Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝકોંગ્રેસનું સુવર્ણ પદક મેળવનાર ગાંધીજી બનશે પહેલાં ભારતીય

કોંગ્રેસનું સુવર્ણ પદક મેળવનાર ગાંધીજી બનશે પહેલાં ભારતીય

gandhiji photo
Share Now

કરોડના દિલોમાં જીવંત છે ભારતના રાષ્ટ્ર પિતા 

ગાંધીજી ભારતીય હતા, પરંતુ માત્ર ભારતના જ નહોતા. ગાંધીજીની દેશ માટેની શહીદીને 7 દાયકાથી પણ વધુ સમય થયો એમ છતાં આજે કરોડોના દિલોમાં હજુ પણ જીવંત છે. ગાંધીજીના જીવનનો એક મંત્ર હતો કે, ‘તેમનું જીવન જ તેનો સંદેશ છે’ અને સત્તાથી આટલા દૂર રહેવા છતાં ગાંધીજી આજે ન માત્ર ભારતીય અન્ય રાષ્ટ્રોના કરોડો લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે.

ગાંધીજીને મળી શકે છે અમેરિકાનું નાગરિક સન્માન

gandhiji photo

india

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળી શકે છે. આ માટે અમેરિકન સાંસદે અમેરિકામાં મળેલી સભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો, ગઈકાલે એટલે કે 13 ઓગસ્ટના દિવસે ન્યૂયોર્કના એક સાંસદે શાંતિ અને અહિંસાને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધીને કોંગ્રેસના સુવર્ણ પદકથી સન્માનિત કરવાનો પ્રસ્તાવ અમેરિકન પ્રતિનિધિ સભામાં રજૂ કર્યો છે. ત્યારે જો આ સન્માન ગાંધીજીને મળશે તો મહાત્મા ગાંધી અમેરિકન કોંગ્રેસનું સ્વર્ણ પદક મેળવનાર પહેલાં ભારતીય બનશે. આ પહેલાં જ્યોર્જ વોશિંગ્ટન, નેલ્સન મંડેલા, માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર, મધર ટેરેસા અને રોજા પાર્ક્સ જેવા મહાનુભાવોને આ અવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ન્યૂયોર્કના કોંગ્રેસ સભ્ય કૈરોલિન બી મેલોનીએ એસેમ્બલીમાં આ વિશે પ્રસ્તાવ રજૂ કરતા કહ્યું હતું કે, મહાત્મા ગાંધીના ઐતિહાસીક સત્યાગ્રહ અહિંસક પ્રતિરોધના આંદોલનથી દેશ અને દુનિયાને જે પ્રેરણા આપી છે તે ઉદાહરણ આજે બીજાની સેવા માટે પોતાને સમર્પિત કરી આપવા માટે માણસને ઉત્સાહિત કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માર્ટિન લૂથર કિંગ જૂનિયરની જાતીભેદની સમાનતા માટેનું અભિયાન હોય કે નેલ્સન મંડેલાની રંગભેગ વિરુદ્ધની લડાઈ, સમગ્ર દુનિયાના અભિયાનોને મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા મળે છે. તેઓ લોક સેવક હોવાના કારણે તમેના સાહસ અને આદર્શના કારણે મને રોજ પ્રેરણા મળે છે. ગાંધીજીના આદર્શોનું પાલન કરવાથી જીવનમાં જે પરિવર્તન દુનિયામાં લાવી શકાયું છે તે જીવનમાં પણ અપનાવવું જોઈએ.

આ પણ વાંચો : આઝાદીની લડતમાં સૌથી નાની વયે ફાંસીના માંચડે ચડનાર ક્રાંતિકારી ખુદીરામ બોઝ 

gandhiji photo

india today

આ પહેલા પણ એક વખત થઇ હતી આ રજૂઆત

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમેરિકન સાંસદ મેલોનીએ એવો પણ દાવો કર્યો હતો કે, વર્ષ 2019થી કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ મહાત્મા ગાંધીને જ મળે તે વિશે તેઓ કામ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ પહેલાં 2018માં મેલોની પહેલીવાર સંસદમાં આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. અને સંસદમાં મહાત્મા ગાંધીને મરણોપરાંત પ્રતિષ્ઠિત કોંગ્રેસના આ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવાની માંગણી કરી હતી. મેલોનીનું કહેવું હતું કે, જ્યારે આખો દેશ ગાંધીજીની 150મી જયંતી મનાવી રહ્યો છે ત્યારે તેમને કોંગ્રેશનલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવા જોઈએ. આ સન્માન ભારત માટે જ નહિ ગાંધીજીને પોતાના પ્રેરક માનતા દરેક જન માટે ગૌરવની વાત હશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment