Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeભક્તિGanesh Chaturthi Mahurat માં સ્થાપના કરતી વખતે આ મંત્રોચ્ચાર કરવા…

Ganesh Chaturthi Mahurat માં સ્થાપના કરતી વખતે આ મંત્રોચ્ચાર કરવા…

Ganesh Chaturthi Mahurat
Share Now

ભાદરવા મહિનાના શુકલ પક્ષની ચતુર્થિની તિથિને ગણેશ ચતુર્થીનો પાવન પર્વ મનાવવામાં આવે છે. ગણેશ ચતુર્થી ધૂમ ખાસ કરીને મહારાષ્ટ્રમાં વધારે જોવા મળે છે. પણ હવે દેશના પ્રત્યેક ભાગોમાં પણ લોકો ગણેશ ચતુર્થી મનાવવા લાગ્યા છે. લોકો ઘરે પણ ગણેશજીની સ્થાપના કરે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો ઉત્સવ 10 સપ્ટેમ્બરના રોજ શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે. તમે પણ તમારા ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવા માંગો છો (Ganesh Chaturthi Mahurat) તો અમે તમના જણાવિશુ મૂર્તિની સ્થાપના અને મહૂર્તની સંપૂર્ણ વિધિ.

Ganesh Chaturthi Mahurat

તિથિ

હિન્દૂ કેલેન્ડર અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીનું પ્રારંભ આજે રાત્રે 12:18 થઈ રહ્યું છે. તેની પૂર્ણાહૂતિ 10 સપ્ટેમ્બરના રોજ શુક્રવારે રાત્રે 9:57 એ થશે. ઉદયાતિથિ અનુસાર, ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે.

Ganesh Chaturthi Mahurat મૂર્તિ સ્થાપના

Ganesh Chaturthi Mahurat

IMAGE CREDIT: NARI

ગણેશ ચતુર્થીના દિવસે સવારે 6:04 વાગ્યાથી બપોરે 12:58 વાગ્યા સુધી રવિ યોગ છે. બ્રહ્મ યોગ પણ સાંજે 5:43 વાગ્યાથી છે. રવિ યોગમાં ગણેશ ચતુર્થીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યાં ગણેશ ચતુર્થી પૂજાનું મહૂર્ત 11:03 થી લઈને બપોરે 1:33 વાગ્યા સુધી છે. એવી પરિસ્થિતિમાં તમે ગણપતિ સ્થાપના પૂજા મહૂર્તમાં કરી લો. આ દિવસે રાહુકાળ 10:44 થી લઈને બપોરે 12:18 વાગ્યા સુધી છે. આ સમય સિવાય પ્રાતઃકાળથી લઈને રાહુકાળના પ્રારંભ પહેલા સ્થાપના જ કરી લો.

ગણપતિ સ્થાપના વિધિ

ગણેશ ચતુર્થી પૂજા માટે માટીમાંથી બનાવેલી મૂર્તિની જ સ્થાપના કરો. જે પર્યાવરણ માટે અનૂકૂળ રહેશે. ગણપતિને ધૂમધામથી ઘરે લાવો. પંડાલમાં પીળા રંગના વસ્ત્રનું આસાન લગાવીને ગણપતિની સ્થાપના કરો.

આ પણ વાંચોઃ- Ganesh Chaturthi ના અવસર પર આ રીતે કરો પૂજા થશે ઘણા લાભ

સ્થાપના કરતી વખતે આ શ્લોક અવશ્યથી કરો…

“અસ્ય પ્રાણ પ્રતિષ્ઠન્તુ અસ્ય પ્રાણાઃ ક્ષરંતુ ચ
શ્રી ગણપતે ત્વમ સુપ્રતિષ્ઠ વરદે ભવેતામ.”

હવે ગંગાજળ અને પંચામૃતથી ગણેશજીનો અભિષેક કરો. તેમને વસ્ત્ર અર્પિત કરો. પછી ચંદન, ઘૂપ, દીપ, પુષ્પ, સિંદૂર, જનોઈ, મોદક, ફળો વગેરે ચઢાવો. તમે જેટલા દિવસ માટે ગણપતિ રાખવા માંગો છો તેટલા દિવસ તેમની વિધિ વિધાન સહિત સવારે અને સાંજે પૂજા કરો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment