Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeઇતિહાસભારતીય ચલણી નોટ પર ગાંધીજીની તસવીર પહેલી વાર ક્યારે છપાઈ? ક્યાં-ક્યારે ક્લિક થયો હતો આ ફોટો ?

ભારતીય ચલણી નોટ પર ગાંધીજીની તસવીર પહેલી વાર ક્યારે છપાઈ? ક્યાં-ક્યારે ક્લિક થયો હતો આ ફોટો ?

gandhiji-on-note-when-was-gandhijis-picture-first-printed-on-indian-currency-notes-when-was-this-picture-taken
Share Now

નવી દિલ્હી : દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ને બધા ઓળખે છે અને કોઈ ભૂલતુ પણ નથી, કેમ કે તેમની તસવીર વારંવાર સામે આવતી રહે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ચલણી નોટ (Currency Note)ની જેના પર મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની તસવીર છપાયેલી છે. જેથી નાના બાળકો પણ મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અંગે સામાન્ય જ્ઞાન ધરાવતા હોય છે. રાષ્ટ્ર પ્રત્યે મહાત્મા ગાંધીનું અતુલ્ય યોગદાન રહ્યું છે, જેથી ભારતીય કરન્સી નોટ  (Currency Note) પર તેમને જગ્યા મળી છે. આજે તમામ કરન્સી નોટ પર બાપુની તસવીર લાગેલી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ગાંધીજીની આ તસવીર ક્યાંની છે અને પહેલી વાર બાપુ કરન્સી નોટ  (Currency Note) પર ક્યારે આવ્યા હતા?

Story behind the face of Mahatma Gandhi's face on currency note

Gandhiji on Note

વર્ષ 1947 સુધી ભારતમાં બ્રિટીશ કિંગ જ્યોર્જની તસવીર કરન્સી નોટ પર ચાલતી હતી. પરંતુ આઝાદી પછી દેશવાસીઓ ભારતીય કરન્સી નોટો પર મહાત્મા ગાંધીની તસવીર(Gandhiji on Note) જોવા માંગતા હતા. આ દરમિયાન તત્કાલિન સરકારને આ નિર્ણય લેવામાં થોડો સમય જોઈતો હતો. તે વચ્ચે સરકારે ભારતીય કરન્સી પરથી કિંગ જ્યોર્જની તસવીરને સારનાથ સ્થિત લાયન કેપિટલથી રિપ્લેસ કરી દીધી એટલે કે તેની જગ્યાએ સારનાથમાં આવેલ સ્તંભની તસવીર લગાવાઈ હતી.

Gandhiji on Note

પહેલી વાર ક્યારે છપાઈ હતી નોટ પર ગાંધીજીની તસવીર?

રિઝર્વ બેન્કે પહેલી વાર સન 1969માં યાદગીરી રૂપે ગાંધીની તસવીરવાળી 100 રૂપિયાની નોટ(Gandhiji on Note) રજૂ કરી હતી. તે તેમનું જન્મ શતાબ્દી વર્ષ હતું અને નોટો (Currency Note) પર તેમની તસવીર પાછળ સેવાગ્રામ આશ્રમની તસવીર પણ હતી. પરંતુ ગાંધીજીની વર્તમાન તસવીરવાળી કરન્સી નોટ પહેલી વાર 1987માં છપાઈ હતી. ગાંધીજીના હસતા ચહેરાવાળી તસવીર સાથે સૌથી પહેલા 500 રૂપિયાની નોટ ઓક્ટોબર 1987માં રજૂ કરાઈ હતી. ત્યાર બાદ ગાંધીજીની તે તસવીર અન્ય કરન્સી નોટો પર પણ ઉપયોગ થવા લાગી.

Indian Currency Note Feature

કેવી હતી પહેલી કરન્સી નોટ?

ભારતીય રિઝર્વ બેન્કે વર્ષ 1996માં એડિશનલ ફીચર્સ સાથે પહેલી વાર મહાત્મા ગાંધી સીરીઝની નોટ જારી કરી હતી. આ ફીચર્સમાં બદલાયેલ વોટરમાર્ક, વિંડોડ સિક્યોરિટી થ્રેડ, લેટેન્ટ ઈમેજ અને વિજ્યુઅલ હેન્ડીકેપ્ડ લોકો માટે ઈન્ટેગ્લિયો ફીચર્સ પણ સામેલ હતા. 1996 અગાઉ 1987માં મહાત્મા ગાંધીની તસવીરને વોટરમાર્ક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.

Indian Rupee Note long journey

વર્ષ 1996માં પહેલી વાર મહાત્મા ગાંધીની તસવીરવાળી(Gandhiji on Note) જે નોટ ચલણમાં આવી તે 5, 10, 20, 100, 500 અને 1000 રૂપિયાની નોટ હતી. આ દરમિયાન અશોક સ્તંભની જગ્યાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર અને અશોક સ્તંભનો ફોટો, નોટની ડાબી બાજુ નીચલા ભાગે પ્રિન્ટ કરવામાં આવેલો. ત્યારથી લઈને અત્યાર સુધી ગાંધીજીની તસવીર ભારતીય નોટો  (Currency Note) પર જોવા મળે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યુ કે ગાંધીજીનો જે ફોટો આપણે નોટ પર જોઈ શકીએ છીએ તે અસલમાં ક્યારે લેવામાં આવ્યો હતો?

History of the Indian Currency Notes

ક્યાંથી આવી ગાંધીજીની આ તસવીર?

મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની આ તસવીર ભૂતપૂર્વ વાયસરોય હાઉસ જે હાલનું રાષ્ટ્રપતિ ભવન છે તેમાં 1946માં લેવામાં આવી હતી. ગાંધીજી મ્યાનમાર અને ભારતમાં સેક્રેટરી તરીકે કાર્યરત ફ્રેડેરિક પેથિક લોરેન્સ સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. ત્યારે લેવામાં આવેલી ગાંધીજીની તસવીરને પોટ્રેટ તરીકે ભારતીય નોટો પર અંકીત કરવામાં આવી. જો કે, આ તસવીર ક્યાં ફોટોગ્રાફરે ખેંચી હતી તે વાતની કોઈ જાણકારી મળી નથી.

Mahatma Gandhi on Indian Currency Note

ગાંધીજી સાથે કરન્સી નોટ પર આ તસવીરો રહી

ગાંધીજી (Mahatma Gandhi)ની તસવીર પહેલા ભારતીય નોટોની ડિઝાઈન અને ઈમેજ અલગ-અલગ હોતી. વર્ષ 1949માં તત્કાલીન સરકારે અશોક સ્તંભની ડિઝાઈનવાળી 1 રૂપિયાની નોટ રજૂ કરી હતી. વર્ષ 1953થી હિન્દીને નોટો પર ઉલ્લેખિત કરવાનું શરૂ કર્યું. વર્ષ 1954માં 1000, 5000 અને 10000ની નોટોને રિઈન્ટ્રોડ્યુસ કરવામાં આવી. આ દરમિયાન 1000 રૂપિયાની નોટ  (Currency Note) પર તંજોર મંદિરની ડિઝાઈન હતી, 5000 રૂપિયાની નોટ પર ગેટવે ઓફ ઈન્ડિયા જ્યારે 10000ની નોટ પર લાયન કેપિટલ અને અશોક સ્તંભની તસવીર છપાતી. જો કે, વર્ષ 1998માં આ નોટોને બંધ કરી દેવામાં આવી.

આ પણ વાંચો : ફરી સોનેકી ચીડિયા બનતું ભારત : Gold Reserves 700 ટનને પાર

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment