ગાંધીનગર(Gandhinagar) મનપાની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થઈ ગયો છે. આવતી કાલે એટલેકે 3 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મનપાની ચુંટણી(Gandhinagar Municipal Corporation Election) યોજાવાની છે. ત્યારે ગાંધીનગર મનપાની ચૂંટણી ગુજરાતનાં નવા સીએમ ભ્પેન્દ્ર પટેલ માટે એક મોટી ચેલેન્જ બની રહેવાની છે. સીએમ બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel) નેતૃત્વમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન કેવું રહેશે તેનએ લઈને ઘણા તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
આવતીકાલે થશે મતદાન
આવતી કાલે ગાંધીનગર(Gandhinagar) મનપાની ચૂંટણી યોજાવાની છે. ગઈ કાલે ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયો છે. આવતીકાલેએટલે કે 3 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં તમામ વોર્ડમાં મતદારો મતદાન કરવાના છે. અને 5 ઓક્ટોબરના રોજ મનપાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
આ પણ વાંચો:શાહિન વાવાઝોડું ક્યાં ટકરાશે? રાજ્યમાં અહીં ભારે વરસાદની આગાહી
ગાંધીનગરમાં ત્રિપાંખિયો જંગ
આવતીકાલે ગાંધીનગર મનપાની ચૂંટણી યોજવાની છે. ત્યારે આ વખતની ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ(AAP) પણ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. જેને કારણે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થવાનો છે. ભાજપ(BJP) ભૂપેન્દ્ર પટેલના સીએમ બન્યા બાદ તેમના નેતૃત્વમાં પ્રથમ વખત ચૂંટણી લડવા જઈ રહ્યું છે. ત્યારે આ ચૂંટણી ભૂપેન્દ્ર પટેલ માટે એક મોટી ચેલેન્જ બની રહેવાનું છે. સાથે જ કોંગ્રેસ(Congress) માટે પણ આ ચૂંટણી ખૂબ જ મહત્વની રહેવાની છે. કારણકે થોડા સમય પહેલા યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની ખરાબ રીતે હાર થઈ હતી. ત્યારે હવે ગાંધીનગર મનપાની ચૂંટણી કોંગ્રેસ માટે પણ એક મોટી ચેલેન્જ બની રહેવાની છે.
અગાઉ ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોને સમાન સીટો મળી હતી
તમને જણાવી દઈએ કે 2016 માં યોજાયેલ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ એમ બંને પક્ષોને સમાન સીટો મળી હતી. બંને પક્ષોને કુલ 32 સીટોમાંથી 16-16 સીટો મળી હતી. જોકે, કોંગ્રેસના 2 ઉમેદવાર ભજપમાં શામેલ થયા હતા. અને ત્યારબાદ ભાજપે ગાંધીનગર મનપા પર ભગવો લહેરાયો હતો. અને પ્રવીણ પટેલ ગાંધીનગરના મેયર બન્યા હતા.
કોરોનાએ કારણે મોકૂફ રખાઇ હતી ચૂંટણી
તમને જણાવી દઈએ કે, ગાંધીનગર મનપાની ચૂંટણી 18 એપ્રિલના રોજ યોજાવાની હતી. અને 20 એપ્રિલના રોજ પરિણામ બહાર આવવાનું હતું. જોકે કોરોનાની બીજી લહેરના કારણે સમગ્ર રાજ્યમાં કોરોનાના(Corona) કેસોમાં એકદમથી વધારો નોંધાયો હતો. જેને કારણે ચૂંટણી પંચે કોરોના મહામારીને ધ્યાને રાખીને ગાંધીનગર મનપાની ચૂંટણીનએ મોકૂફ રાખી હતી. યારે હવે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં ચૂંટણી પંચે 3 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. આમ આવતીકાલે એટલે કે, 3 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મનપાની ચૂંટણી યોજવાની છે. અને 5 ઓક્ટોબરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મનપાની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થઈ ગયો છે. આવતી કાલે એટલેકે 3 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મનપાની ચુંટણી યોજાવાની છે. ત્યારે ગાંધીનગર મનપાની ચૂંટણી ગુજરાતનાં નવા સીએમ ભ્પેન્દ્ર પટેલ માટે એક મોટી ચેલેન્જ બની રહેવાની છે. સીએમ બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન કેવું રહેશે તેનએ લઈને ઘણા તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4