધસી આવ્યું છે. જેના લીધે તળાવમાં વસવાટ કરતા જીવ-જંતુને ઘણુ નુકસાન પહોંચી રહ્યું છે. તળાવના જીવો માટેનો વિચાર કરતા શહેરના સિક્યોર નેચર સોસાયટી ગ્રૂપના યુવક-યુવતીઓ, બીજેપીના યુવા કાર્યકર્તા, નગરપાલિકા અને બ્લૂસ્ટાર વોટર સ્પોર્ટ્સના તમામ સભ્યોએ મળીને તળાવને સાફ કરવાનું નક્કી કર્યું છે. ગાંધી જયંતી (Gandhi Jayanti) નિમિતે સફાઈ અભિયાન માટેનો સંકલ્પ લીધો હતો.

Gandhi Jayanti નિમિતે સફાઈ અભિયાન

તમામ યુવાનોની માન્યતા છે કે, ગાંધીજી સ્વચ્છતાને (Gandhi Jayanti)  ઘણુ પ્રોત્સાહન આપતા હતા આથી તેમની જયંતી નિમિતે આપણે પર્યાવરણને સાફ કરવાનું સંકલ્પ લઈશું. આથી ગાંધીજીના ઉમદા વિચાર સાથે સ્પીડ બોટમાં બેસીને તળાવના કિનારાઓનું તથા આસપાસમાં આવેલા કૂવાઓની સફાઈનું અભિયાન હાથ ધર્યુ હતુ. આ સફાઈ અભ્યાનમાં 3 ટન જેટલો કચરો અને પ્લાસ્ટિક એકત્રિત કરીને તેમનો નિકાલ કર્યો હતો. આ યુવાનો રજાના દિવસે મોજ-શોખ માણવાની જગ્યાએ સફાઈ અભિયાનમાં જોડાવાનું પસંદ કર્યું હતુ.

Gandhi Jayanti

આ પણ વાંચોઃ- Vadodara: ચિત્રકારે મીઠામાંથી ગાંધીજીના ચિત્રો તૈયાર કરી અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવી

કચ્છના માંડવીના પ્રાણ સ્વરૂપ ટોપણસર તળાવમાં નવા નીર આવ્યા છે. પ્લાસ્ટિકના પ્રદૂષણથી પાણીમાં રહેલી અનેક દુર્લભ પ્રજાતિઓ મૃત્યુ પામી રહી છે. તળાવ છલોછલ ભરાયુ છે ત્યારે શહેરના નવા ગ્રૂપ દ્વારા ક્લિન અપ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતુ. તે સાથે સ્પીડ બોટ દ્વારા તળાવના કિનારા પરથી 3 ટન કચરો એકત્રિત કરાયો હતો.

છેલ્લા બે વર્ષથી સમુદ્રની જીવસૃષ્ટિને બચાવવા તથા તળાવ અને દરિયાકાંઠાની સફાઈની કામગિરી બજાવી રહ્યાં છે. જેથી કિનારાઓનો કચરો અંદર સુધી ધસી ન જાય અને વાઈલ્ડ લાઈફને કોઈ પણ નુકસાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

આ યુવાનો તળાવ કિનારાની સફાઈ પૂરતું જ નહીં પણ સ્નોર્કલિંગની મદદથી પાણીની અંદર જઈને વેસ્ટ પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્રિત કરે છે. જેથી તળાવમાં રહેતા જીવ-જંતુઓ સલામતી સાથે મનોરમ્ય ટોપણસર તળાવની સુંદરતા પણ આહ્લાદક બની રહે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment